________________
જયમંગળને તેની ઓરમાન માતાએ આપેલ ઉગ્ર વિષ.
[ ૨૦૩]
દેવીએ તેને તેવા પ્રકારનો મેટી સમૃદ્ધિયુક્ત દેદીપ્યમાન રાજ્યને વિસ્તાર જેઈને અને પિતાના પુત્ર જયશેખરને સ્વપ્નમાં પણ રાજલક્ષ્મીને લાભ અસંભવિત છે એમ વિચારીને જયમંગળ રાજાને વિષના પ્રયોગ વિગેરેવડે વિનાશ કરવાના ઉપાય ચિંતવવા લાગી.
જયમંગળ રાજા પણ અત્યંત અનિત્યાદિકને વિચારતો હતે, રાજ્યને રાજુની જેવા મોટા બંધનરૂપ માનતે, પોતાના આત્માને સાંકળથી બાંધેલ હોય અને કેદખાનામાં નાંખેલો હોય તેમ માનતે, અથવા કૂવામાં ના હોય તેમ માનતો તે રાજ્યનું પાલન કરતો હતો. પછી કોઈક દિવસે પિતાના ભાઈ શેખર કુમારને સારી રીતે યુવરાજને પદે સ્થાપન કર્યો, અને પિતાના પ્રસાદનું સ્થાન કર્યો, તે પણ તે તેની માતા જયમંગળને મારવા માટે નિરંતર ઉપાયને જોતી હતી. અરે રે! દુષ્ટ સ્ત્રીઓનું કેવું દુશ્ચરિત્ર છે? કઈ અવસરે રાજા વિજયયાત્રાને માટે ચાલે, તે વખતે તે સપત્ની માતા કપટવડે કરીને તેની સાથે ચાલી. માર્ગમાં યમુના નદીને કાંઠે સ્કંધાવાર (સૈન્ય) સ્થાપન કર્યો. રાત્રિએ સમગ્ર સેવક વર્ગ સૂઈ ગયો તે વખતે અવસર પામીને તે જયમંગળ રાજાની પાસે ગઈ, અને તેને કહ્યું કે –“જયશેખરને મેટે વ્યાધિ થયે છે.” તે સાંભળીને નેહના વશથી ભાવી કાળમાં થવાના મેટા અનર્થને નહીં જાણીને તે રાજા તરત જ સહાય વિના જ (એક) તેણુના આવાસમાં ગયે. ત્યાં તેણીએ મટી શય્યા રચી, તેના ઉપર રાજા બેઠો. તે વખતે તેણીએ તેને અત્યંત ઉગ્ર વિષથી મિશ્ર કરેલું પાન બીડું આપ્યું. તેણે પણ વિચાર કર્યા વિના તે બીડું ખાધું, ત્યારે તે વિષના વશથી જાણે ચેતના રહિત થયે હોય તેમ કાષ્ઠની જેમ ભૂમિ ઉપર પડી ગયું. તે વખતે દુષ્ટ શીલવાળી તેણીએ તેને પિટકામાં આધીને મધ્યરાત્રિએ જ વેગથી જઇને યમુના નદીના જળના પ્રવાહમાં વહેતો મક પરોપકારમાં પ્રવર્તત હોય, નેહવાળો હોય અને નિર્મળ ગુણવાળો હોય, આવા પણ મનુષ્યને અનાર્ય સ્ત્રીઓ મોટી આપત્તિમાં નાંખે છે. સર્ષણના જેવી પાપી અનાર્ય સ્ત્રીઓ કુળને, શીળને, અપયશને કે ઉપકારને પણ ગણકારતી નથી અને તેવા મનુષ્યને મરણ પમાડે છે. અધમ સ્ત્રીઓ તેની સન્મુખ જુદું (મીઠું) બેલે છે, અને પછવાડે જુદું (કડવું) બેલે છે, અને કાળરાત્રિની જેમ ઉપકારીને પણ મરણ પમાડે છે. વ્યાધિ, પિશાચી અને સણથી રક્ષણ કરવાને કાંઈ પણ ઉપાય હોય છે, પરંતુ કપટવડે કુટિલતાવાળી સ્ત્રીઓથી રક્ષણ કરવાને ઉપાય દુર્લભ છે. આ પ્રમાણે સારા સ્વભાવવાળા તે મહાત્માને પણ દુષ્ટ શીળવાળી તે સ્ત્રીએ આ રીતે ઘણુ અનર્થ કરનારી આવી દુરવસ્થાને પમાડ્યો. આ પ્રમાણે યમુનાના જળના ઉછળતા ચપલ કલૈલેવડે અથડાતે, મગર અને મસ્યના પુંછડાની છટાથી પ્રહાર કરી અને પાણીનો પૂરવડે વહન કરાતે તે પ્રવાહને અનુસારે જવા લાગ્યા. નદીના પાણીના અતિ શીધ્ર વેગવડે તે દૂર દેશના કાંઠાના પ્રદેશમાં નંખાયે. તે જળના સિંચનથી રાજાને વિષવિકાર નાશ પામે. તે વખતે “આ શું? આ કયે પ્રદેશ છે? શું આ સ્વપ્ન છે? કે મારી બુદ્ધિને વિશ્વમ છે?” આ પ્રમાણે