SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ बीयठाणपयं जोइसियदेवठाणाई છે તેઓ વિશ્રામરહિત-નિરંતર મંડલરૂપે ગતિ કરનારા, પ્રત્યેકના નામના લાંછન વડે મુકુટમાં પ્રકટ કરેલું ચિહ્ન જેઓને છે એવા, મહા ઋદ્ધિવાળા, યાવત્ શોભતા ત્યાંના પોતપોતાના લાખો વિમાનાવાસોનું પોતપોતાના હજારો સામાનિક દેવોનું પોતપોતાની પરિવારસહિત અગ્રમહિષીઓનું પોતપોતાની પર્ષદાઓનું, પોતપોતાના સૈન્યોનું પોતપોતાના સેનાધિપતિઓનું પોતપોતાના હજારો આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા જયોતિષિક દેવો અને દેવીઓનું અધિપતિપણે કરતા યાવ-વિહરે છે. અહીં ચન્દ્ર અને સૂર્ય એ બે જ્યોતિષ્કના ઈન્દ્રો અને જ્યોતિષના રાજાઓ રહે છે. તેઓ મહાઋદ્ધિવાળા, યાવત્ શોભતા પોતપોતાના લાખો જ્યોતિષના વિમાનાવાસોનું, ચાર હજાર સામાનિક દેવોનું પરિવાર સહિત ચાર અગ્રમહિષીઓનું ત્રણ પર્ષદાઓનું સાત પ્રકારના સૈન્યોનું સાત સેનાધિપતિઓનું સોળ હજાર આત્મરક્ષક દેવોનું વાવ-અન્ય ઘણા જ્યોતિષ્ક દેવો અને દેવીઓનું અધિપતિપણે કરતા યાવ વિહરે છે. ll૪૨/૧૨૦ (ટી૦) જ્યોતિષ્કના સૂત્રમાં અવિઠ્ઠસંડાસંડિયા' અર્ધા કોઠાના આકારવાળાં વિમાનો છે. આના સંબંધમાં આક્ષેપશંકા અને પરિહાર-સમાધાન ચન્દ્રપ્રજ્ઞપ્તિટીકા અને સૂર્યપ્રજ્ઞપ્તિની ટીકામાં છે ત્યાંથી જાણી લેવું. તે વિમાનો સર્વટિવમયાન' સર્વરૂપે સ્ફટિકમય, ‘અમૃતોતપ્રમાસિતાનિ' અભ્યગ્રતા-અભિમુખપણે ચોતરફથી નીકળેલી, અને ઉત્સુતા-પ્રબલપણે સર્વ દિશાઓમાં પ્રસરેલી પ્રભા-દીપ્તિ વડે સિત-ધોળાં, ‘વિવિધમાનવવિક્તવત્રાળ' વિવિધ પ્રકારના મણિ, કનક અને રત્નોની ભક્તિ-રચનાવિશેષવડે ચિત્ર-આશ્ચર્યભૂત, વાતોçવનયનયતીપતા-છત્રાતિછત્રતિનિ' વાયુથી કપેલી વિજય-અભ્યદયને સૂચવતી વૈજયન્તી નામે પતાકા અથવા વિજય-વૈજયન્તીની પાર્શ્વવર્તી કર્ણિકા, તે પ્રધાન છે જેમાં એવી વૈજયન્તી તે વિજયવૈજયની. તથા પાર્શ્વવર્તી કર્ણિકારહિત હોય તે પતાકા તથા છત્રાતિછત્ર-ઉપર ઉપર રહેલાં છત્રો, તે બન્ને વડે યુક્ત, “તંગાનિ' ઉંચા, ‘નતનાથન વિછરાળિ' આકાશ માર્ગનું અતિ ઉલ્લંઘન કરનારા શિખરો જેઓના છે એવાં, ‘નાતાનરત્ન-પોની તિતાનીવ' જાળી ભવનની ભીંતને વિષે હોય