________________
r
:E
'F
**
?
ન
હમેં દશવૈકાલિકસૂગ ભાગ-૨
પ્રથur fa૫TE: |
અધ્યયન-૪ .. આ અધ્યયનમાં સંયમીએ જે આચારવિશે ધૃતિ કરવાની છે એ આચાર જજીવનિકાયને જ આ વિશે પાળવાનો છે. અર્થાત્ છ જવનિકાયમાં સંયમવાળા બનવાનું છે એ વાત વિસ્તારપૂર્વક જણાવાઈ છે.
આ અધ્યયનમાં જીવનનું અસ્તિત્વની સિદ્ધિ ઢગલાબંધ અનુમાનપ્રયોગો આપવા દ્વારા Lી નિયુક્તિકાર-વૃત્તિકારશ્રીએ કરી છે. ઉપરાંત છએ છ કાયમાં અલગ-અલગ રીતે આત્માની સિદ્ધિ અનુમાનપ્રયોગો દ્વારા ખૂબ જ તાદશ રીતે કરવામાં આવી છે. એના અભ્યાસથી
“દરેક જિનવચન તર્કસિદ્ધ પણ છે” એની વાસ્તવિક પ્રતીતિ જિજ્ઞાસુને અચૂક થશે એવું || ' કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય.
પાંચમહાવ્રત અને રાત્રિભોજનવ્રતનાં આલાવામાં વૃત્તિકારે દરેક વ્રતમાં દ્રવ્ય અને ભાવની ચતુર્ભગીનું ખૂબ સરસ વર્ણન ચૂર્ણિનાં પાઠ સાથે કર્યું છે... જેનાથી સંયમી પોતાના તે - તે વ્રતો દ્રવ્યથી જ છે કે ભાવથી પણ છે તેનો નિશ્ચય કરી શકશે. 1 ઉપદેશઅધિકારમાં સંયમી કેવી રીતે પાપકર્મનો બંધક થાય અને કેવી રીતે પાપકર્મનો " બંધક ન થાય એ જણાવીને યતનાની પૂર્વે પણ જ્ઞાનની વિશેષ આવશ્યકતા જણાવીને કે “જીવાદિ તત્ત્વોનો જ્ઞાતા જે સંયમને જાણી શકશે.” એ પદાર્થનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
અંતમાં જીવાદિ તત્ત્વોનાં જ્ઞાનથી માંડીને મોક્ષની પ્રાપ્તિ સુધીનો ક્રમ બતાવ્યો છે. અને જે આત્માને ધર્મનું ફળ મળવું દુર્લભ છે તેના લક્ષણો બતાવીને તથા જેઓને પાછલી Fજિંદગીમાં પણ તપ, સંયમ, બ્રહ્મચર્ય પ્રિય છે તેઓનું દેવલોકગમન બતાવીને પાછલી તે " જીંદગીમાં પણ તપ, સંયમ, બ્રહ્મચર્ય રત થવાની અત્યભૂત પ્રેરણા કરીને ગ્રંથકારશ્રીએ ખૂબ જ Fઉપકાર કર્યો છે.