________________
श्री प्रज्ञापना सूत्र भाग २ छव्वीसतिमं कम्मवेयबंधपयं दंसणावरणाइवेदएसु जीवाईसु एगत्त-पुहसेणं कम्मबंध परूवणं
અથવા સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા અને એક કર્મના બાંધનારો હોય. ૬ અથવા સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા એક છ કર્મ બાંધનારો અને એક એક કર્મ બાંધનારો હોય. ૭ અથવા સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા એકછ કર્મ બાંધનાર અને એક કર્મ બાંધનારા હોય. ૮ અથવા સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા, છ કર્મ બાંધનારા અને એક એક કર્મ બાંધનાર હોય. ૯ અથવા સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા, એક છ કર્મ બાંધનારા અને એક કર્મબાંધનારા હોય. એ પ્રમાણે આ નવ ભાંગા થાય છે. એકેન્દ્રિય અને મનુષ્ય સિવાય બાકીનાને વૈમાનિક સુધી ત્રણ ભાંગા હોય છે. એકેન્દ્રિયો સાત કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા હોય. મનુષ્યો જ્ઞાનાવરણીય વેદતાં કેટલી ' કર્મપ્રકૃતિઓ બાંધે? એ પ્રશ્ન. હે ગૌતમ!૧ બધાય સાત કર્મના બાંધનારા હોય. ર અથવા સાત કર્મના બાંધનારા અને એક આઠ કર્મનો બાંધનાર હોય. ૩ અથવા સાત કર્મના બાંધનારા અને આઠ કર્મના બાંધનારા હોય. ૪ અથવા સાત કર્મના બાંધનારા અને એક જ કર્મનો બાંધનાર હોય. ૫ એમ છ કર્મના બાંધનારની સાથે બે ભાંગા જાણવા. અને ૬-૭ એક કર્મના બાંધનારની સાથે પણ બે ભાંગા હોય, ૮-૧૧ અથવા સાત કર્મના બાંધનારા, એક આઠ કર્મનો બાંધનાર અને એક છ કર્મનો બાંધનાર હોય-ઇત્યાદિ ચાર ભાંગા, ૧૨-૧૫ અથવા સાત કર્મના બાંધનારા, એક આઠ કર્મનો બાંધનાર અને એક એક કર્મનો બાંધનાર હોય ઇત્યાદિ ચાર ભાંગા. ૧૬-૧૦ અથવા સાત કર્મ બાંધનાર, એક છ કર્મબાંધનાર અને એક એક કર્મ બાંધનાર હોય-ઇત્યાદિ ચાર ભાંગા. ૨૦-૨૭ અથવા સાત કર્મના બાંધનારા, એક આઠ કર્મ બાંધનાર એક છ કર્મ બાંધનાર અને એક એક કર્મ બાંધનાર હોય ઇત્યાદિ આઠ ભાંગા. એ પ્રમાણે એ સત્યાવીશ ભાંગા થાય છે. એ પ્રમાણે જેમ
જ્ઞાનાવરણીય વેદતાં કર્મપ્રકૃતિઓનો બન્ધ કહ્યો તેમ દર્શનવરણીય અને અન્તરાય વેદતાં પણ બન્ધ કહેવો./૧//૬૩૯II (ટી.) હવે છવ્વીશમા પદનો આરંભ કરાય છે, તેનું આ પ્રથમ સૂત્ર છ–‘તિ અંતે'! હે ભગવન્! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે?