________________
[ ૨૧૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
કરાવ્યા. પરણાત્મ્ય અને સભૂત મુનિની પાસે તેણે ગૃહીધર્મ અંગીકાર કર્યાં. તે ધર્મનું આરાધન કરવામાં તત્પર રહેલા તેના કેટલાક લાંબા વર્ષી ગયા. ત્યારપછી તેના માતાપિતા પરલેાક પામ્યા ત્યારે તે તેના વિરહના અત્યંત દુઃખવડે દુભાયા, તેથી ભવનને પ્રેતના વન જેવું, બંધુજનાને કેદખાનાના બંધન જેવા, પ્રત્યક્ષ રાગની જેમ પ્રિયાના સંગને અને સર્પના શરીર જેવા ભાગેાપભ્રાગને માનતા અને મનેાહર ગીત— નૃત્યાદિકને વિષે રતિને નહીં પામતા, કેટલાક સમાન વયના મિત્રાવર્ડ પરિવરેલા તે કાઇને વૃત્તાંત કહ્યા વિના જ પેાતાની નગરીમાંથી બહાર નીકન્યા. આશ્રમપદની પાસે આવતા તેણે કેવલજ્ઞાનના મહિમા કરવા આવેલા દેવાના દુદુભિના શબ્દને સાંભળીને તથા પાંચ વ વાળા રત્નના વિમાનની શ્રેણિની પર’પરાવર્ડ આચ્છાદન કરેલા આકાશતળને જોઇને “ આ શુ છે ? ” એમ તે આશ્ચર્ય પામ્યા. પછી દેવના મુખથી પરમાર્થને જાણીને તે, અહીં આવ્યા, અને સૌંસારના વૈરાગ્ય થવાથી તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પૂર્વના નિર્મળ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપી નેત્રપણાએ કરીને આ પ્રમાણે વિલંબ વિના જ ચોદ પૂર્વ તેણે રચ્યા, તેથી તે મહાત્મા પહેલા ગણધરની લક્ષ્મીનુ પાત્ર થયા છે. ”
આ પ્રમાણે પહેલા ગણુંધરનું કહેવા લાયક વૃત્તાંત કહીને પછી ભુવનનાથે બીજા ગણધરનું પૂર્વ વૃત્તાંત કહેવાના આરંભ કર્યો.
બીજા ગણધરનું પૂર્વભવ વૃત્તાંત.
આ જ જખદ્વીપ નામના દ્વીપમાં એરવત ક્ષેત્રને વિષે અનેક વૃત્તાંતના સમૂહનુ ભવનપ, સમગ્ર વાંછિત પૂર્ણ કરવાનું સ્થાન અને માટી સમૃદ્ધિવડે વ્યાપ્ત શ્વેતપુર નામનું નગર છે. તેમાં સમગ્ર ક્ષત્રિય કુલના તિલકરૂપ ક્ષેમપાળ નામે રાજા છે, તેને વજાકરની ભૂમિ જેવી, લેાકેાને આશ્રય કરવા લાયક કુમળાવતી નામની ભાર્યા છે. તે અન્નેના ચિરકાળ સુધી રાજ્યલક્ષ્મી અને વિષયસુખ ભાગવતા છતાં ઘણા વર્ષો વીતી ગયા, પરંતુ કદાપિ પુત્ર કે પુત્રી જન્મ્યા નહીં. આ કાર્ય ને લીધે દુ:ખી થયેલા તે બન્ને ઉપાયા ચિતવવા લાગ્યા, મ ંત્ર તંત્રને જાણનારાને પૂછવા લાગ્યા, તેા પણ મનવાંછિતને પામ્યા નહીં. તે રાજા નિર'તર સીમાડામાં રહેલા નિર્ભીય નગરના રાજા દેવસેનની સાથે યુદ્ધ કરતા હતા, અને તેના ગામ, નગર વિગેરેને રૂંધીને લૂટતા હતા. દેવસેન રાજા પણ તેવા પ્રકારના હાથી, અશ્વ વિગેરે સામગ્રીના રહિતપણાએ કરીને તે રાજાની સાથે યુદ્ધ કરવાને અસમર્થ હાવાથી નગરના રાધની રક્ષા કરવા માટે દ્વિવસાને નિર્ગમન કરતા હતા. એક દિવસ મંત્રી વિગેરે ખાનગી મુખ્ય માણસાને મધ્યે રહેલા, ચિત્તમાં અત્યત ઉદ્વેગ પામેલા તેણે કહ્યુ કે “હું! ! કાંઇપણુ ઉપાય કહેા. આ ક્ષેમપાળના નિગ્રહ શી રીતે કરવા ? એના જીવતાં સુધી આપણું અને દેશનુ કુશળ સંભવતું નથી. ” સાંભળીને તેઓમાંથી કાઇ પણ જેટલામાં ખેલતા નથી, અને રાજા પણ વારંવાર