________________
તજ
•
•
ભાવ ધમની મહતા અને તેના ઉપર બ્રહ્મદત્તની કથા.
[ ૪ર૩ ]
પ્રયત્નવડે તે મિથુન વિષયમાં આસક્ત થયું, તે પણ મુનિનું મન મેરુગિરિના શિખરની જેમ જરાપણ ચલાયમાન થયું નહીં. ત્યારે પ્રશાંત થયેલી કાત્યાયની તેને વાંદીને તથા ખમાવીને કહેવા લાગી કે-“હે મુનિવર ! તમે ધન્ય છે, કે જેનું શીલ આવું અકલંક અને પર્વત જેવું અતિ નિશ્ચળ છે. હે મુનિનાથ! તમારા દર્શનવડે હું પણ આજે કૃતાર્થ થઈ છું. તમારાથી બીજે કઈ આવા પ્રકારની કીર્તિને પામ્યું નથી. જમદગ્નિ, વાસ, દુર્વાસા વિગેરે જે મહામુનિઓ થઈ ગયા, તે પણ યુવતિના વિકારવાળા દર્શનવડે પણ મનમાં ક્ષોભ પામ્યા હતા. અને તેથી કરીને તત્કાળ પિતાના ઘર, સ્ત્રી અને વિષયના વ્યાસંગમાં સન્મુખ થયા હતા, પરંતુ તમને અનેક પ્રકારે ક્ષોભ પમાડ્યા છતાં પણ તમે જરા પણ ક્ષોભ પામ્યા નથી, તેથી એક જિન ધર્મ જ સારભૂત (શ્રેષ્ઠ) છે, કે જેમાં શાંત રૂપવાળા આવા પ્રકારના મહામુનિઓ જાણે સાક્ષાત શીલનું ઘર હોય તેવા દેખાય છે. ” ઈત્યાદિ સુરેંદ્રદત્ત મહામુનિની સમ્યફ પ્રકારે લાદ્યા કરીને (જિનધર્મમાં) ઉત્પન્ન થયેલા બહુમાનવાળી તે દેવી પિતાને સ્થાને ગઈ. પછી સૂર્યને ઉદય થયે ત્યારે ઘણા વિવિધ પ્રકારના તપ કરવાવડે ખપાવેલા મળવાના તે સાધુએ કાર્યોત્સર્ગ પારીને અન્યત્ર વિહાર કર્યો. પછી કાળના ક્રમવડે નીસરણીના જેવી ક્ષપકણિ ઉપર ચડીને સુરેંદ્રદત્ત અમૂલ્ય મોક્ષભવનને પામ્યો. આ પ્રમાણે એક શીલ જ સદ્ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે, દુઃખરૂપી અગ્નિને શાંત કરવામાં (બાળવામાં) છાણારૂપ છે અને મનવાંછિતને સિદ્ધ કરવામાં અનુકૂળ છે, સંસારના ભયને મસ્તકના શૂળ સમાન છે ઘણા પ્રકારના ગુણરૂપી ધાન્યને સંચય કરવામાં મુશળ(સાંબેલા)રૂપ છે, અને અધર્મ કુકર્મને પીલનાર છે. આવા શીળને જે ધારણ કરે છે, તે મહાસત્વવાળા છે.
ભાવના ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે ઉદાહરણ સહિત શીલાધર્મને સારી રીતે કહીને હવે હું ઉદાહરણ સહિત ભાવના(ભાવ)ધર્મને કહું છું.
જે વિશુદ્ધ ચાવડે જીવ ભવાય છે (ભાવિત કરાય છે) અને વાસિત કરાય છે, તે ભાવના કહેવાય છે, અને તે જ્ઞાનાદિકના વિષયવાળી ઘણા પ્રકારની છે. કોઈ જીવ જ્ઞાનવડ, દર્શનવડે અને ચારિત્રવડે તથા તીર્થકરની ભક્તિવડે અવશ્ય આ જગતમાં અત્યંત ભાવનાવાળે થાય છે. આ જગતમાં કંઈક જીવ સંસારની દુવંછાવડે, કામની વિરતિવડે, સાધુની સેવાવડે અને જિન ધર્મની પ્રભાવનાવડે ભાવિત થાય છે, કોઈ મોક્ષસ્થાનના શુભ અનુરાગવડે અને સારા સંગવડે ભાવિત થાય છે, કેઈ મોક્ષને અથી જીવ અનુચિતની અપ્રવૃત્તિ વડે, નિંદાવડે અને ગહોવડે ભાવિત થાય છે, જે જીવ જે કઈ કુશળ કવડે નિચે ભાવિત થાય છે, તે ભાવના તેને જ ધર્મ ઉત્પન્ન કરનારી થાય છે. ભરત