________________
श्री प्रज्ञापना सूत्र भाग १
दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाईणं चरिमाचरिमाइ विभागो પ્રદેશાર્થપણાના વિચારમાં સૌથી થોડા લોકના ચરમાન્તપ્રદેશો છે, કારણ કે આઠ ખંડના જ પ્રદેશો હોય છે. તેથી અલોકના ચરમાત્તપ્રદેશો વિશેષાધિક છે, તેથી પણ લોકના અચરમાત્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, કારણ કે ક્ષેત્ર અતિશય ઘણું હોવાથી તેના પ્રદેશો પણ અતિશય ઘણા છે. તેથી પણ અલોકના અચરમાન્તપ્રદેશો અનન્તગુણા છે. કારણ કે ક્ષેત્ર અનન્તગુણ છે. તેથી પણ લોકના ચરમાન્તપ્રદેશો, અચરમાન્તપ્રદેશો, અલોકના ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો મળી વિશેષાધિક છે, કારણ કે અહીં અલોકના અચરમાન્તપ્રદેશરાશિમાં લોકના ચરાચરમા પ્રદેશો અને અલોકના ચરમાન્તપ્રદેશો નાંખીએ અને તેઓ બધા મળીને પણ અસંખ્યાતા થાય, અને તે અનન્તરાશિની અપેક્ષાએ અત્યન્ત થોડા છે, માટે તેને નાંખવા છતાં પણ અલોકના અચરમાન્તપ્રદેશોથી વિશેષાધિક જ થાય. એને અનુસાર દ્રવ્યાર્થ–પ્રદેશાર્થના વિચારનું સૂત્ર સ્વયં વિચારવું. પણ લોકાલોકના ચરમાગરમ ખંડોથી લોકના ચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. કારણ કે લોકના ચરમખંડો આઠ કલ્પેલા છે. અને એક એક ખંડમાં અસંખ્યાતા પ્રદેશો છે. લોકાલોકના ચરાચરમખંડો મળી બાવીશ કલ્પેલા છે, માટે લોકાલોકના ચરાચરમ ખંડોથી લોકના ચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. બાકીના પદની ભાવના પૂર્વની પેઠે જાણવી. તેથી “સબૂડ્યા વિનાહિયારું સર્વ દ્રવ્યો વિશેષાધિક છે. એટલે લોકાલોકના ચરાચરમાન્તપ્રદેશો કરતાં સર્વ દ્રવ્યો વિશેષાધિક છે. કારણ કે અનન્તાનન્ત જીવો, તથા પરમાણુથી માંડી અનન્ત પરમાણુ સુધીના પ્રત્યેક અનન્ત સ્કલ્પો ભિન્ન ભિન્ન દ્રવ્યરૂપ છે. તેથી સર્વ પ્રદેશો અનન્તગુણા છે, અને તેથી સર્વ પર્યાયો અનન્તગુણા છે. કારણ કે દરેક પ્રદેશે સ્વપર્યાયો અને પરપર્યાયો અનન્ત છે. એ માટે ચરમ અને અચરમના ભેદથી રત્નપ્રભાદિનો વિચાર કર્યો. પા૩િ૫૭ll.
|| પરમાણુ કાર્નચરિમારિભાવિમા II. परमाणुपोग्गलेणं भंते! किं चरिमे.१, अचरिमे २, अवत्तव्वए ३? चरमाई ४,अचरमाई५,अवत्तव्वयाई?६, उदाहु चरिमे य अचरिमे य,७ उदाहु चरमे य अचरमाईच ८, उदाहु चरमाईच अचरमे य९, उदाहु चरमाईच अचरमाई च १०? पढमा चउभंगी। उदाहु चरिमे य अवत्तव्वए य ११, उदाहु चरमे य अवत्तव्वयाई च १२, उदाहु चरमाइंच अवत्तव्वए य १३, उदाहु चरमाइं च अवत्तव्वयाई च १४? बीया चउभंगी। उदाहु अचरिमे य अवत्तव्वर य १५, उदाहु अचरमे य अवत्तव्वयाई च १६, उदाहु अचरमाइंच अवत्तव्वए य १७, उदाहु अचरमाई च अवत्तव्वयाईच १८? तइया चउभंगी। उदाहु चरमे य अचरमे य अवत्तव्वए य १९, उदाहु चरमे य अचरमे य अवत्तव्वयाइंच २०, उदाहु चरमे य अचरमाइंच अवत्तव्वए य २१, उदाहु चरमे य अचरमाइंच अवत्तव्वयाई च २२, उदाहु चरमाइंच अचरमे य अवत्तव्वए य २३, उदाहु चरमाइं च अचरमे य अवत्तव्वयाई च २४, उदाहु चरमाई च अचरमाई च अवत्तव्वए य, २५, उदाहु चरमाई च अचरमाइं च अवत्तव्वयाई च २६? एवं एते छव्वीसं भंगा। गोयमा! परमाणुपोग्गले नो चरमे, नो अचरमे, नियमा अवत्तव्वए। सेसा २३ भंगा पडिसेहेयव्वा ।।सू०-६।।३५८॥ (0) હે ભગવન! પરમાણુપુદ્ગલ શું 'એ.વ. ચરમ, ૧, એ.વ. અચરમ ૨, એ.વ. અવક્તવ્ય ૩, “બ.વ. ચરમ ૪, બ.વ.
અચરમ ૫, અને બ.વ. અવક્તવ્ય છે ૬? અથવા એ.વ. ચરમ અને એ.વ. અચરમ ૭, અથવા એ.વ. ચરમ અને બ.વ. અચરમ ૮, અથવા બ.વ. ચરમ અને એ.વ. અચરમ ૯ અથવા બ.વ. ચરમ અને બ.વ. અચરમ છે ૧૦? પ્રથમ ચાર ભાંગા થૈયા. અથવા એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય ૧૧, અથવા એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય ૧૨, અથવા બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય ૧૩, અથવા બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય ૧૪, છે? બીજી ચતભંગી.
અથવા એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ૧૫, અથવા એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ૧૬, અથવા બ.વ. ' અચરમ અને એ.વ. અવક્તવ્ય ૧૭, અથવા બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય છે ૧૮? ત્રીજી ચૌભંગી અથવા ૧. એક વચન; ૨. બહુ વચન 342