________________
=
= છે
.
અનંતકેતુ અને મહાવેગના સૈન્યને પરસ્પર સંગ્રામ.
[ ૨૫૩ ]..
કુમાર વેગથી ચાલ્યો, એટલામાં કેટલાક લાંબા આકાશભાગને પામે તેટલામાં તે ખેચર રાજાને પુત્ર અનંતકેત તેની દષ્ટિગોચર થયે. ત્યારે મહાવેગ કુમારે તેને કહ્યું કે-“ અરે રે! અધમ ખેચર ! ધનુષ્યને જોયા વિના વેધ ઉત્પન્ન કરીને અથવા તે છળથી ઘાત કરનાર કૂતરાની જેમ કાંઈપણ ઉપધાન ઉત્પન્ન કરીને નાશી જતો તું હે પાપી કેમ લજજા પામતે નથી? અથવા તો આવી અધમ ચેષ્ટા વડે શું તું પાતાલમાં નહીં જાય ? અથવા તો આ કહેવાથી ? મારી સન્મુખ થઈ જા, અને તારું શરવીરપણું બતાવ. * આ પ્રમાણે સાંભળીને અત્યંત કોપથી ઉત્પન્ન થયેલ નેત્રની રાતી કાંતિના સમૂહવડે આકાશતળને રાતું કરતો, અથવા ખની શ્યામ કાંતિના મિષવડે જાણે યમરાજાને અનુસરતા હોય તેમ તે અનંતકેતુ વેગથી તેની સન્મુખ પાછો વળે અને કહેવા લાગ્યું, કે
જે કોઈ પણ પ્રકારે દયાવડે કરીને શશલા અને મચ્છરના ઉપર કેસરીસિંહ કરપ્રહાર કરતો નથી, તે અરે! આ સિંહ બીકણ છે એમ કહેવું શું યેગ્ય છે? કીડા જેવાને વધ કરવાથી કઈ કીર્તિ અને કયું બળ પ્રાપ્ત થાય? જે તે ગુણહઠ
ઔષધિ જેવી સંભાવના કરાય, તે શું તે છળથી ઘાત કર્યો કહેવાય?” ત્યારે મહાવેગ રાજકુમારે કહ્યું કે- “અહો ! દુષ્કર્મ કરનારને પણ મેટો ઉત્કર્ષ કે છે? આ જગતમાં મહાપુરુષે પોતે જ યોગ્ય અગ્યને જાણે જ છે. અને બીજા( અધમ) પુરુષે કહ્યા છતાં પણ તે યોગ્ય અગ્યને જાણતાં નથી. અરે રે! મહામોહ કે છે? દેષને ગુણપણે ગ્રહણ કરનાર મનુષ્ય તે દેષથી શી રીતે પાછા ફરે? અથવા ગુણને દોષપણે નિશ્ચય કરવાથી તે ગુણમાં શી રીતે પ્રવૃત્તિ કરે ? હે ભદ્ર! આવા પ્રકારના વિમૂઢ મનવાળા તારી પાસે મારે શું કહેવું? માત્ર જેનું ભદ્ર થવાનું હોય તેને આવા પ્રકારની ચેષ્ટા સંભવતી નથી. ” ત્યારે અનંતકેતુ બોલ્યો, કે-“તેં જે આ વાચાળપણું કહ્યું, તે પાછળથી તને હિતકારક નહીં થાય. યોગ્યપણું કે અમેગ્યપણું સુવર્ણની જેમ યુદ્ધરૂપી કષપટ્ટથી જ હમણાં પ્રગટ થશે, તેથી હવે તું તારા હાથમાં શસ્ત્રને ગ્રહણ કર.” આ પ્રમાણે જેટલામાં તે બેલે છે, તેટલામાં સમુદ્રના જળની જેમ શબ્દના આડંબરને કરતું મોટું સૈન્ય અનંતકેતુની પાસે આવ્યું. આ અવસરે–ભંભા, મૃદંગ, મર્દલ અને મોટા શબ્દવાળા હકારવડે વ્યાપ્ત ચાર પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. તથા બન્ને પક્ષના સૈન્ય
હા, હો” એમ બેલતા યુદ્ધ કરવા લાગ્યા. તેમાં સામા પક્ષના હાથીઓના તીક્ષણ દાંતના અગ્રભાગવડે ભેદાવાથી હાથીઓનો સમૂહ નાશી જવા લાગ્યો, સન્મુખ આવતા બખ્તરવાળા વીર ધાઓ બાણની વૃષ્ટિ કરવા લાગ્યા, બાણની વૃષ્ટિવડે છેદાયેલા વજાના ચિહ્નો અને છત્રવડે પૃથ્વીપીઠ આચ્છાદિત થયું (ઢંકાઈ ગયું). આશ્રય વિનાના કાયર મનુષ્ય દેવતાના સમૂહનું સ્મરણ કરવા લાગ્યા, ઉછળતા મોટા સુભટે પરસ્પર ઘાતના સમૂહને કરવા લાગ્યા, ઘાતથી ઉત્પન્ન થયેલી મૂછને પામેલા સુભટોને ઉપચાર કરવા માટે