________________
અધ્ય. ૧ નિયુક્તિ
૮૭-૮૮
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ શ્રાવકે વિચાર્યું કે “હું પણ એને ઠગું” એમ વિચારીને શ્રાવક બોલ્યો કે “પરિવ્રાજક ! તું જે લોકમધ્યભાગ દર્શાવે છે. એ લોકમધ્ય નથી. તું ભૂલ કરે છે.” એમ કહી શ્રાવકે પણ દોરડી દ્વારા માપવાની ક્રિયા કરી અને પરિવ્રાજકે બતાવેલ સ્થાનને બદલે બીજું સ્થાન દર્શાવ્યું કે “આ લોકમધ્ય છે.”
આ જોઈ લોકો આનંદ પામ્યા.
न
S
આ કથાનકને કેટલાકો બીજી રીતે પણ દર્શાવે છે કે શ્રાવકે તેને ઠપકો આપ્યો કે તું તો અનેક સ્થાનોમાં જુદા જુદા ભાગને લોકમધ્ય તરીકે દેખાડે છે. લોકમધ્ય તો એકજ હોય, આટલા બધા લોકમધ્ય ક્યાંથી હોય, માટે તારી વાતમાં વિરોધ આવે છે.” આ પ્રમાણે તે શ્રાવક વડે તે પરિવ્રાજક નિરુત્તર કરાયો. ( પૃષ્ટ પુછાયેલ. · ઉત્તર. નીકળી ગયો છે પુછાયેલા પ્રશ્નનો ઉત્તર જેમાંથી એવો માણસ નિષ્કૃષ્ટ સ્તુ પ્રશ્નવ્યારા: કહેવાય. ટુંકમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર જે ન આપી શકે તે..) આ લૌકિક સ્થાપકહેતુ છે. (શ્રાવકે એની સામે લોકમધ્યભાગ બતાવવાની ક્રિયા ત કરી, એ સ્થાપના રૂપ જ છે ને ?)
व्याकरण
-
E
저
ना
न
न
દ્રવ્યાનુયોગમાં સ્થાપકહેતુ આ પ્રમાણે કે સાધુએ તેવા પ્રકારનાં જ વચનો બોલવા, નિ તેવા પ્રકારનો જ પક્ષ ગ્રહણ કરવો કે જેનો ઉત્તર આપવા માટે પૂર્વપક્ષ સમર્થ ન બને. અને સાધુનાં વચનોમાં પણ પૂર્વાપરનો વિરોધ ન આવે. અર્થાત્ સાધુનાં પૂર્વે બોલાયેલા વાક્યો અને પછી બોલાયેલા વાક્યો પરસ્પર વિરોધવાળા ન બને... એ રીતે સાધુએ બોલવું. ન
शा
शा
저
य
***
उक्तः स्थापकः,
साम्प्रतं व्यंसकमाह
सा सगडतित्तिरी वंसगंमि हेउम्मि होइ नायव्वा ।
त
લોકોત્તરમાં પણ ચરણકરણાનુયોગમાં સ્થાપકહેતુ, આ પ્રમાણે કે કુશ્રુતિઓ=ખોટા મેં વેદવાક્યોમાં જે અશક્ય બાબતો દર્શાવેલી છે, એના કદાગ્રહમાં ચોંટેલા સાધુને પણ આ જ પ્રમાણે સમજાવવો (કે આ વસ્તુ આમ નથી, પણ આ પ્રમાણે હોઈ શકે.)
—
-
સ્થાપક હેતુ કહેવાઈ ગયો. હવે વ્યસકહેતુને કહે છે.
નિર્યુક્તિ-૮૮ પૂર્વાર્ધ-ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
* * *
૨૪૦
FF
ना
य
* * *