________________
[ ૪૦૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા ઃ
થઇ, કે જયાં તે વાનરરૂપે વર્તે છે. પછી આમતેમ ફરતા તે વાનરે કાજળના ઢગલા જેવી શ્યામ તે સર્પણુને જોઇ. તેણીએ પણ તે વાનરને જોયા. તેમાં વિશેષ એ કે-વાનર તેણીને જોવાવડે કાંઇક સ’તેષ પામ્યા. બીજી ( સર્પણુ ) પણ તેને જોવાથી પૂર્વ ભવના અમના ( ઈર્ષ્યાના ) વશથી કાપ પામી, અને “ કયા ઉપાયવડે મારે આને મારવા ? ” એમ વિચારીને માયાના શીળપાવડે ચેષ્ટા રહિત થઇને તેની ષ્ટિમાર્ગમાં પડી. તેને જોઇ વાનરે પણ અનુકંપાવડે “ શું આ બિચારી મરી ગઈ ? ” એમ તર્ક કર્યો. પછી તેણીની પાસે આવીને અંગઉપાંગનું અવલેાકન કરતા તેને તેણીએ અવસર પામીને તડ દઈને તેના એને ડંખ્યા. ત્યારે તેણીના ગાઢ વિષવિકારની વેદનાથી પરાભવ પામેલા તે વાનર તત્કાળ મરણ પામ્યા, અને તે જ અટવીમાં હરણુ ઉત્પન્ન થયેા. સર્પણુ પણ પેાતાના આત્માને કૃતકૃત્ય (કૃતાર્થં ) માનતી તે જ પ્રમાણે વર્તતી વનના મારવડે ગળી જવાઇ, અને તે જ અટવીમાં સિહણુરૂપે ઉત્પન્ન થઇ. તે બન્ને કાળના ક્રમે કરીને યુવાવસ્થાને ' પામ્યા. દૈવના દુ/ગવડે એક ઠેકાણે મળ્યા. ત્યારે સિંહણે તે હરણને હણ્યો. ત્યારે તે તે જ ટવીના પ્રદેશમાં સપણે ઉત્પન્ન થયા. બીજી પણ પ્રસવને સમયે ઉત્પન્ન થયેલી માટી વેદનાવર્ડ વ્યાકુળ થઇને મરીને નકુલી થઇ. તેણીએ પણુ કાઇપણ પ્રકારે તે સર્પા બાળક જોયા, અને પૂર્વના અમ વડે તેના વિનાશ કર્યાં. ત્યારે તે તે જ પ્રદેશમાં વનકુટ થયા. ખીજી પણ વિશ્ય પશુવર્ડ ઉદરને ફાડવાથી મરીને તે જ પૃથ્વીના પ્રદેશમાં સિચાણી પક્ષિણી થઈ. વિધિના વશથી તેણીએ તે વનટને જોયા. જોઇને રાતા નેત્રવાળી તેણીએ ચંચુના પ્રહારવડે તેવી રીતે કાઇપણ પ્રકારે હણ્યા, કે જેથી મરણ પામ્યું. બીજી પણ જાળમાં પડી અને ભિલ્લું તેણીને મારી નાંખી. આ પ્રમાણે વૈરિણી ભાયોએ પાંચ વાર કપિલને હણ્યા. જાણ્ણા કે થાડુ' પણ કરેલું ત્રિપ્રિય ઘણા દુ:ખના સમૂહને પ્રાપ્ત કરે છે. આથી કરીને જ કારણ વિના કાપ પામેલા મનુષ્યવડે હણાતા પણ 'મહાનુભાવ મુનિએ ઘેાડા પણ દ્વેષ કરતા નથી, કારણ કે તેઓ વિષવૃક્ષની જેમ થાડા પણ પ્રદ્વેષના દુ:ખે કરીને સહન કરાય તેવા અને અવિચ્છિન્ન મેાટા વિસ્તારવાળા કટુ વિપાકને જાણે છે. આ પ્રસંગે કરીને સર્યું. હવે કપિલે પાંચ વાર પ્રગટ થયેલા દ્વેષવડે તેણીને જે પ્રકારે હણી, તે પ્રકારે સાંભળા—
તે કપિલના જીવ પણ વનકુટની પછી છઠ્ઠા ભવમાં સુનંદ નામના બ્રાહ્મણપુત્ર થયા. બ્રાહ્મણીના છત્ર પણ વામન નામે દાસીપુત્ર ઉત્પન્ન થયા. કાઇપણ પ્રકારે તે બન્નેનુ દન થયુ. પૂના પશ્ચાત્તાપના વશથી વામને સુંદર ને દુચનાદિકવડે કદના કરવાના પ્રારંભ કર્યો એક દિવસ સુનદે ઉત્પન્ન થયેલા મેટા ક્રોધના આવેશવડે તેને લાકડીવડે માર્યા. મમ સ્થાનમાં તાડન કરેલેા તે તત્કાળ મરી ગયા અને વિધ્ય પર્વતની પાસે માટી હાથી થયા. બીજે પણુ ક્ષુધાથી દુ:ખી થયેલેા શ્રેષ્ઠીના ઘરમાં સ્નિગ્ધ અને પ્રમાણથી અધિક લેાજનના ઉપલેાગવડે પેટમાં શૂળ ઉત્પન્ન થવાથી મરીને તે જ વિન્ધ્યગિરિની પાસે શરભ થયા.