________________
श्री प्रज्ञापना सूत्र भाग २
बावीसतिमं किरियापयं जीवाईसुएगत्तपुहत्तेहिं किरियापरूवणं બધા સિદ્ધ અક્રિય—ક્રિયાના અભાવવાળા હોય છે. એમ બધે બહુવચનરૂપ એક ભ↑ હોય છે. એ પ્રમાણે નૈરયિકાદિ દંડકના અનુક્રમથી વૈમાનિક સૂત્ર સુધી જાણવું. પરન્તુ નૈરયિકો અને દેવોને આશ્રયી ત્રણ ક્રિયાવાળા પણ, ચાર ક્રિયાવાળા પણ અને ક્રિયારહિત પણ હોય છે. એમ કહેવું. બાકીના સંખ્યાતા વરસના આયુષ્યવાળા જીવોને આશ્રયી પાંચ ક્રિયાવાળા પણ હોય. એ પ્રમાણે સામાન્યપણે જીવપદને આશ્રયી ચાર દંડકો કહ્યા.
હવે નૈયિક પદને સૂત્રકા૨ કહે છે—‘ખેરવ્ ં મંતે! નીવાતો તિઝિરિણ્ પત્તે'-હે ભગવન્! નૈરિયક જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? ઇત્યાદિ. ‘વં નાવ વેમાપિહિંતો' ઇતિ. એ પ્રમાણે યાવત્ વૈમાનિકોને આશ્રયી કહેવું. અહીં યાવત્ શબ્દ હોવાથી ‘નૈયિક જીવ જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય' ઇત્યાદિરૂપ બીજો દંડક કહેલો જાણવો. બધે ઔદારિક શરીરી સંખ્યાત વરસના આયુષ્યવાળાને આશ્રયી કદાચ ત્રણ ક્રિયાવાળો હોય, કદાચ ચાર ક્રિયાવાળો હોય અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય એમ કહેવું. નૈરયિક અને દેવોને આશ્રયી પાંચમી પ્રાણવિયોગ રૂપ પ્રાણાતિપાત ક્રિયા નથી, કારણ કે તેઓનું અનપવર્તનીય આયુષ્ય છે. તેથી તેઓને આશ્રયી કદાચ ત્રણ ક્રિયાવાળો હોય અને કદાચ ચાર ક્રિયાવાળો હોય એમ કહેવું.
(પ્ર0)—નૈરયિક દેવોને આશ્રયી ચાર ક્રિયાવાળો કેમ હોય ?
(૦)— અહીં ભવનવાસી વગેરે દેવો ત્રીજી નરકપૃથિવી સુધી ગયેલા છે અને જશે. શા માટે ગયેલા છે અને જશે? પૂર્વ ભવના મિત્રની વેદના શાન્ત ક૨વા માટે અથવા પૂર્વ ભવના વૈરીને વેદના ઉત્પન્ન કરવાને માટે ત્યાં જાય છે. ત્યા૨ે અનન્ત કાળે આવું પણ થાય છે કે ત્યાં ગયેલા દેવોનારકો વડે બંધાય છે. આ સંબન્ધે મૂલટીકાકાર પણ કહે છે કે—“તત્ર તા નારવંધ્યને કૃત્યપ્પનનાત વ્ થશ્ચિત્ સંભવમાત્રમિતિ'' ત્યાં ગયેલા દેવો નારકો વડે બંધાય છે, આ પણ અનન્તકાળે સંભવ છે. અહીં પ્રશ્ન કરે છે કે—નારકને બેઇન્દ્રિયાદિ જીવોને આશ્રયી કાયિકી વગેરે ક્રિયા કેવી રીતે હોય?
(૩૦)— અહી નારકોએ પૂર્વ ભવનું શરીર વિવેક-વિરતિના અભાવથી વોસરાવ્યું નથી અને વિવેકનો અભાવ ભવનિમિત્તક હોય છે. તેથી તે જીવે બનાવેલું શ૨ી૨ જ્યાં સુધી શ૨ી૨પરિણામનો સર્વથા ત્યાગ ન કરે ત્યાં સુધી અંશથી પણ શરી૨ પરિણામને પ્રાપ્ત થયેલું પૂર્વ ભાગની અપેક્ષાએ ઘીના ઘડાની પેઠે ‘આ તેનું શરીર છે’ એમ કહેવાય છે. જેમ ઘીથી ભરેલો ઘડો ઘી કાઢી લેવા છતાં પણ ‘ધૃતઘટ’ એમ કહેવાય છે, તેમ તે શરીર પણ તેણે બનાવેલું હોવાથી ‘તેનું આ શરીર છે’ એમ કહેવાય છે. તેથી તે શરીરના એક ભાગરૂપ અસ્થિ વગેરેથી જે કોઇ અન્ય પ્રાણાતિપાત–હિંસા કરે છે, માટે પૂર્વે બનાવેલા શ૨ી૨નો જીવ પણ કાયિકી આદિ ક્રિયાઓ વડે જોડાય છે. કારણ કે તેણે તેને વોસરાવ્યું નથી. તેમાં આ પાંચે ક્રિયાઓની ભાવના આ પ્રમાણે છે— તેના શરીરનો વ્યાપાર થતો હોવાથી કાયિકી, ‘શરી૨ અધિકરણ પણ છે' એમ પૂર્વે કહ્યું છે તેથી અધિકરણિકી. પ્રાદેષિકી વગેરે આ પ્રમાણે છે—જ્યારે તે જ શરીરના એક ભાગને અભિઘાત વગેરે ક૨વામાં સમર્થ જોઇને કોઇપણ હિંસા કરવામાં તત્પર થયેલો અને હિંસાને પાત્ર બેઇન્દ્રિયાદિને વિષે જેને ક્રોધાદિનું કારણ ઉત્પન્ન થયું છે એવો આત્મા ‘આ શસ્ત્ર ઘાત ક૨વામાં સમર્થ છે' એમ વિચારતો અતિશય ક્રોધાદિ ભાવને પ્રાપ્ત થાય છે અને પીડા ઉત્પન્ન કરે છે તથા પ્રાણવિયોગ કરે છે ત્યારે તે સંબંધી પ્રાદ્ધેષિકી વગેરે ક્રિયાનું કારણ હોવાથી નૈગમ નયના મતે તેને પણ પ્રાāષિકી, પરિતાપનિકી અને પ્રાણાતિપાતક્રિયા યથાયોગ્યપણે હોય છે. જેમ નૈરિયક પદમાં ચાર દંડકો કહ્યા છે તેમ બાકીના અસુરકુમારાદિ ત્રેવિશે દંડકોમાં ચાર ચાર દંડકો કહેવા. પરન્તુ જીવપદમાં અને મનુષ્યપદમાં ‘ક્રિયારહિત પણ હોય' એમ કહેવું. વિરતિની પ્રાપ્તિમાં શરીર વોસિરાવેલ હોવાથી શરીરનિમિત્તકક્રિયાનો અસંભવ છે. બાકીના જીવો અક્રિય હોતા નથી, કારણ કે વિરતિના અભાવથી ભવાન્તરના શરીરને વોસરાવેલું નહિ હોવાથી તેને અવશ્ય ક્રિયાનો સંભવ છે એ પ્રમાણે સામાન્યપણે જીવપદે એક અને બાકીના નૈરયિકાદિ ચોવીશ સ્થાનકો મળી બધી પચીશ સંખ્યા થાય છે અને એક એક સ્થાનકે ચાર ચાર દંડકો થતા હોવાથી સર્વ મળી સો દંડક થાય છે. ।।૬।।૫૮૮॥
180