________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तेरसमं परिणामपयं जीवपरिणामपरूवणा તેવા પ્રકારનો ગતિરૂપ પરિણામ તે ગતિપરિણામ. ૨ ‘જ્ઞ ્ ' ધાતુ એશ્વર્ય અર્થમાં છે, જ્ઞાનરૂપ પરમ એશ્વર્યના સંબન્ધથી ઇન્દ્ર– આત્મા કહેવાય છે, તેનું ચિહ્ન તે ઇન્દ્રિય. અહીં ‘ઇય’ પ્રત્યય થયો છે. ઇન્દ્રિયરૂપ પરિણામ તે ઇન્દ્રિયપરિણામ. ૩ ‘ષન્તિહિંસનિ પરસ્પર પ્રાશિનોઽસ્મિન્'-જેમાં પ્રાણીઓ ૫રસ્પર હિંસા કરે તે કષ–સંસાર, તેને અયો—પ્રાપ્ત કરાવે છે તે કષાયો, તે રૂપ આત્માનો પરિણામ તે કષાયપરિણામ. ૪ લેશ્યા વગેરેનો શબ્દાર્થ આગળ કહેવાશે. લેશ્યા એ યોગના પરિણામરૂપ છે. લેશ્યારૂપ પરિણામ તે લેશ્યાપરિણામ. ૫ મન, વચન અને કાયાના યોગરૂપ પરિણામ તે યોગપરિણામ. ૬ ઉપયોગ–ચેતનાશક્તિના વ્યાપારરૂપ પરિણામ તે ઉપયોગપરિણામ. એ પ્રમાણે ૭ જ્ઞાનપરિણામ, ૮ દર્શનપરિણામ, ૯ ચારિત્રપરિણામ અને ૧૦ વેદપરિણામ સમ્બન્ધ વિચાર કરવો.
હવે આ દસ પ્રકારના પરિણામોને એ પ્રકારે ક્રમથી કહેવાનું પ્રયોજન બતાવે છે–૧ તે તે ઔદયિકાદિ ભાવને આશ્રિત સર્વ ભાવો ગતિપરિણામ સિવાય પ્રગટતા નથી, તેથી પ્રથમ ગતિપરિણામ કહ્યો છે. ૨ ગતિપરિણામ થવાથી અવશ્ય ઇન્દ્રિયપરિણામ થાય છે માટે ત્યારપછી ઇન્દ્રિયપરિણામ કહ્યો છે. ૩ ઇન્દ્રિયપરિણામ થવાથી ઇષ્ટ અને અનિષ્ટ વિષયના સંબન્ધથી રાગદ્વેષનો પરિણામ થાય છે માટે ત્યારબાદ કષાયપરિણામનું કથન કરેલું છે. કષાયપરિણામ અવશ્ય લેશ્યાપરિણામ સિવાય હોતો નથી, તે આ પ્રમાણે—લેશ્યાપરિણામ સયોગી કેવળી સુધી હોય છે, કારણ કે લેશ્યાની સ્થિતિના નિરૂપણના અવસરે લેશ્યાધ્યયનમાં શુક્લલેશ્યાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે–‘શુક્લલેશ્યાની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ ન્યૂન પૂર્વ ક્રોડ વરસની છે. અને શુક્લ લેશ્માની ઉત્કૃષ્ટ નવ વરસ ન્યૂન પૂર્વ કોટિ વરસની સ્થિતિ સયોગી કેવલીને વિષે જ ઘટી શકે, બીજે ઘટી શકતી નથી, અને કષાય પરિણામ સૂક્ષ્મ સંપ૨ાય ગુણસ્થાનક સુધી હોય છે. જ્યાં કષાયપરિણામ હોય છે, ત્યાં અવશ્ય લેશ્યાપરિણામ હોય છે, અને લેશ્યાપરિણામ કષાયપરિણામ સિવાય પણ હોય છે, માટે કષાયપરિણામની પછી લેશ્યાપરિણામ કહ્યો છે. પણ લેશ્યાપરિણામની પછી કષાયપરિણામ કહ્યો નથી. ૫ લેશ્યાપરિણામ યોગના પરિણામરૂપ છે, કારણ કે ‘યોગપરિણામો લેશ્યા’ એવું શાસ્ત્રનું વચન છે. આ અર્થ લેશ્યાપદમાં સવિસ્ત૨૫ણે યુક્તિપૂર્વક કહેવામાં આવશે. માટે લેશ્યાપરિણામ કહ્યા પછી યોગપરિણામ કહ્યો છે. સંસારી જીવોને યોગનો પરિણામ થયા પછી ઉપયોગનો પરિણામ થાય છે, માટે યોગપરિણામ પછી ઉપયોગપરિણામનું કથન કર્યું છે. ૭ ઉપયોગ પરિણામ થવાથી જ્ઞાનપરિણામ થાય છે, માટે ત્યાર પછી જ્ઞાનપરિણામ કહ્યો છે. ૮ જ્ઞાનપરિણામ બે પ્રકારે છે—સમ્યગ્ જ્ઞાનપરિણામ અને મિથ્યા જ્ઞાનપરિણામ. તે બન્ને પ્રકારના જ્ઞાનપરિણામ સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન સિવાય થતા નથી, માટે ત્યાર પછી દર્શનપરિણામનું કથન કર્યું છે. ૯ સમ્યગ્દર્શન પરિણામ થવાથી જીવોને જિનવચનશ્રવણ દ્વારા નવા નવા સંવેગનો આવિર્ભાવ થવાથી ચારિત્રાવ૨ણ કર્મના ક્ષયોપશમ વડે ચારિત્રપરિણામ થાય છે, માટે દર્શનપરિણામ પછી ચારિત્રપરિણામ કહ્યો છે. ૧૦ ચારિત્રપરિણામથી મહાસત્ત્વવાળા આત્માઓ વેદપરિણામનો નાશ કરે છે, માટે ચારિત્રપરિણામની પછી વેદપરિણામ કહ્યો છે. ૧૪૧૪॥ ગતિપાિમે જં મંતે! તિવિષે પત્નત્તે?ગોયમા! પવિદે વનત્તે,તંના-નયાતિષાિમે, તિયિાતિપાિમે, मणुयगतिपरिणामे, देवगतिपरिणामे १ | इंदियपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा! पंच विधे पन्नत्ते, तं जहा-सोतिंदियपरिणामे, चक्खिंदियपरिणामे, घाणिंदियपरिणामे, जिब्मिंदियपरिणामे, फासिंदियपरिणामे २ । कसायपरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! चउव्विहे पन्नत्ते, तं जहा- कोहकसायपरिणामे, माणकसायपरिणामे, मायाकसायपरिणामे, लोभकसायपरिणामे ३ । लेस्सापरिणामे णं भंते! कतिविधे पन्नत्ते ? गोयमा ! छव्विहे पन्नत्ते, तं जहा - कण्हलेस्सापरिणामे, नीललेस्सापरिणामे, काउलेस्सापरिणामे, तेउलेस्सापरिणामे, पम्हलेस्सापरिणामे, सुक्कलेस्सापरिणामे ४ । जोगपरिणामे णं भंते! कइविहे पन्नत्ते ? गोयमा ! तिविधे पन्नत्ते, तं जहां- मणजोगपरिणामे, वइजोगपरिणामे कायजोगपरिणामे ५। उवओगपरिणामे णं भंते! कइविहे पन्ते ?
424