________________
श्री प्रज्ञापना सूत्र भाग १
एक्कारसमं भासापयं भासादव्वगहणाइपरूवणं આદિમાં (પ્રથમ સમયે), મધ્યમાં કે અન્તમાં (છેલ્લા સમયે) ગ્રહણ કરે છે? હે ગૌતમ! આદિમાં, મધ્યમાં અને અન્તે ગ્રહણ કરે છે. હે ભગવન્! જે આદિમાં, મધ્યે અને અન્ને ગ્રહણ કરે છે તે સ્વ વિષય (સ્પષ્ટ અવગાઢ અને અનન્તરાવગાઢ રૂપ) દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અવિષયને ગ્રહણ કરે છે? હે ગૌતમ! સ્વવિષયને ગ્રહણ કરે છે, પણ અવિષયને ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે સ્વવિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે આનુપૂર્વી—અનુક્રમે કે અનાનુપૂર્વી (ક્રમ સિવાય) ગ્રહણ કરે છે? હે ગૌતમ! અનુક્રમે ગ્રહણ કરે છે, પણ ક્રમ સિવાય ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે અનુક્રમે ગ્રહણ કરે છે તે શું ત્રણ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે યાવત્ છ દિશાથી આવેલા ગ્રહણ કરે છે? હે ગૌતમ! અવશ્ય છ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે. “સૃષ્ટ, અવગાઢ, અનન્તર, અણુ (સૂક્ષ્મ), બાદર, ઊર્ધ્વ, અધો, આદિ, ,સ્વવિષય, આનુપૂર્વી, અને અવશ્ય છ દિશાઓને આશ્રયી ગ્રહણ દ્રવ્ય [હોય છે] ભાષા સંબંધે કહ્યું. ર૫૩૯૬॥ (ટી) હવે ભાષાદ્રવ્યના ગ્રહણાદિ સંબન્ધે સંશયો દૂર કરવા પ્રશ્ન ક૨ે છે—‘હે ભગવન્! જીવ જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે' ઇત્યાદિ પાઠ સુગમ છે પરંતુ સ્થિત–ગમનક્રિયારહિત દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ અસ્થિત દ્રવ્યો ગ્રહણ કરતો નથી.
દ્રવ્યથી વિચારતાં અનન્ત પરમાણુરૂપ ભાષા સ્કન્ધો ગ્રહણ કરે છે, પણ એક પરમાણુ, બે પરમાણુ વગેરેના સ્કો ગ્રહણ કરતો નથી. કારણ કે તેઓ સ્વભાવથી જ જીવોને ગ્રહણ કરવાને અયોગ્ય છે. ક્ષેત્રના વિચારમાં અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, કારણ કે એક પ્રદેશાદિ અવગાઢ દ્રવ્યો તેવા પ્રકારના સ્વભાવથી જ ગ્રહણને અયોગ્ય છે. કાળથી વિચાર કરતાં એક સમયની સ્થિતિવાળાં યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે, કારણ કે પુદ્ગલોની અસંખ્યાતા કાળ સુધી સ્થિતિનો સંભવ છે. ભગવતી સૂત્રમાં સૈજ અને નિરેજ પુદ્ગલોની સ્થિતિની સ્થિતિના વિચારમાં કહ્યું છે—‘હે ભગવન્! અનન્તપ્રદેશિક સ્કન્ધ કેટલા કાળ સુધી સૈજ–સકમ્પ હોય? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ હોય. નિરેજ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ સુધી હોય છે.’ તે ગ્રહણ કરેલા દ્રવ્યો ગ્રહણ પછીના સમયે અવશ્ય છૂટે છે–એ સ્વભાવ છે અને તે પછીના સમયે ગ્રહણ થાય છે. બીજા આચાર્યો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે–‘એક સમયની સ્થિતિવાળાં દ્રવ્યો ભાષાના આદિ પરિણામની અપેક્ષાએ જાણવાં, કારણ કે પુદ્ગલોનો વિચિત્ર પરિણામ છે, તેથી એક પ્રયત્નથી ગ્રહણ કરેલાં અને છોડેલાં છતાં પણ કેટલાક એક સમય સુધી ભાષાપણે રહે છે, કેટલાક બે સમય સુધી, યાવત્–કેટલાક અસંખ્યાતા સમય સુધી રહે છે.’ તથા ‘હળવ્વાડું' વૃદ્ધત્તે ત્તિ પ્રદ્દળાનિ−જે ગ્રહણ કરાય તે ગ્રહણદ્રવ્યો એટલે ગ્રહણ કરવાને યોગ્ય દ્રવ્યો છે તેમાંના કેટલા એક વર્ણપરિણામ વડે એક વર્ણવાળાં, કેટલાક બે વર્ણવાળા, કેટલાક ત્રણ વર્ણવાળાં, કેટલાક ચાર વર્ણવાળાં અને કેટલાક પાંચ વર્ણવાળાં હોય છે. જ્યારે એક પ્રયત્નથી ગ્રહણ કરેલાં પણ બધા દ્રવ્યોના સમુદાયની વિવક્ષા કરીએ ત્યારે અવશ્ય પાંચ વર્ણવાળાં ગ્રહણ કરે છે. એ પ્રમાણે ગન્ધ અને રસ સંબન્ધુ વિચાર કરવો. સ્પર્શની અપેક્ષાએ વિચાર કરતાં એક સ્પર્શનો પ્રતિષેધ જાણવો, એટલે એક સ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરતો નથી, કારણ કે પરમાણુને પણ અવશ્ય બે સ્પર્શ હોય છે. કહ્યું છે કે—‘જાળમેવ તત્ત્વ સૂક્ષ્મો નિત્યશ્ચ મવતિ પરમાળુ: સાન્ધવર્ગો તિસ્પર્શ: જાતિ થા' પરમાણુ અન્ત્ય-છેલ્લું કારણ છે (અર્થાત્—તેનું કોઇ કારણ નથી.) વળી તે સૂક્ષ્મ અને નિત્ય છે. એક રસ, એક ગન્ધ, એક વર્ણ અને બે સ્પર્શવાળો, અને કાર્યરૂપ લિજ્ઞથી અનુમાન કરવા યોગ્ય છે. ‘વુાસા શિન્હફ' દ્વિસ્પનિ— મૃદુ અને શીત કે મૃદુ અને ઉષ્ણસ્પર્શવાળા ઇત્યાદિ ગ્રહણ કરે છે. ‘ખાવ પતાસારૂં’ યાવત્–ચાર સ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ
૧. ભાષા વગર્ણાના દ્રવ્યો સ્પર્શની અપેક્ષાએ બે સ્પર્શવાળાં ગ્રહણ કરે, યાવત્ચાર સ્પર્શવાળાં પણ ગ્રહણ કરે એમ કહ્યું, તેમાં ટીકાકાર 'Jાસારૂં શિöફ' એ મૂલની પ્રતીક લઇને મૃદુ અને શીત તથા મૃદુ ઉષ્ણરૂપ ઇત્યાદિ બે સ્પર્શવાળાં ગ્રહણ કરે છે એમ જણાવે છે. તેમાં મૃદુ અને શીત, મૃદુ અને ઉષ્ણ એ બે સ્પર્શ જ કેમ સમ્ભવે છે? કારણ કે સ્નિગ્ધ અથવા રુક્ષ સ્પર્શનો પણ સમ્ભવ છે, તો વિચાર કરતાં બે સ્પર્શ ઘટી શકતા નથી, વળી ત્રિસ્પર્શવાળા પુદ્ગલોના ગ્રહણ સમ્બન્ધે ટીકાકાર જણાવે છે કે ‘ત્રિસ્વશન્યિવક્—ાનિવિદ્ મૃશીતલ્પશનિ, નિવિદ્ મૃત્યુનિપલ્પના કોઇ મૃદુ અને શીતસ્પર્શવાળા દ્રવ્ય હોય છે અને કોઇ મૃદુ અને સ્નિગ્ધ સ્પર્શવાળાં હોય છે. એટલે મૃદુનો મૃદુમાં અન્તર્ભાવ કરતાં મૃદુ, શીત અને સ્નિગ્ધ એમ ત્રણ સ્પર્શવાળાં દ્રવ્ય હોય છે. હવે અહીં પ્રશ્ન થાય છે કે ભાષાવર્ગણાનો કોઇ સ્કન્ધ કેવળ મૃદું અને શીત સ્પર્શવાળો હોય? તેમાં રુક્ષ કે શીત સ્પર્શ કેમ ન હોય? કારણ કે સ્નિગ્ધ અને રુક્ષ બેમાંથી
386