SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠા ગણધરનું વૃત્તાંત. [ ૨૮૯] નિશ્ચયવાળી મારું મરણ કે જીવિત ગમે તે થાઓ, કેમકે અકાર્યને સેવન કરનારા તે જીવિતવડે પણ મારે સર્યું. પિતાની પ્રતિજ્ઞાન ભંગ નહીં કરીને તથા પિતાના કુળકમના આચારનો નાશ નહીં કરીને જે મરણ થાય તે પણ જીવિત જ છે. અને તેથી ઊલટું થાય તે જીવિત પણ મરણ જેવું જ છે. પ્રતિજ્ઞાન ભંગ કર્યા વિના જેણે મરણ પણ અંગીકાર કર્યું હોય તે જ આ જગતમાં ધન્ય છે, અને તેની જ ચંદ્ર જેવી નિર્મળ કીર્તિ છે. આ પ્રમાણે વિશુદ્ધ ચિત્તવાળી તે પંચ નમસ્કારનું સ્મરણ કરતી મરણ પામીને વર્ગની લક્ષમીનું પાત્ર થઈ. ત્યાર પછી તેનું પારલૌકિક કાર્ય કરીને સમ કુમાર યમરાજાનું અત્યંત સ્વચ્છેદશીલપણું જાણીને તથા વ્યાધિથી વ્યાપ્ત થયેલાનું અનિવારિત પ્રસરપણું નિશ્ચય કરીને યંગ્ય સમયે પોતાના પિતાને કહેવા લાગ્યો, કે-“હે પિતાહવે ગ્રહવાસને વિષે શું રહેવું ? જૂદા જૂદા ગૃહવ્યાપારના કરવાવડે આત્માને શું અગાધ ભવસમુદ્રમાં નાંખે ? તથા જાણતા પુરુષોએ પણ અનિત્યતાદિક અગ્નિની જવાળાની શ્રેણિના સમૂહની મધ્યે શું વસવું ? તથા વળી બાળ૫ણને વિષે પણ જેણે ચારિત્ર ગ્રહણ કર્યું હોય, તેના પાદ વાંદવા લાયક છે, કે જેઓએ અગ્નિના જે દુસહ પ્રિયને વિયોગ અનુભળ્યું જ નથી. તેથી હે પિતા ! સર્વથા પ્રકારે મોહના પ્રચારને ખલના પમાડવા માટે તમે સહાયભૂત થાઓ. હવે મારે ગૃહવાસમાં ઉત્પન્ન થતાં સુખે કરીને સર્યું.” આ પ્રમાણે છે મોટા રાજા ! નિશ્ચિત મતિવાળા પોતાના પુત્રને તેના પિતાએ અનુમતિ આપી. ત્યારે તે મહાત્મા કુમાર મારી કેવળજ્ઞાનની ઉત્પત્તિ જાણુને પાંચસો રાજપ સહિત શીધ્રપણે અહીં આવ્યું અને દુર્લભ ચારિત્રને તથા ગણધર પદવીને પામ્યા. આ પ્રમાણે પાંચમા ગણધરની કાંઈક વક્તવ્યતા કહી. હવે છઠ્ઠા ગણધરની તે વક્તવ્યતાને હું કહું છું, તે તમે સાંભળે. અથ છઠ્ઠા ગણધરનું વૃત્તાંત સર્વે દ્વીપ અને સમુદ્રની મધ્યે સ્થાન પામેલે જબૂદ્વીપ નામને દ્વીપ એક લાખ જનના પરિમાણવાળે છે. તેના કપાળના તિલક સમાન ઐરાવત નામના ક્ષેત્રમાં ઇંદ્રના નગર જેવું મનહર સુવર્ણપુર નામનું નગર છે. જે નગરમાં કમળને જળ(જડ)ને સંગ છે, અરિષ્ટ રત્નનું જ કૃષ્ણપણું (શ્યામપણું) છે, રાત્રે ચક્રવાક પક્ષીને જ પ્રિયને જ વિયેાગ છે, પરંતુ લેકેને આ કાંઈ પણ નથી. તે નગરમાં ગર્વિક દુષ્ટ માણસોના નાશ કરવાવડે યશના સમૂહને પામેલો અને મોટા રાજાઓના સમૂહવડે નમાયેલા ચરણવાળો શિવધર્મ નામે રાજા છે. તેને વામદેવ નામને મંત્રી છે તે બુદ્ધિવડે સાક્ષાત્ બૃહસ્પતિ જેવો છે, તથા સારી રીતે જોડેલી મનની એકાગ્રતાના પ્રાગવડે - ૭
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy