SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વસેન રાજાએ કરેલ પરમાત્માની સ્તુતિ. [ ૧૮૭ ] કરે? આ તા દેવાના ઈંદ્રોવડે પણ પૂજાય છે. તથા ક`કેલી વૃક્ષ, છત્ર, ચામર, સિંહ્રાસન, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, દુંદુભિના નાદ અને ભામ`ડળ આ સર્વ આના વિના બીજા કાને હાય ? હે દેવી ! તારા પુત્રની ઋદ્ધિના લેશ પણ મારી ઋદ્ધિના સર્વ સમુદાયને તૃણુના અગ્ર ભાગ કરતાં પણ અત્યંત લઘુ ( હલકા) કરે છે, તે તું સારી રીતે જો. હૈ દેવા ! તું જ એક ધન્ય છે, અને તે જ ધર્મોનું ફળ પ્રાપ્ત કર્યું છે, કે જેના ત્રણ ભુવનના મુગટરૂપ આવા પ્રકારના પુત્ર છે. હે પ્રભાવતી! તું પણુ આ જગતમાં યથા નામવાળી કેમ નથી થઈ ? કે જેના પતિના ચરણુ ઇંદ્રના સમૂહવર્ડ સેવાય છે. તે ગામ, તે આકર, તે મેટ અને તે મંડલ વિગેરે જનાવાસે ( માણસાના નિવાસસ્થાના ) ધન્ય છે, કે જેમાં ત્રણ જગતના ચક્ષુરૂપ આ મહાભાગ્યશાળી પાતે વિચરે છે. ” આ પ્રમાણે ભુવનગુરુના ગુણુકીન કરવામાં વાચાળ મુખવાળા અને નિમેષ રહિત વિકસ્વર લેાચનવાળા તે રાજા ભગવાનના છત્રાતિછત્ર જોઈને દૂરથી જ માટા હાથી ઉપરથી નીચે ઉતર્યા. ત્યાર પછી એક સાટક( કપડા )ને ધારણ કરીને ( પહેરીને ), ઉત્તરીય વજ્ર( ખેસ )વર્ડ ઉત્તરાસંગ કરીને, મણિના મુગુટને, ચામરને અને ખડને તજીને, શ્વેત છત્રના ત્યાગ કરીને તથા ઉપનંહ( જોડા )ના પણ ત્યાગ કરીને માટા વિનયવડે સમવસરણમાં પ્રવેશ કર્યા, અને માટી ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક આ પ્રમાણે તે સ્તુતિ કરવા લાગ્યા. “ હુ સહિત નમતા સુર અને અસુરના મસ્તકની ધ્રુજતી મંદાર પુષ્પની માળાવડે પૂજેલા પાદના અગ્ર ભાગવાળા ! ( ધમ –મેાક્ષ ) માર્ગના પ્રકાશ કરનાર ! સ્વયં બુદ્ધ ! અને જીતવા લાયક( રાગદ્વેષાદિક )ને જીતનારા ! હૈ ભુવનપતિ! તમે જય પામેા. નિર્મળ કેવળજ્ઞાનરૂપી નેત્રકમળવાળા ! અદ્ભુ ! ( ફરીથી જન્મ મરણુ રહિત ) ગાઁ રહિત ! સંત | તાપ પામેલા પ્રાણીઓની શાંતિ કરવામાં જ મેઘની વૃષ્ટિ સમાન ! હું અરિહંત ! તમે જય પામેા. દુ:ખે કરીને નાશ કરી શકાય તેવા અમના ત્યાગ કરનાર હે નાથ ! એક વર્ષ સુધી સુવર્ણની વૃષ્ટિ કરનાર હે નાથ ! નિ:સીમ ( હ્રદ વિનાના) અને ભયંકર કામદેવના મથન કરવાવડે મોટા જયવાદને પામેલા ડે નાથ ! તમે જય પામેા. જગતમાં મેાટા આડં’ખરવાળા રાગદ્વેષાદિક શત્રુના સંહાર કરવામાં નિપુણ એવા હે નાથ ! દુ:ખે કરીને જાણી શકાય તેવા ( સૂક્ષ્મ ) પ્રાણીઓની રક્ષા કરનારા તથા દ્રવ્ય ક્ષેત્રાદિની અપેક્ષા નહીં કરનારા હે નાથ ! તમે જય પામેા. આ પૃથ્વીના ભરતક્ષેત્રમાં જન્મેલા શ્રેષ્ઠ પુરુષાના કપાલતલના તિલક સમાન અને વિલાસવાળી સ્ત્રીઓના લાખા કટાક્ષેાથી પણ ક્ષેાભ નહીં પામેલા હૈ વિશ્વભરનાથ! તમે જય પામે. હું દેવ! સ્કુરાયમાન તેવા પ્રકારની કાંતિરૂપી કેસરવઢે વ્યાસ અને ભુવનેશ્વરના ભૂષણરૂપ તમારા ચરણકમળને વિષે ભમરાની જેમ મારું મન ટ્વીન થાઓ. આ પ્રમાણે સ્નેહથી સ્તુતિ કરીને તે રાજા વામાદેવી સહિત રામાંચના ઉલ્લાસવાળા થઈને ચેાગ્ય સ્થાને બેઠા. તે પ્રદેશમાં રહેનારા બીજા પણ રાજાએ ભગવાનને વંદન કરવા માટે તે સમવસરણમાં ભૂમિ ઉપર આવ્યા. તથા પરસ્પર વૈરભાવના ત્યાગ ,,
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy