________________
श्री प्रज्ञापना सूत्र भाग २
छत्तीसइमं समुग्घायपयं समुग्घायसमोहयासमोहयाणं जीवाईणमप्पाबहुयं संखेज्जा, सित्य असंखेज्जा, एवं एते चउव्वीसं चउव्वीसा दंडगा सव्वे पुच्छाए भाणियव्वा जाव वेमाणियाणं વેમાળિયત્તે સૂ૦-૨૨।।૭૦૩||
(મૂળ) હે ભગવન્! નૈરયિકોને નૈયિકપણામાં કેટલા કેવલિસમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. કેટલા
ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! થવાના નથી. એ પ્રમાણે યાવત્ વૈમાનિકપણામાં કહેવા. પરન્તુ મનુષ્યપણામાં અતિતકાળે થયેલા નથી. ભવિષ્યકાળે અસંખ્યાતા હોય છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકોને કહેવા. પરન્તુ વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીત કાળે થયેલા નથી, ભવિષ્યકાળે અનન્તા થવાના હોય છે. મનુષ્યોને મનુષ્યપણામાં અતીત કાળે કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ક્સ—બસોથી નવસો સુધી હોય. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થવાના હોય છે. એ પ્રમાણે એ બધા ચોવીશ ચોવીશ દંડકો પ્રશ્ન વડે કહેવા. યાવત્ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવા. II૧ ૨૭૦૩
(ટી૦) હવે કેલિસમુદ્દાતનો અતીત કાળે વિચાર કરે છે—‘નેફ્યા ' ઇત્યાદિ. નૈરયિકોને નૈરયિકાવસ્થામાં કેટલા કેવલિસમુદ્ધાતો અતીત કાળે હોય? ઇત્યાદિ. કેવલિસમુદ્દાત પણ મનુષ્યપણાની અવસ્થામાં હોય છે, પણ બીજી અવસ્થામાં હોતા નથી. વળી જેણે કેલિસમુદ્દાત કર્યો છે તે સંસારમાં ભ્રમણ કરતો નથી. કારણ કે કેવલિસમુદ્ઘાત કર્યા પછી અન્તર્મુહૂર્તમાં અવશ્ય મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તેથી નારકોને મનુષ્યપણા સિવાયની બાકીની અવસ્થામાં અતીત અને અનાગત કેવલિસમુદ્દાતોનો પ્રતિષેધ કરવો. નૈરયિકોને મનુષ્યપણાની અવસ્થામાં પણ અતીત સમુદ્ઘાતનો પ્રતિષેધ કરવો, કારણ કે જેઓએ કેવલ સમુદ્દાત કર્યો છે તેઓનું નરકમાં ગમન થતું નથી, ભાવિ કેવલિ સમુદ્ધાતો થશે, કારણ કે પ્રશ્નસમયે વર્તમાન ના૨કોમાં ઘણા–અસંખ્યાતા નારકો મુક્તિગમનને યોગ્ય છે. તેથી ભવિષ્યકાળે ‘અસંખ્યાતા હોય છે' એમ કહ્યું છે. એ પ્રમાણે જેમ નૈયિકોને કેલિસમુદ્દાતનો વિચાર કર્યો તેમ અસુકુમારાદિને પણ કરવો અને તે યાવત્ વૈમાનિકો સુધી કરવો. અહીં વિશેષ બતાવે છે—‘નવર’ ઇત્યાદિ. પરન્તુ વનસ્પતિકાયિકોને મનુષ્યપણાની અવસ્થામાં અતીત કેવલિસમુદ્ધાતોનો પ્રતિષેધ કરવો, કારણ કે જેઓએ કેવલિસમુદ્ધાત કર્યો છે તેઓને સંસાર હોતો નથી. ભવિષ્ય કાળે થવાના અનન્તા કહેવા. કારણ કે પ્રશ્ન સમયે વર્તતા વનસ્પતિકાયિકોમાં ઘણાઅનન્તા વનસ્પતિકાયિકો વનસ્પતિકાયિકથી નીકળી પછી અથવા પરંપરાએ કેવલિસમુદ્દાત કરી મોક્ષે જવાના છે. મનુષ્યોને મનુષ્યપણામાં અતીત કાળે કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતા નથી. કારણ કે જેઓએ કેવલિસમુદ્દાત કર્યો છે તેઓ સિદ્ધ થયેલા છે અને બીજા હજી કેવલિસમુદ્ધાતને પ્રાપ્ત થયા નથી. જ્યા૨ે અતીત કાળે હોય છે ત્યારે પણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ત્વ-બસોથી નવસો સુધી હોય છે. ભવિષ્યકાળે કદાચિત્ સંખ્યાતા અને કદાચિત્ અસંખ્યાતા પ્રાપ્ત થવાના હોય છે. કારણ કે પ્રશ્ન સમયે વર્તમાન મનુષ્યોમાં કદાચિત સંખ્યાતા અને કદાચિત્ અસંખ્યાતા યથાસંભવ તુરત અથવા પરંપરાએ કેવલિસમુદ્દાત કરી સિદ્ધ થવાના હોય છે. હવે સૂત્રની બધી સંખ્યા કહે છે—એ પ્રમાણે-ઉપર કહ્યા પ્રકારે એ કેવલિસમુદ્દાત વિષે બધા ય ચોવીશ ગુણા ચોવીશ દંડકો પૃચ્છા વડે-પ્રશ્નપૂર્વક કહેવા. ક્યા સુધી કહેવા? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે—વૈમાનિકોને વૈમાનિકપણા વિષે સૂત્ર છે ત્યાં સુધી કહેવા. તે આ પ્રમાણે–‘હે ભગવન્ વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલા કેવલિ સમુદ્દાતો છે અતીતકાળે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! થવાના નથી. એ પ્રમાણે એકવચનસહિત અને બહુવચનસહિત નૈરયિકથી માંડીને વૈમાનિક સુધીના જીવોમાં અતીત અને ભાવી વેદનાદિ સમુદ્દાતના સંભવ અને અસંભવપૂર્વક સંખ્યાનાં પ્રમાણની પ્રરુપણા કરી. ।।૧૨।।૭૦૩॥
|| समुग्धायसमोहयासमोहयाणं जीवाईणमप्पाबहुयं || एतेसि णं भंते! जीवाणं वेदणासमुग्घाएणं कसायसमुग्घाएणं मारणंतियसमुग्घाएणं वेउव्वियसमुग्घाएणं तेयगसमुग्घाएणं आहारगसमुग्धाएणं केवलिसमुग्घाएणं समोहयाणं असमोहयाण य कयरे कयरेहिंतो अप्पा वा
354