________________
[ ૪ર૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવેઃ ૫ મો :
ચકવતી શરીરના નિઃસારપણુએ કરીને, ભગવાન શિલાતિપુત્ર પણ વંશના અગ્રભાગે લાગ્યા છતાં પણ વિષયના અત્યંત વિરાગપણાએ કરીને, વળી મરુદેવી માતા ઋષભદેવ જિનેશ્વરની દ્ધિ જેવાથી ઉત્પન્ન થયેલા મોટા હર્ષવડે કરીને સંસારરૂપી વનના અગ્નિ સમાન ભાવનાને પામ્યા હતા, તેમ સંભળાય છે. ઘણા પ્રકારે જીને તે તે જુદા જુદા) ભાવ ઉત્પન્ન થવાથી પરમાર્થ વડે ભાવનાનું ઇયત્તા પરિમાણ કરવાને ડાહ્યા પુરુષે પણ સમર્થ નથી. લવણ રહિત જનની જેમ અને હૃદયમાં પ્રીતિ રહિત સ્ત્રીની જેમ ભાવના ૨હિત માટે વિધિ પણ લાઘા પામતું નથી. સિદ્ધાંતને વિષે સંભળાય છે કે-નવ શૈવેયકને વિષે અભવ્ય જીવોએ પણ અનંત શરીર મૂક્યા છે, પરંતુ જ્ઞાનાદિક ભાવના વિરહને લીધે મોટી તપશ્ચર્યા કર્યા છતાં પણ મોક્ષના સુખને લાભ થયો નથી, કેમકે થોડી ધર્મ ક્રિયાવડે રૈવેયકમાં ઉત્પત્તિ પ્રાપ્ત થતી નથી. દાન, શીલ અને તપને વિષે જે કોઈ પણ રીતે ભાવના ન હોય, તે તે (દાનાદિક) સર્વે પિતાના કાર્યને સાધતા નથી. તપ" વિગેરે ધર્મને કરનાર પણ ભાવના રહિત હોય તે બ્રહ્મદત્તની જેમ વાંછિત અર્થને પામતું નથી અને તેથી અન્યથા (ભાવના સહિત) હોય તે તે બ્રહ્મદત્તની જ જેમ વાંછિત અર્થને પામે છે. આ બન્નેના વિષયમાં પણ બ્રહ્મદત્તનું કથાનક સાંભળે.
કાચા પ્રાકાર (ગઢ)ના પરિક્ષેપવડે શત્રુઓને પાછા હઠાવનારી, વખારા પર્વતના જેવા મોટા વરંડક(વંડી)વડે વીંટાયેલા સેંકડો પ્રાસાદવડે શોભતી અને હિત, અહિત અને વિવેકને જાણવામાં નિપુણ મનુવડે મનહર સુકેશલા નામની નગરી છે. તે નગરીને વિષે ઘાંચીના જ ઘરમાં ખળ(ખેાળ)ને સંભવ છે, ગાંધીની દુકાનમાં જ કુ(કોઠા)નું દર્શન છે, ઓષધ શબ્દમાં જ રોહિણી (એ નામની ઓષધિ)નું જ દલન(પીસવું) છે, અને સરોવરમાં જ નાલિય(નાળીયેર)ની ઉત્પત્તિ છે, પરંતુ લેકેને વિષે ખળ(શઠ)ને સંભવ નથી, કુષ્ઠ(કોઢના રેગ)નું દર્શન નથી, રહિણ(નક્ષત્ર)નું દલન નથી અને જુગારની ઉત્પત્તિ નથી. આવા પ્રકારની નગરીમાં બાલજાતિ, મંદજાતિ, મૃગજાતિ અને ભદ્રજાતિ એવા ચાર પ્રકારના શ્રેષ્ઠ હાથીરૂપી ચતુરંગ સેન્યવાળો, બળદેવના જેવા સામર્થ્યવાળે અને સર્વ રાજાઓના મસ્તક મણિ સમાન શ્રીહર્ષ નામે રાજા છે. તેને રૂપાદિક ગુરૂપી મણિઓની રેહણાચળની ભ્રમિરૂપ ભાનુમતી નામની ભાર્યા છે, અને સત્ય, સોહિત્ય તથા ત્યાગ (દાન) વિગેરે ગુણવડે પ્રસિદ્ધિને પામેલે સિદ્ધદેવ નામે પુત્ર છે. હવે તે જ રાજાના પુરના લોકેનો કારણિક (કામ કરનાર) અને સારા યશવાળ ધર્મયશ નામના શ્રેષિપુત્ર છે, અને તે રાજપુત્રને પરમ મિત્ર છે. બીજા પણ બે તેના મિત્ર છે. તેમાં એક ધનદેવ નામને મંત્રીપુત્ર અને બીજો સેમદેવ નામે પુરાહિત પુત્ર. રાજપુત્ર વિગેરે તે ચારે મિત્રો સાથે જ ક્રીડા કરે છે અને સાથે જ
૧. આટલાપણું એવું માપ. ૨. અથવા હિત-અહિતના વિવેકને.