________________
श्री प्रज्ञापना सूत्र भाग १
एक्कारसमं भासापयं भासादबभेयणपरूवणं છે–અહીં પ્રથમ ભાષા દ્રવ્યનું ગ્રહણ નિરન્તર કહ્યું, કારણ કે– મધુસમયે વિરહિયં નિરંતર 'પ્રતિસમય અવિરહિતપણે નિરંતર ગ્રહણ કરે છે–એમ હમણાં જ સૂત્ર કહ્યું, તેથી નિસર્ગ-મૂકવું પણ પ્રથમ સિવાયના બાકીના સમયમાં નિરંતર માનવું જોઈએ, કારણ કે ગ્રહણ કર્યા પછીના સમયે અવશ્ય નિસર્ગ-મૂકવાનું હોય છે. માટે “સાત નિવૃતિ નો નિરન્તરમ' તિ-સાન્તર મૂકે છે, નિરંતર મૂકતો નથી, એ ગ્રહણની અપેક્ષાએ સમજવું, તે આ પ્રમાણે-જે સમયે જે ભાષાદ્રવ્યો ગ્રહણ કરે છે તેને તે સમયે મૂકતો નથી. જેમ કે પ્રથમ સમયે ગ્રહણ કરેલાં ભાષાદ્રવ્યો તેજ પ્રથમ સમયે મૂકતો નથી, પણ પૂર્વ પૂર્વના સમયે ગ્રહણ કરેલા પછી પછીના સમયે મૂકે છે. માટે નિસર્ગ ગ્રહણ પૂર્વક હોય છે, કારણ કે ગ્રહણ કર્યા સિવાય નિસર્ગ હોતો નથી, માટે સાન્તરે નિસર્ગ કહ્યો છે. એ સંબન્ધ ભાષ્યકાર કહે છે–પ્રતિસમય નિરન્તર ગ્રહણ કરવાનું કહ્યું છે, તો મૂકવાનું પણ નિરંતર કહેવું જોઈએ, તો સાન્તર (અત્તર પૂર્વક) મૂકવાનું કેમ કહ્યું? ઉત્તર–ગ્રહણની અપેક્ષાએ મૂકવું સાન્તર કહ્યું છે, કારણ કે જે સમયે જે ભાષા દ્રવ્યો ગ્રહણ કરેલાં છે તેને તે સમયે નિરન્તર મૂકતો નથી, જેમ પ્રથમ સમયે (ગ્રહણ કરે છે પણ) મૂકતો નથી. ગ્રહણ કર્યા સિવાય મૂકતો નથી માટે ગ્રહણનું અત્તર હોવાથી સાન્તર મૂકે છે. તાત્પર્ય એ છે કે ગ્રહણની અપેક્ષાએ નિસર્ગ સાન્તર છે અને સમયની અપેક્ષાએ નિરન્તર છે, કારણ કે દ્વિતીયાદિ બધા સમયમાં નિરન્તર નિસર્ગ હોય છે, એજ બાબત સૂત્રકાર સ્પષ્ટ કરે છે–“સાંતાં નિરમાનો પર્વ સમi ૬, ળ સમા ' ઈતિ-સાન્તરપણે ગ્રહણ કરતો એક સમયે-પૂર્વ પૂર્વના સમયે ગ્રહણ કરે છે અને એક સમયે-પછી પછીના સમયે મૂકે છે. અથવા ગ્રહણની અપેક્ષાએ નિસર્ગ–મૂકવાનું હોવાથી એક સમયે–પ્રથમ સમયે ગ્રહણ જ કરે છે, પણ મૂકતો નથી, કારણ કે ગ્રહણ કર્યા સિવાય મૂકવાનું હોતું નથી. અને એક છેલ્લા સમયે મૂકે જ છે, પણ ગ્રહણ કરતો નથી. કારણ કે બોલવાની ઇચ્છા બન્ધ થતાં ભાષાવર્ગણાના ગ્રહણનો સંભવ નથી, બાકીના દ્વિતીયાદિ સમયોમાં એક સાથે ગ્રહણ અને નિસર્ગ કરે છે. તે નિરન્તર જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા સમય સુધી હોય છે. એજ બાબત સૂત્રકાર કહે છે–“કહળનિસરણોવાળું વહvuli