SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા : પાળવામાં તત્પર અને પરમ ગુરુની શુશ્રુષા વિગેરે ગુણાને પામેલા તે બન્ને વિચરવા લાગ્યા. પછી કાઈ એક સમયે તે સાધુએ તેમને એષ આપ્યા, કે— ', "" “ હૈ દેવાનુપ્રિયા ! સાક્ષાત્ કલ્પવૃક્ષની લતા જેવી આ જિનેશ્વરની દીક્ષા માત્ર એક દોત્ય દોષના જ નાશ કરનારી નથી, પરંતુ ખીજા પણ મનવાંછિતને પ્રાપ્ત કરવામાં એક તત્પર છે, અને તેને વિષે જ એકચિત્તવાળા ધીર પુરુષાને તે પ્રત્યક્ષ જોવામાં આવે છે. આ જિનેશ્વરની દીક્ષાથી જ ચક્રી, ઇશ્વર, તીર્થંકર અને ગણધરની પદવી, આમૌષધિ વિગેરે અનેક પ્રકારની લબ્ધિ, સુંદર અને ઉદાર શરીરનુ રૂપ, સૌભાગ્ય, ભાગ, લાલ અને આજ્ઞાનું ઐશ્વર્યાં વિગેરે સર્વ પ્રયત્ન વિના જ પ્રાપ્ત થાય છે. વળી આ દીક્ષા જ સર્વ પ્રકારના ઉત્પન્ન થતા દુ:ખને જલાંજળિ આપનાર ( નાશ કરનાર ) છે, તથા આ દીક્ષાથી જ શાશ્વત સુખની શ્રેણિ( સમૂહ )ના સારરૂપ મેાક્ષ પણ પ્રાપ્ત થાય છે. તેથી કરીને આ ચારિત્રને વિષે એક ક્ષણ માત્ર પણ પ્રમાદનું આચરણ કરનારા ન થશે. કેમકે આ ચારિત્ર( દીક્ષા )ને કાંઇપણુ અસાધ્ય નથી. તે ખાખત ઘણું કહેવાથી શું ? ” આ પ્રમાણે સાંભળીને રામ અને નાગદત્તે વિતક ના ત્યાગ કરવાપૂર્વક “ તે પ્રકારે હા એમ સં અંગીકાર કર્યું, પરંતુ નાગદત્તને બ્રાહ્મણ જાતિની સાથે વૃદ્ધિ પામેલા શુચિપણારૂપ પિશાચાદિકના કારણથી કલ્પાદિક મુનિના આચારા રૂચતા ન હતા, અને બીજાને ( રામને ) તે આચારા અમૃતની જેમ પરિણમ્યા. આ પ્રમાણે ચિરકાળ સુધી પ્રત્રજ્યાનુ પાલન કરીને છેવટે મરણ પામીતે તે બન્ને સાધમ દેવલાકને વિષે પુષ્પાવત’સક નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં આયુષ્ય પાળીને ત્યાંથી ચન્યા સતા તે અને વસંતપુર નગરમાં પદ્મદત્ત નામના શ્રેષ્ઠીના પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યાં ખળાવસ્થાથી જ પરસ્પર પ્રેમવાળા બન્ને એક જ સ્થાને શયન, ભાજન અને ગમન વિગેરે ચેષ્ટા (ક્રિયા ) કરવામાં તત્પર થઇને દિવસોને નિČમન કરવા લાગ્યા. એક દિવસ ત્યાં અનંત નામના કેવળજ્ઞાની આવ્યા. તેને વાંદવા માટે નગરના સર્વ લેાકેા ગયા. રામ અને નાગ દત્ત પણ ગયા. ભગવાન કેવળીએ તેને મેાક્ષસ્થાનના મૂળવાળા અન્ને પ્રકારના ધર્મ કહ્યો. તે સાંભળીને ઘણા ભવ્ય છવા પ્રતિધ પામ્યા. રામ પણું પૂર્વ ભવમાં પાળેલા ધર્મ પણાએ કરીને તત્કાળ જિનધર્મમાં એકચિત્તવાળા થયા, પરંતુ નાગદત્ત તેનાથી વિપરીતપણાએ કરીને કેવળીના વચનને અનેક પ્રકારે સાંભળ્યા છતાં પણુ તથા હેતુ, યુક્તિ અને હૃષ્ટાંતવડે ઉપદેશ અપાયા છતાં પણ પ્રતિમાધ પામ્યા નહીં. કેવળીનુ' વચન અત્યંત મનેાહર છતાં પણ દુષ્કર્મ વડે દૂષિત થયેલા મનવાળા જીવને મલિન વસ્ત્રને વિષે કેસરના રંગની જેમ જરા પણુ લાગતુ' નથી (અસર કરતું નથી ). તે ધન્ય જીવના શ્રવણુને વિષે જેમ જેમ કૅવળીનુ વચન પ્રવેશ કરે છે, તેમ તેમ ધવડે સર્પના વિષની જેમ તેનું મિથ્યાત્વ વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે હે રાજા! ધર્મ વડે કાંઇક પણ સ્પર્શ કરાયેલા કેટલાક પ્રાણીએ દુષ્કર્મ વડે દૂષિત મનવાળા હોવાથી ધર્માંના અત્યંત
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy