________________
श्री प्रज्ञापना सूत्र भाग २
चउत्तीसइमं परियारणापयं परियारणा दारं पादुब्भवंति, तए णं ते देवा ताहिं अच्छराहिं सद्धिं कायपरियारणं करेंति । से जहाणामए सीया पोग्गला सीतं पप्पा सीयं चेव अतिवतित्ता णं चिट्ठति, उसिणा वा पोग्गला उसिणं पप्पा उसिणं चेव अतिवतित्ता णं चिट्ठति, एवमेव तेहिं देवेहिं ताहिं अच्छराहिं सद्धिं कायपरियारणे कते समाणे से इच्छामणे खिप्पामेवावेति । सू०-६।।६८३।। (મૂળ) હે ભગવન્! કેટલા પ્રકારે પરિચારણા—મૈથુનસેવા કહી છે? હે ગૌતમ! પાંચ પ્રકારે પરિચારણા કહી છે. તે આ પ્રમાણે–
–૧ કાયપરિચારણા, ૨ સ્પર્શપરિચારણા, ૩ રૂપપરિચારણા, ૪ શબ્દપરિચારણા અને ૫ મનપરિચારણા. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘પાંચ પ્રકારની પરિચારણા કહી છે’ જેમક—‘કાય પરિચારણા યાવત્ મનપરિચારણા'? હે ગૌતમ!ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્મ, સૌધર્મ અને ઈશાન કલ્પમાં દેવો કાયપરિચારક–શરીર વડે મૈથુન સેવન કરનારા, સનત્ક્રુમાર અને માહેન્દ્ર કલ્પમાં દેવો સ્પર્શપરિચારક-સ્પર્શમાત્ર વડે મૈથુન સેવન કરનારા, બ્રહ્મલોક અને લાન્તક કલ્પમાં દેવો રૂપપરિચારક–રૂપ વડે મૈથુન સેવન કરનારા, મહાશુક્ર અને સહસ્રાર કલ્પમાં દેવો શબ્દપરિચારક—શબ્દ વડે મૈથુન સેવન કરનારા, તથા આનત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પમાં દેવો મનવડે મૈથુન સેવન કરનારા હોય છે. ત્રૈવેયક અને અનુત્તરૌપપતિક દેવો અપરિચારક—મૈથુન સેવનરહિત હોય છે. તે હેતુથી હે ગૌતમ! ઇત્યાદિ યાવત્ ‘મન વડે મૈથુનસેવન કરનારા હોય છે'. તેમાં જે કાયપરિચારક—શરીર વડે મૈથુન સેવન કરનારા છે તેઓને ઇચ્છાપ્રધાન મન— સંકલ્પ થાય છે કે—‘અમે અપ્સરાઓની સાથે કાયપરિચાર—શરીર વડે મૈથુન સેવન કરવા ઇચ્છીએ છીએ'. તે દેવો સંકલ્પ કરે છે એટલે જલદી તે અપ્સરાઓ ઉદાર શૃંગાર યુક્ત મનોજ્ઞ, મનોહર અને ઉત્તર વૈક્રિય રૂપ કરે છે, કરીને તે દેવોની પાસે આવે છે. ત્યાર બાદ તે દેવો તે અપ્સરાઓની સાથે શરીરદ્વારા મૈથુન સેવન કરે છે. જેમકે શીત પુદ્ગલો શીત યોનિવાળા પ્રાણીને પામી અતિશય શીતપણે પરિણત થઇને રહે છે, અને ઉષ્ણ પુદ્ગલો ઉષ્ણયોનિવાળા પ્રાણીને પામી અતિશય ઉષ્ણપણે પરિણત થઇને રહે છે. એ પ્રમાણે તે દેવો વડે તે અપ્સરાઓની સાથે કાયપરિચાર કરાય છે, ત્યારે તેનું ઇચ્છાપ્રધાન મન જલદી શાંત થાય છે. IIFI૬૮૩૫