છે અને તે લોક પ્રસિદ્ધ છે, તેની વચ્ચેના ભાગમાં વિશિષ્ટ શોભાને માટે જ્યાં રત્નો મૂકેલાં છે એવાં, તથા પાંજરાથી બહાર કરાયેલા હોયની શું એવાં, જેમકે કોઈ વસ્તુ વાંસવગેરેના બનેલા પ્રચ્છાદન વિશેષરૂપ પાંજરાથી બહાર કરાયેલી હોય અને તેની કાન્તિ અવિનષ્ટ હોવાથી શોભે છે તેમ તે વિમાનો પણ શોભે છે. ‘જનપતિ' મણિ અને સુવર્ણના સ્કૂપિકા-શિખરો જેઓને છે એવાં, ‘વિરાસતશતપત્રપુષ્કરીતિરત્નાર્થવત્રિાળ' બારણા વગેરેમાં આકૃતિરૂપે રહેલાં ખીલેલાં જે શતપત્રો અને પુંડરીક કમળો, ભીંત વગેરે ઉપર રહેલા તિલકો, બારણા વગેરેમાં રહેલા રત્નમય અર્ધચન્દ્રો વડે ચિત્ર-આશ્ચર્યકારક, નાનામવા માતાનિ' અનેક પ્રકારની મણિમય માલાઓ વડે અલંકૃત, ‘તાનિ' અંદરના તથા બહારના ભાગમાં કોમળ સ્પર્શવાળા, “તપનીયરવાનુપ્રસ્તાવિ સુવર્ણમય, મનોહર રેતીઓનો પ્રસ્તટ-ભૂમિ જેઓને વિષે છે એવાં, એટલે જ્યાં સુવર્ણમય વાલુકા પાથરેલી એવાં, તથા “સુહાપાનિ સુખમ્માનિ વા' સુખકારક સ્પર્શવાળાં અથવા શુભ સ્પર્શવાળાં, બાકીનાં બધા સૂત્રની પૂર્વની પેઠે-યાવત્ બૃહસ્પતિ, ચંદ્ર વગેરે સુધી વ્યાખ્યા કરવી. બૃહસ્પતિ, ચન્દ્ર, સૂર્ય, શુક્ર, શનિ (શશ્ચર), રાહુ, ધૂમકેત, બુધ અને અંગારક-મંગળ. તે ગ્રહો કેવા છે? ‘ત તપનીયન વળf: ' તપાવેલા તપનીય-કનક-સુવર્ણના જેવા વર્ણવાળા, અર્થાત્ કંઈક રાતા વર્ણવાળા, તે સિવાયના બીજા ગ્રહો જ્યોતિશ્ચક્રમાં ફરે છે, અને જે કેતુઓ ગમન કરવામાં પ્રીતિવાળા તથા અઠ્યાવીશ પ્રકારના નક્ષત્ર દેવો તે બધા ‘નાના સંસ્થાના સંસ્થિતા:' વિવિધ આકૃતિવાળા અને “ચ” શબ્દથી તપાવેલા સુવર્ણના જેવા વર્ણવાળા છે. તારાઓ પાંચ વર્ષના છે. એ બધા જ્યોતિષિક દેવો તિજોયા-' અવસ્થિત તેજો લેશ્યાવાળા છે. તથા જેઓ વારિખઃ' ગમન કરવાના સ્વભાવવાળા છે તે વિશ્રામમલ્કત તિવ:' અવિશ્રામ-નિરંતર મંડલાકારે ગતિ કરનારા છે. “પ્રત્યેનામyવટિવિહામુશુરા?'પ્રત્યેકે પોતપોતાના નામના લાંછન વડે મુકુટમાં ચિહ્ન પ્રકટ કર્યું છે એવા જ્યોતિષ્કો છે. તેનો ભાવાર્થ એવો છે કે ચન્દ્રને મુકુટમાં પોતાના નામના લાંછનરૂપ ચન્દ્રમંડલનું ચિહ્ન પ્રકટ છે. 140
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy