________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं भवणवासिदेवठाणाई
नागकुमाराणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं कुव्वमाणे विहरइ ।। सू०-३३ ।। १११।। (મૂળ) હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા દક્ષિણના નાગકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! દક્ષિણના નાગકુમાર દેવો ક્યા રહે છે? હે ગૌતમ! જંબૂદ્વીપનામે દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણ દિશાએ એક લાખને એંશી હજાર યોજન જાડી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડી એક લાખને અઠ્યોતેર હજાર યોજનપ્રમાણ મધ્ય ભાગમાં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ચુમ્માળીશ લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ, યાવત્ પ્રતિરૂપ–સુંદર છે. અહીં પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન એ ત્રણને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગને વિષે છે. અહીં દક્ષિણના નાગકુમાર દેવો રહે છે. તેઓ મહાઋદ્ધિવાળા-ઇત્યાદિ યાવત્–વિહરે છે’ ત્યાં સુધી જાણવું. અહીં નાગકુમારોનો ઇન્દ્ર અને નાગકુમારોનો રાજા ધરણ રહે છે. તે મહાઋદ્ધિવાળો-ઇત્યાદિ યાવત્ શોભતો વિહરે છે. તે ત્યાંના ચુંમાળીશ લાખ ભવનાવાસોનું, છ હજાર સામાનિક દેવોનું, તેત્રીશ ત્રાયસ્પ્રિંશ દેવોનું, ચાર લોકપાલોનું, પરિવારસહિત છ અગ્રમહિષીઓનું, ત્રણ પર્ષદાઓનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું, ચોવીશ હજાર આત્મરક્ષક દેવોનું, અને તે સિવાય બીજા ઘણા નાગકુમાર દેવો અને દેવીઓનું અધિપતિપણું, અગ્રેસરપણું કરતો વિહરે છે. II૩૩||૧૧૧||
कहि णं भंते! उत्तरिल्लाणं णागकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! उत्तरिल्ला . नागकुमारा देवा परिवसंति ? गोयमा ! जंबुद्दीवे दीवे मन्दरस्स पव्वयस्स उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एवं जोयणसहस्सं ओगाहित्ता हिट्ठा वेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से, एत्थ णं उत्तरिल्लाणं नागकुमाराणं देवाणं वृत्तालीसं भवणावाससयसंहस्सा भवन्तीति मक्खायं । ते णं भवणा बाहिं वट्टा सेसं जहा दाहिणिल्लाणं जाव विहरंति । भूयणांदे एत्थ नागकुमारिंदे नागकुमारराया परिवसइ, महिड्डीए, जाव पभासेमाणे । से णं तत्थ चत्तालीसाए भवणावाससयसहस्साणं આહેવનૂં નાવ વિહરર્ IIસૂ૦-૩૪||૨||
(મૂળ) હે ભગવન્! ઉત્તરના પર્યાપ્તા અને અપમા નાગકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! ઉત્તરના નાગકુમાર દેવો ક્યા રહે છે? હે ગૌતમ! જંબુદ્વીપ નામે દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર દિશાએ એક લાખને એંશી હજાર યોજન જાડી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડી એક લાખને અઠ્યોતેર હજાર યોજનપ્રમાણ મધ્ય ભાગમાં અહીં ઉત્તરના નાગકુમાર દેવોના ચાળીશ લાખ ભવનાવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ છે–ઇત્યાદિ બધું દક્ષિણ દિશાના નાગકુમાર દેવોને કહ્યું છે તેમ યાવદ્ વિહરે છે—ત્યાં સુધી કહેવું. અહીં ભૂતાનંદ નામે નાગકુમારનો ઇન્દ્ર નાગકુમારનો રાજા રહે છે. તે મહાઋદ્ધિવાળો યાવત્ શોભતો ચાળીશ લાખ ભવનવાસો વગેરેનું અધિપતિપણું કરતો વિહરે છે. ।।૩૪।।૧૧૨
कहि णं भंते! सुवन्नकुमाराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता ? कहि णं भंते! सुवन्नकुमारा देवा परिवसंति? गोयमा! इमीसे रयणप्पभार पुढवीए जाव एत्थ णं सुवन्नकुमाराणं देवाणं बावत्तरिं भवणावाससयसहस्सा भवन्तीति मक्खायं । ते णं भवणा बाहिं वट्टा जाव पडिरूवा । तत्थ णं सुवन्नकुमाराणं देवानं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता, जाव तिसु वि लोयस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे सुवन्नकुमारा देवा परिवसंति महिड्डीया सेसं जहा ओहियाणं जाव विहरति । वेणुदेव - वेणुदाली य इत्थ दुवे सुवण्णकुमारिंदा सुवण्णकुमाररायाणो परिवसंति, महिड्डीया जाव विहरंति । सू०-३५।।११३।।
130