________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पंचमं विसेसपयं ओगाहणाइसु मणुस्साणं पज्जवा
સંબંધમાં પણ એમજ સમજવું. પરન્તુ અવગાહના અને સ્થિતિવડે ચતુઃસ્થાન પ્રાપ્ત હોય છે. આદિના ચાર જ્ઞાન વડે જસ્થાન પ્રાપ્ત છે, કેવલજ્ઞાન પર્યાયવડે તુલ્ય છે, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે સ્થાન પ્રાપ્ત છે, કેવળદર્શનપર્યાયવડે તુલ્ય છે. જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે-જઘન્યસ્થિતિવાળા મનુષ્યોને અનન્ત પયયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો મનુષ્ય જઘન્યસ્થિતિવાળા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને સ્થિતિરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનારૂપે ચતુઃસ્થાન પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા બે અજ્ઞાન અને બે દર્શનવડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાના સંબંધમાં જાણવું. પરન્તુ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યમસ્થિતિવાળાના સંબંધમાં પણ એમ જાણવું. પરન્તુ સ્થિતિ અને અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત, આદિના ચાર જ્ઞાન વડે છ સ્થાન પતિત, કેવલજ્ઞાનપર્યાય વડે તુલ્ય, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે જ સ્થાન પતિત અને કેવલદર્શન પર્યાય વડે તુલ્ય છે. જઘન્યગુણવાળાં વર્ણવાળા મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે –“જઘન્ય કાળાવર્ણવાળા મનુષ્યોને અનન્ત પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! જઘન્યકાળાવર્ણવાળો મનુષ્ય જઘન્યકોળાવર્ણવાળા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણપયય વડે તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપથ વડે તથા ચાર જ્ઞાન વડે જસ્થાન પતિત છે. કેવળજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે. ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાન પતિત છે. અને કેવળદર્શનપર્યાય વડે તુલ્ય છે. એમ ઉત્કૃષ્ટ કાળાવર્ણવાળાના સંબંધમાં જાણવું. મધ્યમકાળા વર્ણવાળાને પણ એમજ સમજવું. પરન્ત સ્વસ્થાન-કાળા વર્ણને આશ્રયી છ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના સંબંધમાં જાણવું. હે ભગવન્! જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળો મનુષ્ય જઘન્યઆભિનિબૌધિકજ્ઞાનવાળા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે છ સ્થાન પતિત છે. આભિનિબોવિકજ્ઞાનપયય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન પર્યાય વડે અને બે દર્શન વડે જ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોવિકજ્ઞાનવાળાના સંબંધમાં જાણવું. પરન્તુ સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત હોય છે. મધ્યમઆભિનિબોધિકશાનવાળા ઉત્કૃષ્ટઆભિનિબોધિક જ્ઞાનવાળાની પેઠે જાણવું. પરન્ત સ્થિતિ વડે ચઉસ્થાન પતિત અને સ્વસ્થાન-આભિનિબૌધિક જ્ઞાનને આશ્રયી છ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાનીના સંબંધમાં પણ જાણવું. હે ભગવન્! જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે- જઘન્યઅવધિજ્ઞાની મનુષ્યોને અનન્ત પર્યાયો હોય છે ? હે ગૌતમ! જઘન્યઅવધિજ્ઞાની મનુષ્ય જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના અને સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા બે જ્ઞાન વડે જ સ્થાનપતિત છે. અવધિજ્ઞાનપર્યાય વડે તુલ્ય, મન:પર્યવ જ્ઞાનપર્યાય અને ત્રણ દર્શન વડે જ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવધિજ્ઞાનીના સંબંધમાં જાણવું. મધ્યમઅવધિજ્ઞાનીના સંબંધમાં પણ એમજ સમજવું, પરન્તુ અવગાહના વડે ચતુઃસ્થાન પતિત અને સ્વસ્થાન–અવધિજ્ઞાનને આશ્રયી છ સ્થાન પતિત છે. જેમ અવધિજ્ઞાનીના સંબંધમાં કહ્યું તેમ મન:પર્યવજ્ઞાનીના સંબંધમાં કહેવું. પરન્તુ તે અવગાહના વડે ત્રિ સ્થાનપતિત હોય છે. જેમ આભિનિબોવિકજ્ઞાની કહ્યા તેમ મતિઅજ્ઞાની અને ક્ષતઅજ્ઞાની કહેવા, જેમ અવધિજ્ઞાની કહ્યા તેમ વિભંગજ્ઞાની કહેવા. ચક્ષુદર્શની અને અચક્ષુદર્શની આભિનિબોવિક જ્ઞાનીની પેઠે અને અવધિદર્શની અવધિજ્ઞાની પેઠે જાણવા. 278