________________
श्री प्रज्ञापना सूत्र भाग १
बीयठाणपयं भवणवासिदेवठाणाई મા, પાતેમા, મદતાડદત-ટ્ટ-જીવ-વાયાંતિ-તત્ત-તાત-તુચ-અમુકંપડુબવા દિવ્યા भोगभोगाई भुंजमाणा विहरंति ।।सू०-२८।१०६॥ (મૂ૦) હે ભગવન! પતિ અને અપર્યાપ્તા ભવનવાસી દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન! ભવનવાસી દેવો ક્યાં વસે છે?
હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીની જાડાઈ એંશી હજાર અધિક એક લાખ યોજન પ્રમાણ છે. તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને એક લાખ ને અડ્યોતેર હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં ભવનવાસી દેવોના સાત ક્રોડ અને બહોંતેર લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ, અન્દરના ભાગમાં ચતુષ્કોણ અને નીચેના ભાગમાં કમળની કર્ણિકાની આકૃતિવાળાં છે, ઉત્કીર્ણ-જાણે કે કોતરેલ હોયની શું એવા સ્પષ્ટ અત્તરવાળી, વિસ્તીર્ણ અને ઉડી ખાત (ખાઈ) અને પરિખા જેની ચારે તરફ છે એવાં, જેના પ્રાકારને વિષે અટ્ટાલક, કમાડ, તોરણો અને પ્રતિકાર-નાની બારીઓ છે એવાં, યન્ત્રો, શતની (મોટી લકડી) મુશલ અને મુસંઢીથી યુક્ત, જ્યાં યુદ્ધ કરી ન શકાય એવાં, હમેશાં જયવાળાં, હમેશાં રક્ષણ કરાયેલાં, અડતાળીશ ઓરડાઓની રચનાવાળાં, અડતાળીશ વનમાળાઓની રચનાવાળાં, ઉપદ્રવ રહિત, મંગલરૂપ, કિંકર દેવોથી દંડ વડે રક્ષણ કરાયેલાં, લીંપણ અને ધોળવા વડે સુશોભિત, ઘાટા ગોશીષચંદન અને સરસ રક્તચંદન વડે
જ્યાં હસ્તના થાપા માર્યા છે એવા, જ્યાં ચંદનના કલશો મૂક્યા છે એવા, ચંદનના ઘટ વડે સુશોભિત તોરણો જેના લઘુ કારોના એક ભાગમાં આવેલા છે એવા, ભૂમિની નીચે લાગેલા અને ઉપર લટકાવેલ ફૂલની માળાઓના ઝુમખાવાળા, વેરાયેલા પાંચ વર્ષના સરસ સુગંધી પુષ્યના ઢગલાઓની શોભાવડે યુક્ત, કાળા અગર, શ્રેષ્ઠ કીંદ અને શિલારસના ધૂપની ચોતરફ પ્રસરતી ગંધવડે અત્યંત મનોહર, ઉત્તમ પ્રકારના ગંધયુક્ત સુગંધી પદાર્થોની ગંધવાળાં, સુગંધી દ્રવ્યોની ગુટિકારૂપ, અપ્સરાઓના ગણના સમુદાય વડે વ્યાપ્ત, દિવ્ય વાર્દેિત્રોના શબ્દ વડે યુક્ત, સર્વ રત્નમય,
અતિસ્વચ્છ, નિગ્ધ, કોમળ, ઘસેલાં, સાફ કરેલાં, રજરહિત, નિર્મલ, નિષ્પક નિરાવરણ કાત્તિવાળાં, પ્રભાવાળાં, કીરણોવાળાં, ઉદ્યોતવાળાં, મનને પ્રસન્ન કરનારાં, દર્શનીય–જોવા યોગ્ય, અત્યંત સુંદર, અને પ્રતિક્ષણ નવીન નવીન રૂપને ધારણ કરનારાં હોય છે. આ ભવનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા ભવનવાસી દેવોના સ્થાનો છે. તેઓ ઉપપાલવડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સંમુદ્દઘાટવડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલાં છે. ત્યાં ઘણા ભવનવાસી દેવો રહે છે. તે આ પ્રમાણે—“અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમોર, વિધુત્યુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિíમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર–દસ પ્રકારના ભવનવાસી દેવો છે.”૧ચૂડામણિ નામે રત્ન જેના મુકુટમાં છે, જેઓના ભૂષણમાં નાગની ફેણ ૨, ગરુડ ૩ અને વજ ૪ છે, તથા પૂર્ણ ૫ કળશ વડે અંકિત-યુક્ત ‘૩પ્ટેસ'–મુકુટ જેઓનો છે, જેના ભૂષણમાં સિંહ ૬ અશ્વવર ૭-ઘોડો અને શ્રેષ્ઠ ૮ હાથીરૂપ ચિહ્ન છે, જેના ભૂષણમાં ચિત્ર-આશ્ચર્ય કરનાર ૯ મગર અને ૧૦ વર્ધમાન-શરાવસંપુટ રૂપ ચિહ્ન નિયુક્ત છે એવા (અનુક્રમે અસુરકુમારાદિ) ભવનવાસી દેવો છે. તેઓ સુંદર રૂપવાળા, મહી ઋદ્ધિવાળા, મહા કાન્તિવાળા, મહા બલવાળા, મહા યશવાળા, મહા એશ્વર્યવાળા તરીકે સુપ્રસિદ્ધ, (મહા સુખવાળા) હારવડે સુશોભિત છાતીવાળા, કડા અને બાજુબંધથી જેના હાથ ખંભિત થયેલા છે એવા, અંગદ, કુંડલ તથા જેણે બન્ને કપોલપ્રદેશગાલનો સ્પર્શ કર્યો છે એવા કર્ણપીઠને ધારણ કરનારા, વિચિત્ર હસ્તાભરણવાળા, જેના મસ્તકને વિષે વિચિત્ર માળા અને મુકુટ છે એવા, કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્ર જેણે પહેર્યા છે એવા, કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપનને ધારણ કરનારા, દેદીપ્યમાન શરીરવાળા અને લાંબી લટકતી વનમાળાને ધારણ કરનારા, દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંઘયણ, દિવ્ય સંસ્થાન (આકૃતિ) દિવ્ય ઋદ્ધિ, દિવ્ય કાંતિ, દિવ્ય પ્રભા, દિવ્ય છાયા-સમૂહગત શોભા, દિવ્યા
120