________________
ગાથા-૨ : હવે એ સાધુઓને જે જે અનારિત છે, તે વસ્તુ દેખાડતાં કહે છે. (૧) ઔદ્દેશિક : સાધુ વગેરેને આશ્રયીને દાનારંભનો ઉદ્દેશ વિચાર કરવો એ न ઉદ્દેશ. અર્થાત્ “સાધુને વહોરાવવા માટે રસોઈ બનાવું, જુદી કાઢું વિ. આ રીતે સાધુને દાન આપવા માટે રસોઈરૂપ આરંભનો વિચાર કરવો એ ઉદ્દેશ. એમાં જે થયું, એટલે કે આ વિચાર દ્વારા જે બનેલું હોય તે ઔદેશિક. (આ આધાકર્માદિદોષવાળી ગોચરી બને... તે અનાચરિત છે. સાધુ એ વાપરી ન શકે.)
स्त
न
r
H.
અધ્ય. ૩ સૂત્ર-૨
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ क्षिपक्ष्मप्रक्षालनमपि, सर्वस्नानं तु प्रतीतं ६, तथा 'गन्धमाल्यव्यजनं च' गन्धग्रहणात्कोष्ठपुटादिपरिग्रहः माल्यग्रहणाच्च ग्रथितवेष्टितादेर्माल्यस्य वीजनं तालवृन्तादिना धर्म एव, ७-८ - ९ इदमनाचरितं, दोषाश्चौद्देशिकादिष्वारम्भप्रवर्तनादयः स्वधियाऽवगन्तव्या इति सूत्रार्थः ॥ २ ॥
य
=
(૨) ક્રીતકૃત : ઋીત શબ્દમાં ભાવપણું અર્થમાં તે પ્રત્યય લાગેલો છે. સાધ્વાતિનિમિત્તે શબ્દ સમજી લેવાનો છે. સાધુ વગેરે માટે ખરીદવું તે ક્રીત. આ ખરીદવા દ્વારા જે વસ્તુ તૈયાર થયેલી હોય તે ક્રીતકૃત કહેવાય.
(૩) નિયાગ : કાયમ માટે આમંત્રિતપિંડનું ગ્રહણ કરવું. પણ અનામંત્રિતનું ગ્રહણ ન કરવું. (“સાધુઓ ! તમારે રોજ મારે ત્યાં ગોચરી આવવું.” આ આમંત્રણ મળ્યું, અને સાધુ એ આમંત્રણ સ્વીકારીને એને અનુસારે જ ગોચરી લાવે તો એ આમંત્રિતપિંડ ન બને. એ દોષ છે. સાધુએ અનામંત્રિતપિંડ લેવાનો છે.)
(૪) અભ્યાહત : સ્વગામમાંથી, પરગામમાંથી સાધુને માટે સાધુ સામે લવાયેલી ના ગોચરી અભ્યાહત કહેવાય. ગાથામાં અમિન્હાનિ એમ બહુવચન કરેલ છે, એ તો = “અભ્યાહતનાં સ્વગ્રામ અભ્યાહત, પરગ્રામ અભ્યાહત, નિશીથ અભ્યાહત, નોનિશીથ 7 અભ્યાહ્નત વગેરે અનેકભેદો છે” એવું જણાવવા માટે બહુવચન છે.
'
(૫) રાત્રિભોજન : દિવસે વહોરેલું અને દિવસે વાપરેલું... વગેરે ચારભેદે 1 રાત્રિભોજન છે. (આગલા દિવસે વહોરી, રાત્રે પાસે રાખી બીજા દિવસે વાપરે... તો રાત્રે પોતાની પાસે એ વસ્તુ રાખી મૂકી હોવાથી આ રીતે દિવસે વા૫૨વામાં પણ રાત્રિભોજનનો દોષ લાગે. આ જ પ્રમાણે દિવસે વહોરેલું- રાત્રે વાપરેલું, રાત્રે વહોરેલું દિવસે વાપરેલું, રાત્રે વહોરેલું, રાત્રે વાપરેલું... એમ ચારભેદ સમજી લેવા.)
(૬) સ્નાન : દેશસ્નાન અને સર્વસ્નાન એમ બે ભેદે સ્નાન છે. એમાં અધિષ્ઠાન = મલનિર્ગમનસ્થાનની શુદ્ધિ સિવાય જો આંખની પાંપણનું પણ પ્રક્ષાલન કરવામાં આવે તો
૧૨૨