________________
श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं चउवीसदंडएसु सचित्ताहारदारं- णेरइएसु२-८आहारद्विआइदारसत्तगं
છે, અને વિધાનમાર્ગણા–વિશેષમાર્ગણાને આશ્રયી કાળાવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે, યાવત્ શુક્લવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે. વર્ણથી જે કાળાવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે તે શું એકગુણ કાળાવર્ણવાળા, યાવત્ દસગુણ કાળાવર્ણવાળા, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનન્તગુણ કાળાવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે? હે ગૌતમ! એકગુણ કાળાવર્ણવાળા યાવત્ અનન્તગુણ કાળાવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે. એ પ્રમાણે યાવત્ અનન્તગુણ શુક્લવર્ણવાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે. એમ ગન્ધ અને રસની અપેક્ષાએ પણ સમજવું. ભાવથી જે સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે તેમાં એક સ્પર્શવાળાનો, બે સ્પર્શવાળાનો અને ત્રણ સ્પર્શવાળાનો આહાર કરતા નથી, પરન્તુ ચાર સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે, યાવત્ આઠ સ્પર્શવાળાનો પણ આહાર કરે છે. વિધાનમાર્ગણા વિશષમાર્ગણાને આશ્રયી કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે, યાવત્ રુક્ષ પુદ્ગલોનો પણ આહાર કરે છે. સ્પર્શથી જે કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે તે એકગુણ કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે, યાવત્ અનન્તગુણ કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે? હે ગૌતમ! એકગુણ કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે, યાવત્ અનન્તગુણ કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે. એમ આઠ સ્પર્શે કહેવા. યાવત્ અનન્તગુણ રુક્ષ પુદ્ગલોનો પણ આહાર કરે છે. હે ભગવન્! જે અનન્તગુણ રુક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે તે શું સ્પષ્ટ–સ્પર્શેલા પુદ્ગલોનો આહાર કરે છે કે નહિ સ્પર્શેલા પુદ્ગલોનો આહાર કરે છે? હે ગૌતમ! સ્પર્શેલા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે, પણ નહિ સ્પર્શેલા દ્રવ્યોનો પુદ્ગલ આહાર કરતો નથી—ઇત્યાદિ જેમ ભાષા ઉદ્દેશકમાં કહ્યું છે તેમ યાવત્ છ દિશામાં રહેલા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. બાહુલ્ય—સામાન્ય કારણની અપેક્ષાએ વર્ણથી કાળાં અને લીલાં, ગન્ધથી દુર્ગન્ધી, રસથી કડવાં અને તીખાં અને સ્પર્શથી કર્કશ, ગુરુ, શીત અને રુક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરેછે,તેઓના પૂર્વના વર્ણગુણ, ગન્ધગુણ, રસગુણ અને સ્પર્શગુણનો વિપરિણામ કરી, પરિપીડન કરી, નાશ કરી, વિધ્વંસ કરી બીજા અપૂર્વ વર્ણગુણ, ગંધગુણ, રસગુણ અને સ્પર્શગુણને ઉત્પન્ન કરી પોતાના શરીરરૂપ ક્ષેત્રમાં રહેલાં પુદ્ગલોનો સર્વ આત્મા વડે આહા૨ ક૨ે છે. હે ભગવન્! નૈયિકો સર્વતઃ આહાર કરે છે, સર્વતઃ પરિણમાવે છે, સર્વાત્મા વડે ઉચ્છ્વાસ લે છે, સર્વાત્મા વડે નિઃશ્વાસ મુકે છે, વારંવાર આહાર કરે છે, વારંવાર પરિણમાવે છે, વારંવાર ઉચ્છ્વાસ લે છે અને વારંવાર નિઃશ્વાસ મુકે છે, કદાચિત્ આહાર કરે છે, કદાચિત્ પરિણમાવે છે, કંદાચિત્ ઉચ્છ્વાસ લે છે અને કદાચિત્ નિઃશ્વાસ મુકે છે? હે ગૌતમ! નૈરયિકો સર્વાત્મ વડે આહાર કરે છે, એ પ્રમાણે તેજ કહેવું યાવત્ કદાચિત્ નિઃશ્વાસ મુકે છે. II૩૬૪૪॥
(ટી) ‘નેરયા ખં’ઇત્યાદિ. હે ભગવન્! નૈરયિકો કેવા પ્રકારનો આહાર કરેછે?દ્રવ્યાદિભેદથી ચાર પ્રકારનો આહાર પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ભગવાન્ ઉત્તર આપે છે—ગૌતમ! દ્રવ્યથી—દ્રવ્યસ્વરૂપનો વિચાર કરતાં અનન્તપ્રદેશવાળા પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ કરે છે, કારણ છે તે સિવાય બીજા દ્રવ્યનું ગ્રહણ થતું નથી. સંખ્યાતપ્રદેશી કે અસંખ્યાતપ્રદેશી સ્કન્ધો જીવને ગ્રહણ યોગ્ય નથી. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશમાં રહેલા, કાળથી ‘અન્તરસ્થિતિાનિ' જઘન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ કોઇપણ સ્થિતિવાળાં, અહિં સ્થિતિ એટલે આહારને યોગ્ય સ્કન્ધના પરિણામ રૂપે રહેવું, ભાવથી વર્ણવાળાં, ગન્ધવાળાં, રસવાળાં અને સ્પર્શવાળાં, કા૨ણ કે દરેક પરમાણુમાં એક એક વર્ણ, ગન્ધ, રસ અને (બે) સ્પર્શ હોય છે, એવા પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરે છે. ‘નારૂં માવતો વામંતારૂં' ભાવથી જે વર્ણવાળા પુદ્ગલદ્રવ્યોનો આહાર કરે છે, તે એક વર્ણવાળાં કે યાવત્ પાંચ વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે? ઇત્યાદિ. પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે−હે ગૌતમ! ‘ઢાળમાાં પડુબ્વ' ઇત્યાદિ. સ્થાનમાર્ગણાને આશ્રયી, તિષ્ટન્તિ વિશેષા અસ્મિન્નિતિ સ્થાન–જેમાં વિશેષો રહે તે સ્થાન–એક વર્ણવાળાં, બે વર્ણવાળાં, ત્રણ વર્ણવાળા-ઇત્યાદિરૂપ સામાન્ય, તેની માર્ગણા–વિચારને આશ્રયી સામાન્યવિચારને આશ્રયી એ ભાવાર્થ છે. એક વર્ણવાળા, બે વર્ણવાળા ઇત્યાદિ સુગમ છે, પરન્તુ તે અનન્તપ્રદેશિક સ્કન્ધોનો એક વર્ણ, બે વર્ણ–ઇત્યાદિ વ્યવહારનયના મતની અપેક્ષાએ કથન છે,નિશ્ચયનયના મતની અપેક્ષાએ તો સૂક્ષ્મ છતાં પણ અનન્તપ્રદેશિક સ્કન્ધ પાંચ વર્ણવાળોજ હોય છે. ‘વિજ્ઞાનમાં પડુન્દ્વ'-વિધાનમાńળ પ્રતીત્ય'
258