(ટી0) ‘દેવો દેવી સહિત પરિચારવાળા હોય છે' એમ કહ્યું, તેમાં પરિચારણા સંબન્ધે જિજ્ઞાસાવાળો શિષ્ય પ્રશ્ન ક૨ે છે–‘ઋતિવિજ્ઞા રૂં મંતે'! હે ભગવન્! કેટલા પ્રકારે પરિચારણા કહી છે’–ઇત્યાદિ સુગમ છે. ભગવાન કહે છે–‘હે ગૌતમ! ઇત્યાદિ સ્પષ્ટ છે. ‘નવરં જાયપરિવારા' ઇતિ–પરન્તુ કાય-શરીર વડે મનુષ્ય સ્ત્રી પુરુષની પેઠે પરિચાર–મૈથુનસેવન જેઓને છે તેઓ કાયપરિચારક કહેવાય છે, તાત્પર્ય એ છે કે ભવનપતિથી આરંભી ઈશાન દેવલોક સુધીના દેવો સંક્લિષ્ટ ઉદયવાળા પુરુષવેદ કર્મના પ્રભાવથી મનુષ્યની પેઠે મૈથુન સુખમાં લીન થતા અને કાયક્લેશજન્ય સર્વ અંગે સ્પર્શસુખ પામી પ્રસન્ન થાય છે, અન્ય પ્રકારે પ્રસન્ન થતા નથી. સનત્સુમાર અને માહેન્દ્ર કલ્પના દેવો સ્પર્શપરિચારક–સ્તન, હાથ, સાથળ અને જથનાદિ શરીરના સ્પર્શવડે પરિચાર–મૈથુન સેવન કરનારા હોય છે. તેઓ જ્યારે મૈથુન સેવન કરવાને ઇચ્છે છે ત્યા૨ે મૈથુન કરવાની અભિલાષાથી પાસે રહેલી દેવીઓના સ્તનાદિ અવયવોનો સ્પર્શ કરે છે, અને તેટલા માત્ર વડે કાયપ્રવિચા૨થી અનન્તગુણ સુખ અને વેદની ઉપશાન્તી થાય છે. બ્રહ્મલોક અને લાન્તક કલ્પના દેવો રૂપપરિચારક–રૂપમાત્રના દેખવા વડે મૈથુન સેવન કરનારા હોય છે. તેઓ દેવાંગનાઓનું કામની રાજધાની જેવું દીવ્ય અને ઉન્માદ કરનાર રૂપ જોઇને કાયપ્રવિચારથી અન્તગુણ મૈથુનસુખનો અનુભવ કરે છે, અને તેટલા માત્રથી તેઓનો વેદ ઉપશાન્ત થાય છે. મહાશુક્ર અને સહસ્રાર કલ્પમાં દેવો શબ્દપરિચારક–શબ્દમાત્રના શ્રવણથી મૈથુનસેવન કરનાર હોય છે. તેઓ ઇષ્ટ દેવીના, ગીત, હાસ્ય, સવિકાર ભાષણ અને નુપુરાદિ આભૂષણોના ધ્વનિના શ્રવણ માત્ર વડેજ કાયપ્રવિચારથી અનન્તગુણ સુખનો ઉપભોગ કરે છે. અને તેટલા માત્રથી તેનો વેદ શાન્ત થાય છે. આનત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પમાં દેવો મનઃપરિચારક–કામના વિકાર વડે વૃદ્ધિ પામેલા ૫રસ્પર અનેક પ્રકારના મનના સંકલ્પ વડે મૈથુનસેવન કરનારા હોય છે. તેઓ પરસ્પર અનેક પ્રકારના મનના સંકલ્પમાત્ર વડે કાયપ્રવિચારથી અનન્તગુણ સુખને પ્રાપ્ત કરે છે. અને તેટલા માત્રથી તેઓ
320