________________
श्री प्रज्ञापना सूत्र भाग २
अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं चउत्थं कायदारं
- અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા હજાર વરસો સુધી હોય. નિગોદ પર્યાપ્ત અને બાદર નિગોદ પર્યાપ્ત સંબંધ પૃચ્છા. હે ગૌતમ! બન્નેને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી હોય. હે ભગવન્! બાદર ત્રસકાયિક પર્યાપ્ત બાદર ત્રસકાયિક પર્યાપ્તા' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક
અધિક બસોથી નવસો સાગરોપમ સુધી હોય. ૪ ધારા/પ//પ૩૬// (ટી૦) હવે કાયદ્વારની અંદર સમાવેશ થતો હોવાથી સૂક્ષ્મકાયિકાદિ જીવોનું નિરૂપણ કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છેસુને માં અંતે –ઇત્યાદિ. હે ભગવન્! સૂક્ષ્મકાયિક “સૂક્ષ્મ ઇતિ–સૂક્ષ્મત્વ પર્યાયસહિત નિરંતર કાળની અપેક્ષાએ ક્યાં સુધી હોય? ભગવાન! ઉત્તર આપે છે–ોયમા! નદ'– ગૌતમ! જઘન્યથી ઇત્યાદિ. આ પણ સૂત્ર સાંવ્યવહારિક જીવો સંબધે જાણવું. અન્યથા ઉત્કૃષ્ટથી “અસંખ્યાતો કાળ હોય –એ ઉત્તર કહ્યો છે તે ઘટી શકે નહિ. કારણ કે અસંવ્યવહારરાશિમાં રહેલા સૂક્ષ્મ નિગોદ જીવોનું અનાદિપણું પૂર્વે સિદ્ધ કર્યું છે. “વેરો તોn—ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ હોય. એટલે અસંખ્યાતા લોકાકાશને વિષે પ્રતિસમય એક એક પ્રદેશને ગ્રહણ કરતાં જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણી થાય તેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ હોય છે. સૂક્ષ્મ વનસ્પતિકાય સૂત્ર પણ પૂર્વોક્ત યુક્તિથી સાંવ્યવહારિક જીવ સંબન્ધ જાણવું. તથા પર્યાપ્તા અને અપર્યાપ્તા સામાન્યતઃ અને પૃથિવીકાયિકાદિ વિશેષણ સહિત સૂક્ષ્મ જીવો નિરન્તર હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત કાળ પર્યન્ત હોય, પણ તે પછી ન હોય. તે માટે તે વિષયના સૂત્ર સમુદાયમાં બધે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત કહ્યું છે. બાદર સામાન્ય સૂત્રમાં અસંખ્યાત કાળ કહ્યો છે તેની વિશેષતા જણાવે છેઅસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી હોય છે. આ કાળને આશ્રયી પરિમાણ કહ્યું. હવે ક્ષેત્રને આશ્રયી પરિમાણ બતાવે છે– સંત સંવેજ્ઞમાણો' અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. એટલે અંગુલના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશ પ્રદેશો હોય. તેમાંથી પ્રતિસમય એક એક પ્રદેશને ગ્રહણ કરતાં જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી–અવસર્પિણી થાય તેટલી હોય છે. (પ્ર)–અંગુલનાં અસંખ્યાતમો ભાગમાત્ર છતાં તેમાંથી પ્રતિસમય એક એક પ્રદેશ ગ્રહણ કરવામાં આવે તો શી રીતે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી થાય? (ઉ0)–ક્ષેત્રનું સૂક્ષ્મપણું હોવાથી થાય છે. કહ્યું છે કે–“સુદુનો રોડ #ાનો તત્તો સુહુમય હવ૬ વિત્ત''1-સૂક્ષ્મ કાળ છે અને તેથી ક્ષેત્ર વધારે સૂક્ષ્મ છે. આ સૂત્ર બાદર વનસ્પતિકાયની અપેક્ષાએ સમજવું. કારણ કે તે સિવાય અન્ય બાદરની એટલા કાળની સ્થિતિની અસંભવ છે. બાકીના બધા સૂત્રો દ્વારની સમાપ્તિ સુધી સુગમ છે. ૪ કાયદ્વાર સમાપ્ત. //પ/પ૩૬ll. ૧, સંક્ષેપમાં કાયસ્થિતિ : કાયસ્થિતિ એટલે જે પુનઃ પુનઃ મરણ પામી તેને તેજ કાયમાં ઊપજે તેને કાયસ્થિતિ કહે છે. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય અને વાયુકાય, એ ચાર એકેન્દ્રિયમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ જાણવી. સારાંશ કે જો પૃથ્વીકાયનો જીવ મરણ પામી પામીને ફરી તે જ કાયમાં ઉપજે પણ પોતાની કાયને મૂકે નહીં તો અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી રહે. ઉત્સર્પિણી-અવસર્પિણીની વ્યાખ્યા - દશ કોડાકોડી સાગરોપમે એક ઉત્સર્પિણી થાય અને દશ કોડાકોડી સાગરોપમે એક અવસર્પિણી થાય. એ પ્રમાણે વીશ કોડાકોડી સાગરોપમે એક કાળચક્ર થાય. એ કાળમાન ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રની અપેક્ષાએ જાણવું. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળની છે. એ કાયસ્થિતિ વ્યવહાર રાશિ જીવને સંભવે છે. કારણ કે , વ્યવહારરાશિયો જીવ મરણ પામી નિગોદમાં જાય તો અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ રહીને પાછો વ્યવહાર રાશિમાં આવે છે. એટલે અત્ર મરૂદેવા માતાના દૃષ્ટાંત સાથે વ્યભિચાર આવતો નથી. કારણ કે મરૂદેવા અનાદિ નિગોદી છે. તેમને કાયસ્થિતિનું એ પ્રમાણ નથી, બેઇન્દ્રિય, ઇન્દ્રિય અને સૌરિન્દ્રિય, એ પ્રત્યેકને સંખ્યાતા હજાર વર્ષ કાયસ્થિતિ જાણવી. પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યને સાત આઠ ભવની કાયસ્થિતિ જાણવી, એ આઠે ભવે કરી કાળમાન ત્રણ પલ્યોપમ અને સાત પૂર્વ કોટી ઉત્કૃષ્ટ જાણવો. દેવ અને નારકી મરણ પામી ફરી દેવ નારકીમાં ઉપજે નહીં. તે માટે દેવ તથા નારકીને કાયસ્થિતિ નથી.
*
*
*
94