________________
चोद्दसमं कसायपयं कसायउप्पत्तिपरूवणा
श्री प्रज्ञापना सूत्र भाग १
ઉત્પન્ન થયેલો હોય તે, તાત્પર્ય એ છે કે પોતે આચરેલા દુરાચારનું ફળ એહિક દુઃખરૂપ જાણીને કોઇક પોતાના ઉપર જ ગુસ્સો કરે ત્યારે આત્મપ્રતિષ્ઠિત ક્રોધ કહેવાય છે. ૨ જ્યારે બીજો આક્રોશ-તિરસ્કાર વગેરે કરવાથી ગુસ્સો ઉત્પન્ન કરે ત્યારે તેના ઉપર ક્રોધ થાય છે તે ૫૨પ્રતિષ્ઠિત. આ નૈગમનયના મતથી કથન છે. કારણ કે નૈગમનય તેના વિષયમાત્ર વડે તેને વિષે સ્થિતિ માને છે. જેમ કે ‘જીવમાં સમ્યગ્દર્શન, અજીવમાં સમ્યગ્દર્શન’—ઇત્યાદિ આઠ ભાંગા સમ્યગ્દર્શનના અધિકરણના વિચારપ્રસંગે 'આવશ્યક સૂત્રમાં કહેલા છે. ૩. તદુભયપ્રતિષ્ઠિત–પોતાને અને પરને અવલંબીને જે ક્રોધ થયેલો હોય તે. જેમ કે કોઇ મનુષ્ય તેવા પ્રકારનો અપરાધ કરવાથી પોતાના ઉ૫૨ અને બીજાના ઉપર ગુસ્સો કરે તે. ૪. અપ્રતિષ્ઠિત–જ્યારે પોતાના દુરાચાર કે પરના આક્રોશાદિ સિવાય કેવળ ક્રોધવેદનીયના ઉદયથી નિષ્કારણ કોપ થાય છે તે, તે ક્રોધ આત્મપ્રતિષ્ઠિત નથી, કારણ કે પોતાનો દુરાચાર નહિ હોવાથી પોતાનો આત્મા તે ક્રોધનો વિષય થતો નથી, તેમ પરપ્રતિષ્ઠિત પણ નથી, કારણ કે બીજો નિરપરાધી હોવાથી અને તેના ઉપર અપરાધની સંભાવના નહિ હોવાથી તે પણ ક્રોધનો વિષય નથી, તેમ ઉભયપ્રતિષ્ઠિત પણ નથી. વળી કોઇને કદાચિત્ એ પ્રમાણે કેવળ ક્રોધવેદનીયના ઉદયથી ક્રોધ ઉત્પન્ન થાય છે, અને તે પાછળથી કહે છે–‘અરે મને નિષ્કારણ ગુસ્સો ઉત્પન્ન થયો હતો, કારણ કે કોઇ પણ મારું ખરાબ બોલતું નથી, તેમ મારું કંઇ બગાડતું નથી.’ માટેજ પૂર્વના મહર્ષિઓએ કહ્યું છે—
सापेक्षाणि निरपेक्षाणि च कर्माणि फलविपाकेषु । सोपक्रमं निरुपक्रमं च दृष्टं यथाऽऽयुष्कम् ||
કર્મો ફળવિપાકમાં સાપેક્ષ અને નિરપેક્ષ હોય છે. જેમ કે આયુષ્ય સોપક્રમ-ઉપક્રમસાપેક્ષ અને નિરુપક્રમ-ઉપક્રમનિરપેક્ષ હોય છે. એ પ્રમાણે માન, માયા અને લોભ પણ આત્મપ્રતિષ્ઠિત, ૫૨પ્રતિષ્ઠિત, ઉભયપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત જાણવા. ॥૨॥૪૨૦૦
|| વસાયઃવૃત્તિવવા ||