-ઇત્યાદિ સૂત્રનો અર્થ સ્પષ્ટ છે, હવે ‘કયું કર્મ વેદતો કઈ કર્મપ્રકૃતિઓ બાંધે' એમ ઉદયની સાથે બન્ધના સંબન્ધનો વિચાર કરતા સૂત્રકાર કહે છે—'નીવે છે તે ! બાળવરીનું મં વેપમાળે વે માડીમો વંધરૂ ? હે ભગવન્! જીવ જ્ઞાનાવરણ કર્મવેદતો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે’–ઇત્યાદિ સુગમ છે. પરન્ત જ્ઞાનાવરણીય કર્મ વેદતો એક પ્રકૃતિનો બન્ધ કરનાર ઉપશાન્તમોહી કે ક્ષીણમોહી હોય છે, પણ સયોગી કેવલી હોતા નથી. કારણ કે તેને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય નથી.બહુવચનના વિચારમાં છ પ્રકૃતિનો બન્ધ કરનારા સૂક્ષ્મ સંપરાયી અને એક પ્રકૃતિનો બન્ધ કરનારા ઉપશાન્તમોહી અને ક્ષીણમોહી કદાચિત્ હોય છે અને તે એકતાદિ રૂપે વિકલ્પ હોય છે. એટલે કોઈ વાર એક હોય, કોઈવાર અનેક હોય અને કોઈ વાર ન પણ હોય. માટે એક અને અનેક એ બન્ને પ્રકારના જીવો હમેશાં ઘણા હોય છે. તેથી છ પ્રકતિના બમ્પકપદનો પ્રક્ષેપ કરતાં એકવચન અને બહવ વડે બે ભાંગા થાય છે, એ પ્રમાણે એક પ્રકૃતિના બમ્પકનો પ્રક્ષેપ કરતાં પણ બે ભાંગા થાય છે. બન્ને પદનો સાથે પ્રક્ષેપ કરીએ એટલે પૂર્વની પેઠે ચાર ભાંગા થાય છે–એમ બધા મળીને નવ ભાંગા થાય છે. એકેન્દ્રિય અને મનુષ્ય સિવાય નૈરયિકાદિ પદોમાં બહુવચનને આશ્રયી ત્રણ ભાંગા થાય છે, કારણ કે આઠ પ્રકારના કર્મનો બન્ધ કરનારા કદાચિત્ હોવાથી એકપણે અને અનેકપણે
છે. એકેન્દ્રિયોમાં ભાંગાનો અભાવ છે એટલે બીજા ભાંગા થતા નથી, કારણ કે તેમાં સાત પ્રકારના કર્મ બાંધનારા અને આઠ પ્રકારના કર્મ બાંધનારા બન્ને પ્રકારના પણ હોય છે અને તે બન્ને પ્રકારના હમેશાં ઘણા ઉપલબ્ધ થાય છે. મનુષ્યોમાં સત્યાવીશ ભાંગા થાય છે. કારણ કે આઠ કર્મ બાંધનારા, છ કર્મ બાંધનારા અને એક કર્મ બાંધનારા (ઉપશાંતમોહી અને ક્ષીણમોહી) કદાચિતું હોય છે અને તે એકત્વાદિ રૂપે વિકલ્પ હોય છે. તેમાં એઓના અભાવમાં ‘સાત કર્મ બાંધનારા હોય એ પ્રથમ ભાંગો થાય છે. અષ્ટવિધબલ્પક પદનો પ્રક્ષેપ કરવાથી તેના એકવચન અને બહુવચનના બે ભાંગા થાય છે. પવિધબલ્પક પદનો પ્રક્ષેપ કરીએ ત્યારે તેના એક અને અનેકના બે ભાંગા, એકવિધબમ્પકનો પ્રક્ષેપ કરીએ ત્યારે બે ભાંગા-એમ સાત ભાંગા થાય છે. અષ્ટવિધબક અને ષવિધબકનો પ્રક્ષેપ કરવાથી ચાર ભાંગા, અષ્ટવિધબન્ધક અને એકવિધબન્ધક પદનો પ્રક્ષેપ કરતાં ચાર ભાંગા, ષવિધબન્ધક અને એકવિધબમ્પકનો પ્રક્ષેપ કરતાં ચાર ભાંગા-એમ ઓગણીશ ભાંગા થયા. ત્યાર પછી અષ્ટવિધબશ્વક, . 250 -