SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ एक्कारसमं भासापयं भासादव्वगहणाइपरूवणं फासमंताई गेण्हति ताई कि एगफासाई गेण्हइ जाव अट्ठफासाई गिण्हति? गोयमा! गहणदव्वाई पडुच्च णो एगफासाई गेण्हति, दुफासाई गिण्हइ,जाव चउफासाई पिगेण्हति, णो पंचफासाई गेण्हति,जाव नो अट्ठफासाई पि गेण्हति, सव्वगहणं पडुच्च नियमा चउफासाई गेण्हति, तं जहा-सीतफासाई गेण्हति, उसिणफासाई, निद्धफासाई, लुक्खफासाई गेण्हति। जाई फासतो सीताई गिण्हति ताई किं एगगुणसीताई गेण्हति, जाव अणंतगुणसीताई गेण्हति? गोयमा! एगगुणसीताई पि गेण्हति, जाव अणंतगुणसीताई पि गेण्हति, एवं उसिणणिद्धलुक्खाई जाव अणंतगुणाई पि गिण्हति ।।सू०-२४।।३९५।। (મૂળ) હે ભગવન્! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત–સ્થિર રહેલા દ્રવ્યો ગ્રહણ કરે છે, અસ્થિત-અસ્થિર દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! સ્થિર દ્રવ્યો ગ્રહણ કરે છે પણ અસ્થિર દ્રવ્યો ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે સ્થિર દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું દ્રવ્યથી ગ્રહણ કરે છે, ક્ષેત્રથી ગ્રહણ કરે છે, કાળથી ગ્રહણ કરે છે, કે ભાવથી ગ્રહણ કરે છે? હે ગૌતમ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ગ્રહણ કરે છે. હે ભગવન્! જે દ્રવ્યથી ગ્રહણ કરે છે તે એકપ્રદેશવાળાં ગ્રહણ કરે છે, એ પ્રદેશવાળા કે યાવત્ અનન્ત પ્રદેશવાળા ગ્રહણ કરે છે? હે ગૌતમ! એક પ્રદેશવાળાં કે યાવત્ અસંખ્ય પ્રદેશવાળાં દ્રવ્યો ગ્રહણ કરતો નથી, પણ અનન્ત પ્રદેશવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. જે ક્ષેત્રથી ગ્રહણ કરે છે તે શું એકપ્રદેશાવગાઢ-એક પ્રદેશમાં રહેલા બે પ્રદેશમાં રહેલાં કે યાવત્ અસંખ્યાત પ્રદેશમાં રહેલાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! તે એક પ્રદેશમાં રહેલાં કે યાવત્ સંખ્યાતા પ્રદેશમાં રહેલા દ્રવ્યો ગ્રહણ કરતો નથી, પણ અસંખ્યાત પ્રદેશમાં રહેલાં દ્રવ્યો ગ્રહણ કરે છે. જે દ્રવ્યો કાળથી ગ્રહણ કરે છે તે શું એક સમયની સ્થિતિવાળાં, બે સમયની સ્થિતિવાળાં કે યાવત્ અસંખ્ય સમયની સ્થિતિવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! એક સમયની સ્થિતિવાળાં, બે સમયની સ્થિતિવાળાં કે યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળાં ગ્રહણ કરે છે. જે દ્રવ્યો ભાવથી ગ્રહણ કરે છે તે શું વર્ણવાળાં, ગંધવાળાં, રસવાળાં કે સ્પર્શવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! વર્ણવાળા પણ ગ્રહણ કરે છે અને યાવત્ સ્પર્શવાળાં પણ ગ્રહણ કરે છે. જે ભાવથી વર્ણવાળાં ગ્રહણ કરે છે તે શું એક વર્ણવાળાં ગ્રહણ કરે છે કે યાવત્ પાંચ વર્ણવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! ગ્રહણ દ્રવ્યો-ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એકવર્ણવાળાં પણ યાવત્ પાંચવર્ણવાળાં પણ ગ્રહણ કરે છે. સર્વ ગ્રહણયોગ્ય દ્રવ્યોને આશ્રયી અવશ્ય પાંચવર્ણવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે-કાળાં, નીલ-લીલાં, લોહિત-રાતાં હારિદ્ર-પીળાં અને શુક્લ-ધોળાં. જે વર્ણથી કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકગુણા કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે કે યાવતું અનન્તગુણ કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! એકગુણ કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે, યાવત્ અનન્તગુણ કાળાં દ્રવ્યો પણ ગ્રહણ કરે છે. એ પ્રમાણે શુક્લ દ્રવ્યો સુધી જાણવું. ભાવથી જે ગંધવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એક ગંધવાળાં ગ્રહણ કરે છે કે બે ગંધવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એક ગંધવાળાં કે બે ગંધવાળાં ગ્રહણ કરે છે અને ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રયી અવશ્ય બે ગંધવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. જે ગંધથી સુરભિગંધવાળાં ગ્રહણ કરે છે તે શું એકગણ સુરભિગંધવાળાં કે થાવત્ અનન્તગુણ સુરભિગંધવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! એકગુણ સુરભિગંધવાળાં ગ્રહણ કરે છે, વાવઅનન્તગુણ સુરભિગંધવાળાં ગ્રહણ કરે છે, એ પ્રમાણે દુરભિગંધવાળાં પણ ગ્રહણ કરે છે. ભાવથી જે રસવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકરસવાળાં કે યાવત્ પાંચ રસવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એકરસવાળાં કે યાવ-પાંચ રસવાળાં ગ્રહણ કરે છે અને ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રયી અવશ્ય પાંચરસવાળાં ગ્રહણ કરે છે. રસથી જે તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે તે શું એકગુણ તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે કે ' યાવત્ અનન્તગુણ તિક્તરસવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! એકગુણ તિક્ત રસવાળાં કે યાવત્ અનન્તગુણ 384.
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy