SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम पद् मणुस जीव पण्णवण्णा श्री प्रज्ञापना सूत्र भाग १ सम्मत्तसद्दहणा।।१३।। निस्संकिय निक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठी य । उववूहथिरीकरणे वच्छल्लपभावणे અઠ્ઠા૪૫ સે ત્ત સરવસરિયા સૂ૦-૭૪|| (મૂળ) સરાગદર્શનાર્યો કેટલા પ્રકારના છે? સરાગદર્શનાર્યો દશ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ નિસર્ગરુચિ, ૨ ઉપદેશરુચિ, ૩ આજ્ઞારુચિ, ૪ સૂત્રરુચિ, ૫ બીજરુચિ, ૬ અભિગમરુચિ, ૭ વિસ્તારરુચિ, ૮ ક્રિયારુચિ, ૯ સંક્ષેપરુચિ, ૧૦ ધર્મરુચિ. જેણે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર (અને બંધાદિક) સહ સંમત્યા–સ્વાભાવિક મતિવડે (પરોપદેશ સિવાય) સત્યરૂપે જાણેલા છે અને તેની શ્રદ્ધા કરે છે તે નિસર્ગરુચિ. (૧) જે જિનેશ્વર ભગવંતે ઉપદેશેલા ચાર પ્રકારના ભાવોની ‘એમજ છે અન્યથા નથી' એ પ્રમાણે સ્વયમેવ શ્રદ્ધા કરે તે નિસર્ગરુચિ જાણવો. (૨) જે અન્ય છદ્મસ્થ અથવા જિનેશ્વર ભગવંતે ઉપદેશ કરેલા એજ ભાવોથી શ્રદ્ધા કરે તે ઉપદેશરુચિ જાણવો. (૩) જે હેતુને જાણ્યા સિવાય આજ્ઞાવડે ‘એમજ છે.અન્યથા નથી' એ પ્રમાણે પ્રવચન ઉપર રુચિવાળો હોય તે આજ્ઞારુચિ. (૪) જે સૂત્રનું અધ્યયન કરતા અંગ કે અંગબાહ્ય શ્રુત વડે સમ્યક્ત્વને પ્રાપ્ત કરે તે સૂત્રરુચિ જાણવો. (૫) જીવાદિ તત્ત્વના એક પદની રુચિવડે અનેક પદને વિષે જેની સમ્યક્ત્વ-રુચિ શ્રદ્ધા પાણીમાં તેલના બિંદુની પેઠે પ્રસરે તે બીજરુચિ જાણવો. (૬) જેણે અગિયાર અંગો, પઇન્ના અને દૃષ્ટિવાદ રૂપી શ્રુતજ્ઞાન અર્થથી જાણેલું છે તે અભિગમરુચિ. (૭) જેણે સર્વ પ્રમાણો અને સર્વ નયો વડે દ્રવ્યના સર્વ ભાવો ઉપલબ્ધ–જાણેલા છે તે વિસ્તારરુચિ જાણવો. (૮) દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, તપ, વિનય, સર્વ સમિતિ અને ગુપ્તિને વિષે ક્રિયાભાવની–આચરણની રુચિ હોય તે ક્રિયારુચિ. (૯) જેણે કોઈ પણ કુદૃષ્ટિ-કુદર્શનનો સ્વીકાર કર્યો નથી, જે જૈન પ્રવચનમાં અકુશલ છે અને બાકીના ઇતર પ્રવચન– દર્શનોમાં જેને અનભિગૃહીત-અભિમુખપણે–ઉપાદેયપણે જ્ઞાન નથી તે સંક્ષેપરુચિ જાણવો. (૧૦) જિનેશ્વર ભગવંતે કહેલા અસ્તિકાય-ધર્માસ્તિકાયાદિના ધર્મની—સ્વભાવની, શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મરુચિ જાણવો. ૫૨માર્થસંસ્તવ–૫૨માર્થ-જીવાદિ અર્થનો સંસ્તવ-પરિચય, અભ્યાસ, સુદૃષ્ટપરમાર્થસેવા–જેણે પરમાર્થને જાણ્યા છે એવા તત્ત્વજ્ઞ પુરુષોની ઉપાસના, વ્યાપન્નકુદર્શનવર્જના (વ્યાપન્નદર્શન–નિહ્નવાદિ પતિત અને બૌદ્ધાદિ કુદર્શનીનો ત્યાગ), અને સમ્યક્ત્વની શ્રદ્ધા–એ સમ્યગ્દર્શનના લિંગ-ચિહ્નો છે. નિઃશંકિત, (શંકારહિત), નિઃકાંક્ષિત (પરદર્શનની ઇચ્છા રહિત), નિર્વિચિકિત્સ ફળના સંશય રહિત, અમૂઢદસ્ટિ–મૂઢદૃષ્ટિ રહિત, ઉપબૃહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના [એ આઠ દર્શનાચાર જાણવા]. ૭૪૫ (ટી૦) તેમાં સરાગદર્શનાર્યોનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે–‘મે řિ તેં' ઇત્યાદિ. સરાગદર્શનાર્યો કેટલા પ્રકારના છે? આચાર્ય કહે છે–સરાગદર્શનાર્યો દસ પ્રકારના કહ્યા છે–‘નિસળુવર્ણી'-ઇત્યાદિ. અહીં રુચિ શબ્દનો પ્રત્યેકની સાથે સંબંધ ક૨વો એટલે નિસર્ગરુચિ. (૧) તેમાં નિસર્ગ સ્વભાવથી રુચિ-જિનેશ્વર ભગવંતે કહેલા તત્ત્વ ઉપ૨ શ્રદ્ધા જેને હોય તે નિસર્ગરુચિ જાણવો. (૨) ઉપદેશ–ગુરુ વગેરે એ વસ્તુ તત્ત્વનું કથન કરવું. તે વડે જેને રુચિ થાય તે, અર્થાત્ ગુર્વાદિના ઉપદેશથી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ તત્ત્વમાં જેને રુચિ થાય તે ઉપદેશરુચિ. (૩) સર્વજ્ઞના વચનરૂપ આજ્ઞામાં જેને રુચિ છે તે આજ્ઞારુચિ. જિનેશ્વર ભગવંતની આજ્ઞા જ તત્ત્વ-પરમાર્થરૂપ છે, બાકીની યુક્તિજાલ તત્ત્વરૂપ નથી એમ જે માને તે આજ્ઞારુચિ સમજવો. (૪) ‘મુત્ત-નીયમેવ’ ઇતિ. અહીં પણ રુચિ શબ્દ પ્રત્યેકની સાથે જોડવો, સૂત્ર—આચારાદિ અંગપ્રવિષ્ટ, અને અંગબાહ્ય–આવશ્યક દશવૈકાલિકાદિ, તે વડે જેને રુચિ થાય તે, એટલે કે આચારાંગાદિ અંગપ્રવિષ્ટ અને દશવૈકાલિકાદિ અંગબાહ્ય સૂત્રનું અધ્યયન કરતાં જે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને શુદ્ધ અને શુદ્ધતર પરિણામવાળો થાય તે સૂત્રરુચિ સમજવો. (૫) બીજની પેઠે અનેકાર્થને જણાવનાર એક પણ વચન તે બીજ, તે વડે જેને રુચિ થાય તે બીજરુચિ. આ બન્ને પદનો સમાહારદ્વન્દ્વ 81
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy