________________
तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो उक्कोसठिइबंधगपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २
હે ગૌતમ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો, કર્મભૂમકપ્રતિભાગી—કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલાના જેવો યાવતુ, શ્રુતજ્ઞાનના ઉપયોગવાળો, સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ, કૃષ્ણ કે શુક્લ લેશ્યાવાળો, જ્ઞાની કે અજ્ઞાની, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામવાળો, અસંક્લિષ્ટ પરિણામવાળો કે તેને યોગ્ય વિશુદ્ધ પરિણામવાળો હોય, આવા પ્રકારનો મનુષ્ય હે ગૌતમ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ્યકર્મ બાંધે. હે ભગવન્! કેવા પ્રકારની મનુષ્યસ્ત્રી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ્ય કર્મ બાંધે? હે ગૌતમ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી કે કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલાના જેવી, યાવત્ શ્રુતના ઉપયોગવાળી, સમ્યગ્દષ્ટિ, શુક્લલેશ્યાવાળી અને તેને યોગ્ય વિશુદ્ધ પરિણામવાળી હોય, આવી મનુષ્યસ્રી હે ગૌતમ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ્ય કર્મ બાંધે. અન્તરાય કર્મ જ્ઞાનાવરણીયની પેઠે જાણવું. I૩૬૬૩૪
પ્રજ્ઞાપના ભગવતીમાં તેવીશમું કર્મપ્રકૃતિ પદ સમાસ. (ટી૦) હવે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક૨ના૨ સંબંધે પૂછે છે—‘શેક્ષાતવિદ્યું ખં ભંતે! બાળાવળિષ્ન જન્મ િનેઞો બંધ' ઇત્યાદિ. ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ શું ના૨ક બાંધે—ઇત્યાદિ સૂત્ર સુગમ છે. નૈરયિકસૂત્રમાં સાકારજ્ઞાનોપયોગવાળો, જાગૃત્–જાગતો, કારણ કે નારકોને પણ કાંઇક નિદ્રાનો અનુભવ હોય છે. તે માટે ‘જાગતો’ એમ કહ્યું છે.‘સુતોવત્તે’–શ્રુતના ઉપયોગવાળો એટલે અભિલાપ-શબ્દગોચર જ્ઞાનના ઉપયોગવાળો,તિર્યંચયોનિકસૂત્રમાં ‘મેંમૂળપત્તિમાળી' કર્મભૂમગ–કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો, તેઓના પ્રતિભાગ–સમાનપણું જેઓને છે એવા એટલે તેઓના સદેશ, જે કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી ગર્ભિણી તિર્યંચ સ્ત્રી, તેને કોઇએ અપહરણ કરી અકર્મભૂમિમાં મૂકેલી હોય તેનાથી ઉત્પન્ન થયેલો કર્મભૂમકપ્રતિભાગી– કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા જેવો કહેવાય છે. બીજા આચાર્યો આવી રીતે વ્યાખ્યા કરે છે-કર્મભૂમિમાંજ ઉત્પન્ન થયેલાને જ્યારે કોઇ અકર્મભૂમિમાં લઇ જાય ત્યારે તે કર્મભૂમકપ્રતિભાગી-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા તુલ્ય ગણાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુષ્યબંધના વિચારમાં નૈરયિક, તિર્યંચસ્ત્રી, દેવ અને દેવીઓનો પ્રતિષેધ જાણવો. કારણ કે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો નારકોમાં ઉત્પત્તિ થતી નથી. મનુષ્યસૂત્રમાં ‘સમ્મવિદ્દી વા મિચ્છાવિઠ્ઠી વા’‘સમ્યગ્દષ્ટિકેમિથ્યાદૃષ્ટિબાંધે’ એમ કહ્યું છે. કારણ કે અહીં બે ઉત્કૃષ્ટ આયુષ્ય છે, જે સાતમી નરકપૃથિવીનું આયુષ્ય બાંધે છે તે મિથ્યાર્દષ્ટિ અને અનુત્તર દેવનું આયુષ્ય બાંધે છે તે સમ્યગ્દષ્ટિ હોય છે. કૃષ્ણલેશ્યાવાળો ના૨કાયુષ્યનો બન્ધ કરે છે અને શુક્લલેશ્યાવાળો અનુત્તરદેવના આયુષ્યનો બન્ધ ક૨ે છે. અહીં સમ્યગ્દષ્ટિ અપ્રમત્તયતિ સમજવો. ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામવાળો નારકાયુષ્યનો બન્ધ કરે છે અને તેને યોગ્ય વિશુદ્ધ પરિણામવાળો અનુત્તર દેવના આયુષ્યનો બન્ધ કરે છે. મનુષ્યસ્રી સાતમી નરકપૃથિવીને યોગ્ય આયુષ્ય બાંધતી નથી, પણ અનુત્તર દેવને યોગ્ય આયુષ્ય બાંધે છે. માટે તેના સૂત્રમાં સર્વ પ્રશસ્ત જાણવું. અહીં અતિવિશુદ્ધ આત્મા આયુષ્યનો બન્ધ કરતો જ નથી. માટે તેને યોગ્ય વિશુદ્ધ પરિણામનું ગ્રહણ છે. બાકી બધું સ્પષ્ટ છે. II૩૬૬૩૪|| શ્રીમદાચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપનાટીકાના અનુવાદમાં તેવીશમું કર્મપ્રકૃતિ પદ સમાપ્ત.
અરિહંત ભગવંતે ઉત્સર્ગ અને અપવાદ બે જ માર્ગ બતાવ્યા છે. બંને મુક્તિના માર્ગ જ છે. એક ને પણ કોઈ કાળે તજાય નહીં. એ બન્ને માર્ગની આરાધના આગમોક્ત સંજોગાનુકુળ થતી હોય તો જ એ જિનાજ્ઞાની આરાધનામાં આવે. પણ જો એની આડમાં મનસ્વી રીતે ચલાતું હોય તો તે નથી ઉત્સર્ગ અને નથી અપવાદ તે તો છે ઉન્માદ.
- જયાનંદ
243