________________
तइयं अप्पाबहुयं पयं छव्वीसइमं पोग्गलदारं
श्री प्रज्ञापना सूत्र भाग १ પુદ્ગલો પણ સ્વસ્થાનમાં સરખા છે. તેથી દક્ષિણપૂર્વ-અગ્નિકોણમાં અને ઉત્તરપશ્ચિમ-વાયવ્ય કોણમાં પ્રત્યેકને આશ્રયી વિશેષાધિક છે, અને સ્વસ્થાનમાં પરસ્પર સરખા છે. વિશેષાધિક હોવાનું કારણ આ પ્રમાણે છે–અહીં સૌમનસ અને ગંધમાદન પર્વતોમાં સાત સાત શિખરો તથા વિદ્યુ—ભ અને માલ્યવંતમાં નવ નવ શિખરો છે. તે શિખરોમાં ધૂમસ અને ઝાકળ વગેરેના સૂક્ષ્મ પુદ્ગલો ઘણા છે, માટે વિશેષાધિક છે, અને સ્વસ્થાનમાં ક્ષેત્ર અને પર્વતાદિનું સમાનપણું હોવાથી તુલ્ય છે. તેથી પૂર્વ દિશામાં અસંખ્યાતગુણા છે, કારણ કે ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, કારણ કે અધોલૌકિક ગામોમાં ખાલી જગ્યા હોવાથી ત્યાં ઘણા પુદ્ગલો હોય છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે ઉત્તર દિશામાં લંબાઇ અને પહોળાઈપણે સંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ માનસ સરોવર છે. તેમાં જે જલચરો અને પનક સેવાલાદિ જીવો છે તે ઘણા છે અને તેઓને જે તેજસ કાર્મણ પુદ્ગલો લાગેલા છે તે અધિક પ્રાપ્ત થાય છે માટે પૂર્વથી વિશેષાધિક છે. એ પ્રમાણે પુદ્ગલ સંબંધી અલ્પબહુત કહ્યું. હવે ક્ષેત્રને અનુસરી સામાન્ય દ્રવ્યોનું અલ્પબહુત કહે છે-ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરતાં સૌથી થોડાં દ્રવ્યો ત્રિલોકવ્યાપી-ત્રણ લોકનો સ્પર્શ કરનારાં છે, કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય દ્રવ્ય, પગલાસ્તિકાયના મહાત્કંધી અને જીવાસ્તિકાયમાં મારણાન્તિક સમુદ્દઘાત વડે સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા જીવો ત્રિલોક વ્યાપી છે અને તેઓ અલ્પ છે માટે સૌથી થોડા છે. તેથી ઊર્ધ્વલોક-તિર્યશ્લોક નામે પૂર્વે કહેલા બે પ્રતરમાં અનન્તગુણાં દ્રવ્યો છે, કારણ કે અનન્ત પુદ્ગલ દ્રવ્યો અને અનન્ત જીવ દ્રવ્યો તેનો સ્પર્શ કરે છે. તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, કારણ કે ઊર્ધ્વલોક-તિર્યશ્લોકથી અધોલોક-તિર્યશ્લોક કંઈક વિશેષાધિક છે. તેથી ઊર્ધ્વ લોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. તેથી અધોલોકમાં અનન્તગુણા છે, કારણ કે અધોલૌકિક ગામોમાં કાળ છે, અને તે કાળ તે તે પરમાણુના સંખ્યાતા, અસંખ્યાતા, અને અનન્ત પ્રાદેશિક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પર્યાયના સંબંધથી પ્રતિ પરમાણુઆદિ દ્રવ્યને આશ્રયી અનન્ત છે, માટે અધોલોકમાં અનન્તગુણ દ્રવ્યો છે. તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, કારણ કે અધોલૌકિક ગ્રામોના જેટલા ખંડો કાળ દ્રવ્યના આધારભૂત મનુષ્ય લોકમાં સંખ્યાતગુણા છે. હવે દિશાને અનુસરી સામાન્યરીતે દ્રવ્યોનું અલ્પબદુત્વ કહે છે–દિશાની અપેક્ષાએ વિચાર કરતાં સામાન્યતઃ સૌથી થોડા દ્રવ્યો અધો દિશામાં છે, અધોદિશાનું સ્વરૂપ (સૂ) ૭૬ની) ટીકામાં હમણાં જ બતાવ્યું છે. તેથી ઊર્વ દિશામાં અનન્તગુણા છે, તેનું કારણ એ છે કે-ઊર્ધ્વ લોકમાં મેરુનો પાંચસો યોજનનો સ્ફટિકમય કાંડ છે, તેમાં ચંદ્ર-સૂર્યના પ્રકાશનો પ્રવેશ થવાથી દ્રવ્યોના ક્ષણાદિ કાળનો વિભાગ થાય છે, અને કાળ પરમાણુ આદિ એક એક દ્રવ્ય દીઠ અનન્ત છે, માટે તેથી અનન્તગુણા છે. તેથી ઉત્તરપૂર્વ-ઈશાન કોણમાં અને દક્ષિણપશ્ચિમમાંનૈઋત્યકોણમાં અસંખ્યાતગુણા દ્રવ્યો છે, અને સ્વસ્થાનમાં સમાનક્ષેત્ર હોવાથી બન્ને દ્રવ્યો પરસ્પર સરખાં છે. તેથી દક્ષિણપૂર્વઅગ્નિકોણમાં અને ઉત્તરપશ્ચિમ-વાયવ્ય કોણમાં વિશેષાધિક છે. કારણ કે ત્યાં વિદ્યુતંભ અને માલ્યવંત પર્વતના શિખરને આશ્રયી રહેલા ધૂમસ, ઝાકળ વગેરે સૂક્ષ્મ પુદ્ગલો ઘણાં છે. તેથી પૂર્વદિશામાં અસંખ્યાતગુણા છે. કારણ કે તેનું અસંખ્યાતગુણ ક્ષેત્ર છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. કારણ કે અધોલૌકિક ગ્રામોમાં ખાલી જગ્યા હોવાથી ઘણાં પદ્દગલ દ્રવ્યોનો સંભવ છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે, કારણ કે ત્યાં ભવનોનો ઘણો ખાલી ભાગ હોય છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે, કારણ કે તે દિશામાં રહેલા માનસ સરોવરમાં ઘણા જીવદ્રવ્યો અને તેને આશ્રયી રહેલા ઘણા તેજસ કાર્પણ પુદ્ગલ સ્કન્ધ દ્રવ્યોનો સદ્ભાવ છે. ૭૬/ર૧૨|| एएसि णं भंते! परमाणुपोग्गलाणं संखेज्जपएसियाणं असंखेज्जपएसियाणं अणंतपएसियाण य खंधाणं दव्वट्ठयाए पएसट्टयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा अणंतपएसिया खंधा दव्वट्ठयाए, परमाणुपोग्गला दव्वट्ठयाए अणंतगुणा, संखेज्जपएसिया खंधा दव्वट्ठयाए संखेज्जगुणा, असंखेज्जएसिया खंधा दव्वट्ठयाए असंखेज्जगुणा। परसट्ठयाए-सव्वत्थोवा अणंतपएसिया
- 221