________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૪ બ્રાહ્મણને જુએ છે. ત્યારે રાજગૃહ નગરમાં આવીને સંઘાટકને મોકલે છે કે યજ્ઞના સ્થાનમાં જઈને ભિક્ષાને માટે ધર્મલાભ આપો. ત્યાં તમે નિષેધ કરાશો. ત્યારે તમારે કહેવું કે “અરે કષ્ટ છે કે તત્ત્વ જણાતું નથી.” ત્યારપછી સાધુઓ ગયા અને યજ્ઞના માણસો વડે નિષેધ કરાયા. સાધુઓવડે કહેવાયું કે અો ઋતત્વ ન જ્ઞાયતે ” બારણાં પાસે રહેલા શખંભવવડે તે વચન સંભળાયું. ત્યારે તે વિચારે છે કે “આ ઉપશાંત તપસ્વીઓ અસત્ય ન બોલે એટલે શય્યભવ અધ્યાપકની પાસે જઈને કહે છે કે “તત્ત્વ
મ
શું છે ?” અધ્યાપક કહે છે “વેદો તત્ત્વ છે.” ત્યારે તે તલવાર ખેંચીને બોલે છે કે “જો મૈં મૈં તું મને તત્ત્વ નહિ કહે તો તારું મસ્તક છેદી નાંખીશ.” ત્યારે અધ્યાપક કહે છે કે “મારો મો 5 સમય પૂર્ણ થયો. વેદનાં અર્થમાં આ કહેવાયું છે કે “મસ્તક કપાઈ જવાનો પ્રસંગ ઉભો 5 પ્ત થાય ત્યારપછી સાચી વાત કહી દેવી. હવે હું તને એ કહી દઉં છું. કે જે અહીં તત્ત્વ સ્ત્ર છે. આ જે યજ્ઞનો થાંભલો છે, તેની નીચે સર્વરત્નોની બનેલી. અરિહંતની પ્રતિમા છે. તે શાશ્વત છે. એટલે અરિહંતનો ધર્મ તત્ત્વ છે. ત્યારે શય્યભવ તે અધ્યાપકનાં પગમાં પડ્યો. યજ્ઞપાટકની બધી જ સામગ્રી તે અધ્યાપકને આપી દીધી. ત્યારબાદ તે જઈને સાધુઓને શોધતો શોધતો આચાર્ય પાસે ગયો. આચાર્યને અને સાધુઓને વંદન કરીને કહે છે કે “મને ધર્મ કહો.” ત્યારે આચાર્ય ઉપયોગ મૂકે છે કે “આ જ તે શય્યભવ છે’ ત્યારે આચાર્યવડે સાધુધર્મ કહેવાયો. તે શય્યભવ પ્રતિબોધ પામ્યો અને તેણે દીક્ષા લીધી. ચૌદપૂર્વી થયો. જ્યારે તેણે દીક્ષા લીધી, ત્યારે તેની પત્ની ગર્ભવતી હતી. તેણે દીક્ષા નિ લીધી એટલે એના સ્વજન લોકો આક્રંદ કરે છે કે “યુવાન સ્ત્રી પુત્ર વગરની હતી અને નિ · એના પતિએ દીક્ષા લીધી.” બધા એ સ્ત્રીને પુછે છે કે “શું તારા પેટમાં કંઈક છે ?” { ત્યારે તેણી કહે છે કે “મના-કંઈક પેટમાં હોય એવું લાગે છે.” ત્યારબાદ અમુક કાળ જ્ઞા
त
મ
ન
ना
य
ગયો એટલે એને ત્યાં પુત્ર થયો. ત્યારબાદ જ્યારે બાર દિવસપૂર્ણ થાય ત્યારે જે કારણથી F સ્વજનોની પૃચ્છા વખતે તે પુત્રની માતાવડે કહેવાયેલું કે “મણગં-મનામ્-કંઈક” છે. તે કારણથી તે પુત્રનું મનક એ પ્રમાણે નામ કરાયું. જ્યારે તે આઠ વર્ષનો થયો ત્યારે તે માતાને પુછે છે કે “મારા પિતા કોણ છે ?” તેણી કહે છે કે “તારા પિતા દીક્ષિત થયા છે.” ત્યારે તે પુત્ર ભાગીને પિતા પાસે પ્રયાણ કરી ગયો. આચાર્ય તે સમયે ચંપા નગરીમાં વિચરે છે. તે બાળક પણ ચંપામાં જ આવ્યો. સંજ્ઞાભૂમિ-સ્થંડિલ ગયેલા આચાર્ય વડે તે બાળક દેખાયો. બાળકવડે આચાર્ય વંદાયા. તે બાળકને જોતા આચાર્યને સ્નેહ થયો. તે બાળકને પણ તે જ પ્રમાણે આચાર્ય પ્રત્યે સ્નેહ થયો. તેથી આચાર્યે પૃચ્છા કરી કે “પુત્ર ! તારું આગમન ક્યાંથી છે ?” તે બાળક કહે છે “રાજગૃહમાંથી” આચાર્ય વડે
य
४७
**