________________
| [ ૪૦૦ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૫ મે ઃ
આપત્તિ આવે, તે તું કહે કે “હું ક્યાં જાઉં?” ત્યારે કાંઈક હસીને રાજાએ કહ્યું કે“હે શ્રેષ્ઠ સુર ! પૂર્વ જન્મમાં કરેલા પાપને પોતે અનુભવ કર્યા વિના મોક્ષ કેમ થાય? તેથી આ મહાનુભાવ(વેતાલ)ને શ ષ છે? કેમકે મારા કર્મવડે સેવકની જેમ હું હિત કાર્યને વિષે જોડાયેલ છું ” તે વખતે પ્રશમના સારવાળું તેનું વચન સાંભળવાથી વૃદ્ધિ પામતા ચિત્તના સંતોષવાળા ક્ષેત્રપાળે કહ્યું કે “હે છેષ નર! આ અરય ધન્ય છે કે જ્યાં ચિર કાળના કરેલા સુકૃતના મોટા સમૂહના યશથી પામી શકાય તેવો અને મૂર્તિમાન જાણે ધર્મ હોય તેવો તું કઈ પણ દિવ્ય યોગે કરીને પ્રાપ્ત થયો છે.” ત્યારે રાજાએ કહ્યું કે- “હે શ્રેષ્ઠ દેવ ! તે વેતાલને તેં કેમ નિવારણ કર્યો ? મને પીડા કરીને આ ભવમાં પણ ચિર કાળના દુષ્કૃતનો અંત ભલે કરે. કેમકે પૂર્વે કરેલું કટુક વિપાકવાળું દુષ્કૃત પછી પણ સહન કરવાનું છે, તે હમણાં પણ તે સહન કરવાથી ત્યાર પછી નિરંતર સુખ થાય.” ત્યારે ક્ષેત્રપાળે કહ્યું કે-“હે શ્રેષ્ઠ પુરુષ ! શું રાજ્યને પામેલા તે કઈ દેવ કે દાનવની પ્રમાદથી કે હાંસીથી વિરાધના કરી હતી ? કે જેથી આ પ્રમાણે અત્યંત કોપ પામેલા તેણે વિચાર કર્યા વિના આ અરણ્યમાં નાંખ્યો ?” ત્યારે રાજાએ કહ્યું કે-“હે શ્રેષ્ઠ દેવ ! આ ભવને વિષે થોડી પણ દેવાદિકની કરેલી વિરાધને મને યાદ આવતી નથી, અને પરભવ સંબંધી તે વિરાધના હોય તે તે તું જાણે જ છે.” આ પ્રમાણે સાંભળી તે ક્ષેત્રપાળ રાજાને વિષે માટે પક્ષપાત થવાથી અવધિજ્ઞાનના ઉપ
ગવડે ચિર કાળના વૈરની પરંપરાના અનુબંધને જાણીને કહેવા લાગ્યો કે-“હે મોટા રાજા ! કઈ પણ વખત કારણ વિના કાર્ય ઉત્પન્ન થતું નથી, તેથી આની સાથે જે વેરનું કારણ છે કે તું સાંભળ.”
આ જંબુદ્વિપ નામના દ્વીપને વિષે શતદ્વાર નામના નગરમાં કપિલ નામે બ્રાહ્મણ હતું. તેને શ્રીમતી નામની ભાર્યા હતી. સમગ્ર શાસ્ત્રનો પારગામી હોવાથી શ્રતના ગર્વને ધારણ કરતા તે કપિલે એક વખત પટહ વગડાવવાપૂર્વક આવી આઘોષણા કરાવી, કે-“જે કઈ છએ દર્શનને વિષે વિદ્વાનના વાદને વહન કરતો હોય, તે તે મારી સાથે ન્યાયમાર્ગમાં અવગાહન કરો.” આ પ્રમાણે તેના વચનના વિન્યાસથી પરાભવ પામેલ કોઇપણ કાંઈપણ એટલામાં બે નહીં, તેટલામાં ઉત્સાહ પામે તે “શૂન્યા પાવાવાઃ” (પરના પ્રવાદે શૂન્ય છે) એમ કહેવા લાગ્યા. આ પ્રમાણે શંકા રહિત વિક, ચતુષ્ક અને ચર્ચરને વિષે કરાતી આષણને વિહારની ચયામાં નીકળેલા, જિનવચનમાં ભાવિત મનવાળા, અનેક પરવાદીને વિજયવડે જયપત્રને પામેલા અને અનેકાંતવાદમાં કુશળ ધર્મરુચિ નામના મુનિએ સાંભળીને તે પુરુષને નિવાર્યા, કે“હે લોકો! આવી ઘોષણા હવે ફરીથી કરશે નહીં.” ત્યારે તેઓએ તે હકીકત કપિલને કહી. તે સાંભળીને રોષ પામેલ કપિલ ધર્મરુચિની સાથે વાદ કરવા ઉપસ્થિત થયે. તે બને પણ રાજસભામાં ગયા. “જે જેનાવડે છતાય, તે તેને શિષ્ય થાય.” એ