________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं भवणवासिदेवठाणाई उ एए चउग्गुणा आयरक्खा उ।।५।। चमरे धरणे तह वेणुदेव हरिकंत-अग्गिसीहे या पुन्ने जलकंते य अमियविलम्बे य घोसे य।।६।। बलि-भूयाणंदे वेणुदालि-हरिस्सहे अग्गिमाणव वसिढे। जलप्पहे तअमियवाहणे पभंजणे य महाघोसे।।७।। उत्तरिल्ला णं जाव विहरंति। काला असुरकुमारा नागा उदही य पंडुरा दो वि। वरकणगनिहसगोरा हुंति सुवन्न दिसा थणिया।।८॥ उत्तत्तकणगवन्ना विज्जू अग्गी य होंति दीवा या सामा पियंगुवन्ना वाउकुमारा मुणेयव्वा ।।९।। असुरेसु हुंति रत्ता सिलिंधपुप्फप्पभा य नागुदही। आसासगवसणधरा होति सुवन्ना दिसा थणिया ॥१०॥ नीलाणुरागवसणा विज्जू अग्गी य हुंति दीवा या संझाणुरागवसणा वाउकुमारा मुणेयव्वा ।।११।। ।।सू०-३७॥११५।। । (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ઉત્તરના સુવર્ણકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! ઉત્તરના સુવર્ણકુમાર
દેવો ક્યાં રહે છે? હે ગૌતમ! આ રત્નપ્રભાના-વાવ-મધ્યભાગમાં અહીં ઉત્તરના સુવર્ણકુમાર દેવોના ચોત્રીશ લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ છે-ઈત્યાદિ યાવતુ-અહીં ઘણા ઉત્તરના સુવર્ણકુમાર દેવો વસે છે. તેઓ મહાઋદ્ધિવાળા, ભાવ-વિહરે છે. અહીં વેણુદાલિ નામે સુવર્ણકુમારનો ઈન્દ્ર સુવર્ણકુમારનો રાજા રહે છે. તે મહદ્ધિક છે. બાકી બધું નાગકુમારોની પેઠે જાણવું. જેમ સુવર્ણકુમારની વક્તવ્યતા કહી છે તેમ બાકીના ચૌદે ઈન્દ્રોની કહેવી. પરન્ત ભવન, ઈન્દ્ર, વર્ણ અને પરિધાનનું ભિન્ન ભિન્નપણું આ ગાથાઓ વડે જાણવું. અસુરકુમારેન્દ્રના ચોસઠ લાખ, નાગકુમારેન્દ્રના ચોરાશી લાખ, સુવર્ણકુમારેન્દ્રના બહોંતેર લાખ, વાયુકુમારેજના છનું લાખ, દ્વીપકુમારેજ, દિશાકુમારેન્દ્ર, ઉદધિકુમારેન્દ્ર, વિઘુકુમારેન્દ્ર, સ્વનિતકુમારે અને અગ્નિકુમારે એ છ યુગલના પ્રત્યેકના છૌતેર લાખ ભવનો છે. (૧) ચોત્રીસ લાખ, (૨) ચુંમાળીશ લાખ, (૩) આડત્રીસ લાખ, (૪) પચાસ લાખ અને શેષ છ ઈન્દ્રના ચાળીસ ચાળીસ લાખ દક્ષિણ દિશામાં ભવનો છે. (૧) ત્રીસ લાખ, ચાળીશ લાખ, ચોત્રીસ લાખ, બેંતાળીસ લાખ, અને શેષ છ ઈન્દ્રના છત્રીશ છત્રીસ લાખ ભવનો ઉત્તર દિશામાં છે. દક્ષિણના અસુરકુમારેન્દ્રના ચોસઠ લાખ, ઉત્તરના અસુરકુમારેજના સાઠ લાખ, અસુરકુમારેન્દ્ર સિવાય બાકીના બધા દક્ષિણના અને ઉત્તરના પ્રત્યેકના છ છ હજાર સામાનિક દેવ જાણવા. અને તેથી ચાર ગુણા આત્મરક્ષક દેવો જાણવા. ચમર, ધરણ, વેણુદેવ, હરિકાન્ત, અગ્નિશિખ, પૂર્ણ, જલકાન્ત, અમિત, વેલંબ, ઘોષ, બલિ, ભૂતાનંદ, વેણુદાલિ, હરિસ્સહ, અગ્નિમાનવ, વિશિષ્ટ, જલપથ, તથા અમિતવાહન, પ્રભંજન, મહાઘોષ-એમ ઉત્તર દિશાના ઈન્દ્રો યાવત્ વિહરે છે. અસુરકુમાર કાળો છે, નાગકુમાર અને ઉદપિકુમાર અને શ્વેતવર્ણના છે, સુવર્ણકુમાર શ્રેષ્ઠ સુવર્ણની કસોટી ઉપરની રેખાના જેવા કંઈક રાતા–પીળા વર્ગના છે. દિકુમાર અને સ્વનિતકુમાર ઉત્તમ કનકના વર્ણ જેવા છે, વિઘુકુમાર, અને દ્વીપકુમાર શ્યામ વર્ણના છે અને વાયુકુમાર પ્રિયંગુવૃક્ષના જેવા વર્ણના જાણવા. અસુરકુમારના લાલ વસ્ત્રો, નાગકુમાર અને ઉદપિકુમારના શિલિન્દ પુષ્પની પ્રભા જેવા લીલા વસ્ત્રો, સુવર્ણકુમાર, દિકુમાર અને સ્વનિતકુમાર અશ્વાસ્યગ–અશ્વના મુખમાં રહેલ ફીણના જેવા (ધોળા) વસ્ત્ર ધારણ કરનારા છે. વિદ્યુકુમાર, અગ્નિકુમાર અને
દ્વીપકુમારો નીલવર્ણઘેરા લીલા વર્ષના વસ્ત્રોવાળા અને વાયુકુમારો સંધ્યાના રંગ જેવા વસ્ત્રોવાળા જાણવા.૩૭ll૧૧૫ll (20) વડ અસુરા' ઇત્યાદિ બે ગાથાઓ સામાન્ય રીતે અસુરકુમારાદિના ભવનોની સંખ્યા જણાવનારી સુગમ છે. ચઉતીસા ચયાલા ચોત્રીસ લાખ ચુંમાળીશ લાખ ઇત્યાદિ ગાથા દક્ષિણના અસુરકુમારાદિના ભવનની સંખ્યા બતાવનારી છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે-દક્ષિણ દિશામાં અસુરકુમારના ભવનો ચોત્રીસ લાખ છે, નાગકુમારના ચુંમાળીસ લાખ, સુવર્ણકુમારના આડત્રીસ લાખ, વાયુકુમારના પચાસ લાખ, દીપકુમાર, ઉદધિકુમાર, વિઘુકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ છના દરેકના ચાળીશ ચાળીશ લાખ ભવનો છે. “તીસા ચત્તાલીસા' ઇત્યાદિ. ઉત્તર દિશાના અસુરકુમારના ભવનો ત્રીશ 132