________________
श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं देवाणं ठिइपण्णवणा जहन्नेणं पलिओवमट्ठभागं अन्तोमुहुत्तूणं, उक्कोसेणं साइरेगं पलिओवमट्ठभागं अंतोमुहुत्तूणं ।। सू०-२२।।२३९।। (મૂ0) જ્યોતિષિક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. અપર્યાપ્ત જ્યોતિષિકના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જધન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન લાખ વરસ અધિક એક પલ્યોપમ. જ્યોતિષિક દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. અપર્યાપ્ત જ્યોતિષિક દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત જ્યોતિષિક દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. હે ભગવન્! ચંદ્ર વિમાનમાં રહેલા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી લાખ વરસ અધિક એક પલ્યોપમ. અપર્યાપ્ત ચંદ્ર દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન લાખ વરસ અધિક એક પલ્યોપમ. ચન્દ્રવિમાનમાં રહેલી દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. અપર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. હે ભગવન્! સૂર્યના વિમાનમાં રહેલા દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી હજાર વરસ અધિક એક પલ્યોપમ. અપર્યામા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યામા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન હજાર વરસ અધિક એક પલ્યોપમ. હે ભગવન્! સૂર્યવિમાનમાં રહેલી દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી પાંચસો વરસ અધિક અર્ધ પલ્યોપમ. અપર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પાંચસો વરસ અધિક અર્ધ પલ્યોપમ. ગ્રહવિમાનમાં રહેલા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી એક પલ્યોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જધન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ. ગ્રહ વિમાનમાં રહેલી દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ. અપર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીઓના સંબંધમાં પ્રશ્ન.. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અર્ધ પલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં રહેલા દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચતુર્થ ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અર્ધ પલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં રહેલી દેવીઓના સંબંધમાં • પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી કાંઇક અધિક પલ્યોપમનો ચોથો ભાગ. અપર્યાપ્ત દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જધન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ!
246