હુસમક્યું, ૩ોસે ઉનસમર્થ મનોમુત્તિમાં હાિસર વારેઆ ગ્રહણ અને નિસર્ગના ઉપાયપ્રયત્ન વડે જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતસમયના પરિમાણવાળા અન્તર્મુહૂર્ત સુધી ગ્રહણ અને નિસર્ગ કરે છે. જીવે નું અંત! નાડું બ્રાઉં–હે ભગવન્! જીવે ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો મૂકે છે, તે ભિન્ન મૂકે છે કે અભિન્ન મૂકે છે-ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે-“હે ગૌતમ! ભિન્ન-ભેદાયેલાં પણ મૂકે છે અને અભિન્ન-નહિ ભેદાયેલાં પણ મૂકે છે. અહીં આ ભાવાર્થ છે–વક્તાના બે પ્રકાર છે-મન્દપ્રયત્નવાળો અને તીવ્રપ્રયત્નવાળો. તેમાં જે વ્યાધિવિશેષથી કે અનાદરથી મન્દપ્રયત્નવાળો છે તે તેવાજ પ્રકારના પૂલ ખંડવાળાં ભાષા દ્રવ્યો મૂકે છે અને જે આરોગ્યાદિગુણયુક્ત અને તથાવિધ આદરભાવથી તીવપ્રયત્નવાળો છે તે ભાષાદ્રવ્યોને ગ્રહણ અને મૂકવાના પ્રયત્નવડે અનેક ખંડ કરીને મૂકે છે. એ સંબન્ધ ભાષ્યકાર કહે છ–કોઈ મન્દપ્રયત્નવાળો વક્તા સકલ-સંપૂર્ણ નહિ ભેદાયેલાં સર્વદ્રવ્યોને મૂકે છે અને બીજો તીવપ્રયત્નવાળો ભાષાદ્રવ્યોને ભેદીને ખંડો કરીને મૂકે છે. તે માટે કહ્યું છે કે fખન્ના નિસર, ખિન્ના નિસર, નાડું ખાવું નિસર –ભેદાયેલાં પણ મૂકે છે અને નહિ ભેદાયેલા પણ મૂકે છે. તીવ્રપ્રયત્નવાળો વક્તા પ્રથમથી જ જે ભેદાયેલાં ભાષા દ્રવ્યોને મૂકે છે તે સૂક્ષ્મ હોવાથી અને ઘણાં હોવાથી ઘણાં અન્ય દ્રવ્યોને વાસિત કરે છે, અને તે અન્ય દ્રવ્યોને વાસિત કરતાં હોવાથી અનન્તગુણવૃદ્ધિથી વધતાં છ એ દિશાએ લોકાત્તનો સ્પર્શ કરે છે, એ સંબધે કહ્યું છે કે તે “ભદાયેલાં દ્રવ્યો સૂક્ષ્મ હોવાથી અનન્તગુણ વૃદ્ધિવડે લોકાત્તને પ્રાપ્ત થાય છે, અને ભાષાવડે નિરંતર લોકને પૂર્ણ કરે છે.' મન્દપ્રયત્નવાળો વતા પૂર્વે જેવા પ્રકારનાં જે ભાષાદ્રવ્યો હતો તેવાજ પ્રકારના બધાં અભિન્ન-નહિ ભેદાયેલાં દ્રવ્યોને ભાષાપણે પરિણાવી મૂકે છે અને તે અસંખ્યાતી અવગાહનાવર્ગણા સુધી જઇને ભેદાય છે. એટલે એક એક ભાષાદ્રવ્યના આધારભૂત અસંખ્યપ્રદેશાત્મક ક્ષેત્રના વિભાગ રૂપ અવગાહનાઓના અસંખ્યાતા વર્ગણા–સમુદાયો ઓળંગી પછી તે ભાષા દ્રવ્યો ભેદાય છે અને તે ભેદાયેલા ભાષા દ્રવ્યો સંખ્યાતા યોજન સુધી જઈને નાશ પામે છે-શબ્દપરિણામનો ત્યાગ કરે છે. કહ્યું છે કે “અભિન્ન ભાષાદ્રવ્યો 390