कतिहि णं भंते! ठाणेहिं कोहुप्पत्ती भवति ? गोयमा ! चठहिं ठाणेहिं कोहुप्पत्ती भवति, तं जहा - खेत्तं पडुच्च, वत्युं पडुच्च, सरीरं पडुच्च, उवहिं पडुच्च । एवं नेरइयादीणं जाव वेमाणियाणं । एवं माणेण वि मायाए वि लोभेण वि, एवं एते वि चत्तारि दंडगा । सू० - ३ ।। ४२१।।
(મૂળ) હે ભગવન્! કેટલાં સ્થાનોએ ક્રોધની ઉત્પત્તિ થાય છે? હે ગૌતમ! ચાર સ્થાનોએ ક્રોધની ઉત્પત્તિ થાય છે. તે આ
પ્રમાણે−૧ ક્ષેત્રને આશ્રયી, ૨ વસ્તુને આશ્રયી, ૩ શરીરને આશ્રયી અને ૪ ઉપધિને આંશ્રયી. એ પ્રમાણે નૈયિકોથી
માંડી વૈમાનિક સુધી જાણવું. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. એ ચાર દંડકો કહ્યા. ૩/૪૨૧॥ (ટી૦) એ પ્રમાણે અધિકરણના ભેદથી ક્રોધનો ભેદ કહ્યો, હવે કારણના ભેદથી ભેદ બતાવે છે—‘ઋતિહિાં મંતે! નાખેલિં જોદુપ્પત્તી હવદ્' ઇત્યાદિ.−‘હે ભગવન્! કેટલાં સ્થાને ક્રોધની ઉત્પત્તિ થાય છે?‘તિષ્ઠન્ત્યમિરિતિ સ્થાનાનિ' જે વડે કાર્યની
१. नाणावरणिज्जस्स य दंसणोमोहस्स तह खओवसमे। जीवमजीवे अट्ठसु भंगेसु उ होइ सव्वत्य ॥
જ્ઞાનાવરણીયનો તથા દર્શનમોહનીયનો ક્ષયોપશમ જીવ અને અજીવ સંબન્ધી આઠ ભાંગાઓમાં બધે હોય છે. તે ભાંગા આ પ્રમાણે - ૧ જીવ, ૨ અજીવ, ૩ બહુ જીવ, ૪ બહુ અજીવ, ૫ જીવ અને અજીવ, ૬ જીવ અને બહુ અજીવ, ૭ બહુ જીવ અને અજીવ, ૮ બહુ જીવો અને બહુ અજીવોએ આઠ ભાંગાઓમાં સમ્યગ્દર્શન હોય છે. તેમાં જિનના ઉપદેશથી દર્શનમોહનો ક્ષયોપશમ થયેલો હોય તો જિવને વિષે સમ્યગ્દર્શન કહેવાય છે. ૧ તેમાં એક જિનપ્રતિમા નિમિત્ત હોય તો અજીવને વિષે કહેવાય છે. ૨ તેમાં ઘણા સાધુઓ નિમિત્ત હોય તો બહુ જીવો સમ્યગ્દર્શનનું અધિક૨ણ કહેવાય છે. ૩. ઘણી પ્રતિમાઓ નિમિત્ત હોય તો બહુ અજીવો સમ્યગ્દર્શનનું અધિકરણ છે. ૪. એક સાધુ અને એક જિનબિંબ સમ કાળે નિમિત્ત હોય તો જીવ અને અજીવ અધિકરણ છે, ૫. એક સાધુ અને ઘણી જિનપ્રતિમાઓ નિમિત્ત હોય તો જીવ અને બહુ અજીવો અધિકરણ છે. ૬. ઘણા સાધુઓ અને એક જિનબિંબ નિમિત્ત હોય તો બહુ જીવો અને અજીવ સમ્યગ્દર્શનનું અધિકરણ છે. ૭. ઘણા સાધુઓ અને ઘણા જિનબિંબો નિમિત્ત હોય તો બહુ જીવો અને અજીવો સમ્યગ્દર્શનનું અધિકરણ છે. ૮. જુઓ. આ. સ. આવશ્યકટીકા. પૃ. ૩૮૦
433