SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪૮] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ : શકાતું નથી. ” આ પ્રમાણે મોટી સેંકડો શંકારૂપી પવનની લહેરેવડે હરણ કરાયેલા હૃદયવાળે તે તેવા કોઈ પણ શેકને પાયે, કે જેથી તેની રતિ (પ્રીતિ) દૂર જતી રહી. ભેજનની ઈચ્છા છેદાઈ ગઈ, રાત્રિએ નિદ્રા પણ દૂર નાશી ગઈ, કુળની લજજા નાશ પામી, અને ધીરજતા પણ જતી રહી. જાણે મદભર થયે હેય, મૂચ્છિત થયો હોય, અને ચિત્રમાં આળેખેલે હોય તેમ નિચળ શરીરવાળે તે તેવી અવસ્થાને પામે, કે જેથી મરેલાના શરીરવાળે દેખાવા લાગ્યો. તે સદા લાંબા નિ:શ્વાસ મૂકવા લાગે, આળોટવા લાગે, અંગભંગ કરવા શરીરને મરડવા) લાગે, અને વિવિધ પ્રકારના વિકાર દેખાડવા લાગ્યો. અરે રે! અર્થ માટે અનર્થ જ છે. આ રીતે તેવા પ્રકારે કોઈ પણ રીતે તેના દેહને વિષે મહાદુઃખ વૃદ્ધિ પામ્યું કે જે રીતે ઉત્પન્ન થયેલ પ્રબળ (મોટા) જવરરૂપી ભયંકર વેદનાથી પીડા પામેલો તે પરાધીન રહ્યો. તે વખતે લેકમાં વાર્તા થઈ કે- “ કેશવ છેવટની (મૃત્યુની) દશાને પામે છે અને તેના રોગનું ઉથાન કેઈપણ સમ્યફ પ્રકારે જાણી શો નથી.આ સર્વ વૃત્તાંત શંકરે જાયે. અને ત્યાર પછી પોતાની બુદ્ધિથી સંભાવના કરી કે-“ સુવર્ણ ને આશ્રીને ખરેખર આને રોગનું કારણ થયું છે.” એમ વિચારીને ભાઈના પ્રતિબંધથી - હૃદયમાં ઉલ્લાસ પામતે તે શંકર કેશવની પાસે ગયો, અને સનેહ સહિત તેણે તેને પૂછયું, કે-“હે ભાઈ ! શરીરના કારણનું શું નિદાન છે?” ત્યારે કેશવે કહ્યું કે-“હું સારી રીતે જાણતો નથી. કોઈ પણ પ્રકારે એમ ને એમ જ ભજનની ઇચ્છા વિગેરે મારા ભાવો દૂર નાશી ગયા છે. હમણાં તે શરીરની તેવી કોઈ પણ અધરતા (તુચ્છતા) વતે છે, કે જેથી થોડા કાળનું જ જીવિત જણાય છે.” તથા અશ્રજળ વડે વ્યાપ્ત નેત્રવાળા કેશવે ફરીથી કહ્યું કે-“હે ભાઈ! આ મારી છેલ્લી પ્રાર્થના છે, કે-ઘરના માણસોની સાથે તે સારી રીતે વર્ત જે.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે મોટા નેહના અનુબંધને પામેલા શંકરે-“વિક્રમ અને વ્યવસાયવડે ભગવતી લકમી સુલભ જ છે, પરંતુ સહોદર ભાઈ દુર્લભ છે, તથા બને ભવમાં વિરુદ્ધ એવા આ દ્રવ્યવડે શું ફળ છે?” એમ વિચારીને કહ્યું કે-“હે વત્સ! તું ધીર થા. હું તે પ્રકારે કરીશ, કે જે પ્રકારે થોડા કાળમાં જ તું ગિરહિત શરીરવાળો થઈ જઈશ.” ત્યારપછી એકાંત કરાવીને શંકરે અમૃતની છટા જેવી હરણ કરેલા સુવર્ણની ખેફ્રિકાના ગ્રહણની વાત તથા તેનાથી બીજા (કૃત્રિમ) સુવર્ણને નાંખવાની વાત કેશવના શ્રવણપુટમાં નાંખી. તે સાંભળીને તત્કાળ તેના બને નેત્ર વિકસ્વર થયા, શરીરનો ઉત્સાહ ઉછળે, રતિ પિતાને સ્થાને (હૃદયમાં) આવી, ભેજન કરવાની ઈચ્છા થઈ અને ઉડીને શંકરના પગમાં તે પડ્યો. તેને કહેવા લાગ્યો કે-“હે. ભાઈ ! તેં સારું કર્યું, કે જેથી આ રીતે આ ધન તેં હરણ કર્યું, અને મહાપાપને કરનાર તથા અસત્ય પ્રતિજ્ઞાવાળો હું આવા પ્રકારની શિક્ષાને યોગ્ય છું. મેં સર્વ પ્રકારે અયોગ્ય કર્યું છે. હવે આજથી જાવાવ સુધી આવા પ્રકારના દુષ્ટ વિલાસની નિવૃત્તિ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy