SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ तइयं अप्पाबहुयं पयं सत्तावीसइमं महादंडयदारं श्री प्रज्ञापना सूत्र भाग १ કહે છે.” (૬૯) તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિક પર્યાપ્તા વિશેષાધિક છે. (૭૦) તેથી સૂક્ષ્મ અપ્લાયિક પર્યાપ્તા વિશેષાધિક છે. (૭૧) તેથી સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્તા વિશેષાધિક છે. (૭૨) તેથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૭૩) તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે. જો કે અપર્યાપ્ત તેજસ્કાયિકથી આરંભી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ સુધીના જીવો સામાન્યપણે અન્ય ગ્રન્થમાં અસંખ્યાત લોકના આકાશ પ્રદેશના રાશિપ્રમાણ કહ્યા છે, તો પણ લોકના અસંખ્યાતપણાના અસંખ્યાત ભેદો હોવાથી આ પ્રમાણે કહેલું અલ્પબહુત યુક્તિસંગત છે. (૭૪) તેથી અભવસિદ્ધિક જીવો અનન્તગુણા છે. કારણ કે તેઓ જઘન્ય યુક્ત અનન્ત પ્રમાણ છે. (૭૫) તેથી સમ્યગ્દર્શનથી પતિત થયેલા અનન્તગુણા છે. (૭૬) તેથી સિદ્ધો અનન્તગુણા છે. (૭૭) તેથી પણ બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અનન્તગણા છે. (૭૮) તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. કારણ કે બાદર પર્યાપ્ત પૃથિવીકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. (૭૯) તેથી બાદર અપર્યાપ્ત વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. કારણ કે એક એક પર્યાપ્ત બાદર નિગોદ જીવને આશ્રયી અસંખ્યાતગુણા બાદર અપર્યાપ્ત નિગોદ જીવો ઉપજે છે. (૮૦) તેથી સામાન્ય બાદર અપર્યાપ્તા જીવો વિશેષાધિક છે. કારણ કે બાદર અપર્યાપ્ત પૃથિવીકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. (૮૧) તેથી સામાન્ય બાદર જીવો વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્તા અને અપર્યાપ્તાનો તેમાં સમાવેશ થાય છે. (૮૨) તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૮૩) તેથી સામાન્ય સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથિવીકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. (૮૪) તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે. કારણ કે સૂક્ષ્મ અપર્યાપ્તાઓથી સૂક્ષ્મ પર્યાપ્તાઓ હમેશાં સ્વભાવથી જ સંખ્યાતગુણા હોય છે અને તે પ્રકારે કેવલજ્ઞાનીએ જાણેલું છે. (૮૫) તેથી સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે, કારણ કે પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. (૮૬) તેથી પર્યાપ્તા અપર્યાપ્તા વિશેષણરહિત સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. કારણ કે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી, અપ, તેજ, વાયુ, અને વનસ્પતિકાયિકનો પણ તેમાં સમાવેશ થાય છે. (૮૭) તેથી ભવસિદ્ધિક જીવો વિશેષાધિક છે. ભવ-સંસારમાં જેઓની સિદ્ધિ છે તે ભવસિદ્ધિક-ભવ્ય કહેવાય છે. કારણ કે જઘન્યયુક્ત અનન્ત પ્રમાણ અભવ્યને છોડી બાકીના બધા જીવો ભવ્ય છે. (૮૮) તેથી સામાન્ય નિગોદ જીવો વિશેષાધિક છે, કારણ કે અહીં ભવ્યો અને અભવ્ય જીવો ઘણી સંખ્યામાં સૂક્ષ્મ અને બાદર નિગોદ જીવરાશિમાં જ પ્રાપ્ત થાય છે. બીજે સ્થળે પ્રાપ્ત થતા નથી. કારણ કે બીજા બધા જીવો મળીને અસંખ્યાત લોકાકાશના પ્રદેશ રાશિપ્રમાણ છે અને અભવ્યો યુક્ત અનંત સંખ્યાના પરિમાણરૂપ છે, માટે ભવ્યોની અપેક્ષાએ તે કિંચિત્ માત્ર છે. ભવ્યોનો તો પૂર્વે અભવ્યોને છોડીને વિચાર કર્યો હતો, પરન્તુ અત્યારે બાદર સૂક્ષ્મ નિગોદના વિચારમાં તેનો પણ પ્રક્ષેપ(સમાવેશ) કરાય છે તેથી વિશેષાધિક છે. (૮૯) તેથી સામાન્ય વનસ્પતિ જીવો વિશેષાધિક છે. કારણ કે પ્રત્યેક શરીરવાળા વનસ્પતિ જીવોનો તેમાં સમાવેશ થાય છે. (૯૦) તેથી સામાન્ય એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે, કારણ કે બાદર અને સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. (૯૧) તેથી સામાન્ય તિર્યંચો વિશેષાધિક છે. કારણ કે પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોનો પણ તેમાં સમાવેશ થાય છે. (૯૨) તેથી ચારગતિમાં રહેલા મિથ્યાદૃષ્ટિજીવો વિશેષાધિક છે. કારણ કે અહીં કેટલાએક અવિરતિ સમ્યગ્દસ્યાદિ સંજ્ઞી જીવો સિવાય બાકીના બધાય તિર્યંચો મિથ્યાદૃષ્ટિ છે. અને ચાર ગતિના મિથ્યાષ્ટિના વિચારમાં અસંખ્યાતા નારકાદિ તેમાં નાંખવા, તેથી તિર્યંચ જીવરાશિની અપેક્ષાએ વિચાર કરતાં ચાર ગતિના મિથ્યાદૃષ્ટિ જીવો વિશેષાધિક છે. (૯૩) તેથી વિરતિરહિત જીવો વિશેષાધિક છે. કારણ કે અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોનો પણ તેમાં સમાવેશ થાય છે. (૯૪) તેથી સકષાયી જીવો વિશેષાધિક છે, કારણ કે દેશવિરતાદિ કષાયી હોવાથી તેનો પણ તેમાં સમાવેશ થાય છે. (૯૫) તેથી છદ્મસ્થ જીવો વિશેષાધિક છે, કારણ કે ઉપશાન્ત મોહાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. (૯૬) તેથી સયોગી જીવો વિશેષાધિક છે. કારણ કે સયોગી કેવલીનો પણ તેમાં સમાવેશ થાય છે. (૭) તેથી સંસારમાં રહેલા જીવો વિશેષાધિક છે, કારણ કે અયોગી કેવલીનો પણ તેમાં સમાવેશ થાય છે. (૯૮) તેથી સર્વ જીવો વિશેષાધિક છે, કારણ કે સિદ્ધોનો પણ તેમાં સમાવેશ થાય છે. ll૮૧/ર૧૭ll આચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના વૃત્તિના અનુવાદમાં ત્રીજું અલ્પબહુત પદ સમાપ્ત. - 231
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy