________________
[ ૪૪૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવઃ ૫ મો :
પડવાપૂર્વક ક્ષમા માગે, તે સર્વ સારું થાય.” ત્યારે તેઓએ જઈને રાજાને તે હકીક્ત કહી. ત્યારે તે રાજા પણ વિચારમાં પણ ન આવે એવા સાધુના માહાસ્યની ઉપ્રેક્ષા કરતો માન મૂકીને સૂરિની પાસે ગયે. અને તેણે ગુરુના ચરણકમળને સ્પર્શ કરવાપૂર્વક ગુરુને ખમાવ્યા. ત્યારે ગુરુએ તેને શિખામણ આપી, કે–
હે રાજા ! તું ધન્ય છે, કે જેથી નગરીમાં જાણે મોટા ધર્મના નિધાન હોય તેવા મુનિઓ વિનરહિત આ પ્રમાણે પરલકનું હિત કરે છે. હે રાજા ! સાધુજનના કૃત્ય વડે અકલ્યાણ થાય છે એમ તું શંકા કરીશ નહીં, કેમકે સર્વ લેકને પૂર્વે કરેલું અશુભ કર્મ જ અપરાધી છે. ” પછી કપાળતળ ઉપર બે હસ્તપલવને આરોપણ કરી ગુરુને વાર વાર ખમાવીને રાજા બાહુ સાધુની સમીપે ગયા અને મોટા આદરપૂર્વક પ્રણામ કરીને વિનંતિ કરવા લાગ્યો કે-“હે ભગવાન! કેપને મૂકી દે. આ જન તમારે સેવક છે, પરંતુ ' કાંઈક પાપકર્મ કરનારાએ આ પ્રમાણે મને વ્યામોહ પમાડે, તેથી તમારે તેની ક્ષમા કરવી.” પછી તેના મોટા મહાભ્યને વિચારતા રાજાએ સાધુના ચરણને પ્રાસુક જળવડે પખાળીને તે જળવડે સર્ષથી ડસાયેલે યુવરાજ અભિષેક કરાય (સીંચાયે). ત્યારે તેનો . વિશ્વના વિષયવાળો વિકાર નાશ પામે, અને તત્કાળ જાણે સૂઈને જાગ્યો હોય તેમ ઊઠીને બોલવા લાગ્યા, કે-“અહો ! આ શું છે?” ત્યારે તેને સર્વ વ્યતિકર કો તે જાણીને તત્કાળ શૃંગાર સજીને તે કુમાર સાધુની સમીપે આવે. મોટા આદરવડે વાંધીને રાજાદિવડે ચમત્કાર સહિત જેવાતે તે ભૂમિપીઠ ઉપર બેઠે. સાધુએ પણ ઉચિત ધર્મકથા કહી. પછી મોટા સંતેષને ધારણ કરતા તે જિન ધર્મ અંગીકાર કરી જેમ આવ્યું હતું તેમ પાછા ગયે. (બીજા પણ ગયા.) અનશનને પામેલા સાધુ પણ રાજા વિગેરે પ્રધાન લોકેવડે પૂજા મહિમાને કરતા પરલેકને પામ્યા. જિનશાસનની મોટી પ્રભાવને થઈ. આ પ્રમાણે આશ્ચર્ય કરનારા બીજા પણ બાહુ સાધુના ઘણે અતિશયને જોતાં હે બ્રશ દર! સૂરિને પૂછયું કે-“હે ભગવાન! તપસ્યા સરખી છતાં પણ બાહુ સાધુને આવા પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત થઈ, અને સુબાહુને ન થઈ તેનું શું કારણ?” સૂરિએ કહ્યું-“હે ભદ્ર! તે સારું પૂછયું. આ વિશેષ પ્રકારની અદ્ધિએ ભાવનાવડે વિશુદ્ધ તપાદિક કરવાવડે સંભવે છે, તેથી આ સુબાહુને તેવી ભાવનાનું રહિતપણું હેવાથી બાહા તપાદિક કણચેષ્ટાવડે લબ્ધિવિશેષે શી રીતે પ્રાપ્ત થાય?” આ પ્રમાણે સાંભળીને મોટા પ્રતિબંધને પામેલા મેં સંસારથી વિરક્ત ચિત્તવાળા થઈને તે જ સૂરિની પાસે દીક્ષા અંગીકાર કરી. પછી પ્રથમથી જ ભાવનાપ્રધાન તપના અનુષ્ઠાનવડે કર્મનું મથન કરવા માટે કોઈ પણ રીતે તથા પ્રકારે પ્રવર્યો, કે જેથી ઘનઘાતિકર્મના પ્રસારને હણને આવા પ્રકારની નિર્મળ કેવળજ્ઞાન લક્ષમીને હું પામે છું, તેથી હવે તમારી જેવાના ભૂત અને ભવિષ્યના વિષયવાળા સેંકડો સંશને હું નાશ કરું છું.” આ પ્રમાણે મૂળથી સાંભળીને ચિત્તને વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થવાથી બાદ પિતાની રજા લઈને તે કેવળીની પાસે દીક્ષા ગ્રહણ