________________
ઇશ્વરરાજાએ કહેલા પેાતાના પૂર્વભવ.
[ ૧૭૭ ]
વૃક્ષની નીચે કાચેત્સગે રહ્યા. તે વખતે રાજવાટિકામાં નીકળેલા ઈશ્વર નામના રાજાએ તેને જોયા. તે વખતે બાણુાન નામના નાગરિક( માગધ )પુત્ર રાજાને કહ્યુ', કે“ હે દેવ ! આ ભગવાનને તમે જાણેા છે કે નહીં ? ” રાજાએ કહ્યું–“ હું જાણુતા નથી.” ત્યારે તેણે કહ્યુ', કે–“ હે દેવ ! તે આ ત્રણ ભુવનને પૂજવા લાયક ચરણકમળવાળા, મેટા સત્ત્વવાળા, સ’સારસાગરમાં પડતા પ્રાણીઓના સમૂહના ઉદ્ધાર કરવામાં વહાણુરૂપ છે. તે આ ગામ, આકર અને નગરવાળા માટા રાજ્યના ત્યાગ કરવાથી વિકાસ પામેલા, ક્રીડા, રાસ અને શ્રૃંગારના સારવાળા વ્યાપારમાં વિરક્ત મનવાળા છે, તે આ મેરુપર્યંત ઉપર મળેલા ઇંદ્રોના સમૂહવડે સ્નાન( અભિષેક ) કરાયેલા અને શ્રી અશ્વસેન રાજાના પાર્શ્વ નામના પુત્ર જગતને પ્રકાશ કરનારા છે. ” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે મેટા સંતાષથી ઉલ્લાસ“ પામેલા રામાંચવાળા રાજાએ પેાતાના સર્વ અંગના આભરણેાવડે તે મગધપુત્રને ખુશ કરીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક જગદ્ગુરુને વંદના કરી. પછી તેના પગની પાસે રહીને ભગવાનના શ્રીવત્સ, મકર, ભૃંગાર, કુંજર, છત્ર અને તારણુ વિગેરે એક હજાર ને આઠ લક્ષણેાવડે શેાલતા શરીરવાળા તેને જોવાથી જાતિસ્મરણને પામેલે તે રાજા મૂર્છાવર્ડ મીંચાયેલી આંખવાળા ધસ દઇને પૃથ્વી ઉપર પડી ગયા. પછી એકદમ ઢાડીને આવેલા કિંકર જનાએ કરેલા શરીરના ઉપચારવડે ચેતનાને પામ્યા. ત્યારે ચારુદત્ત નામના મ’ત્રીએ તેને પૂછ્યુ કે “ હે દેવ ! આ શું થયું ? ” ત્યારે રાજાએ કહ્યું કે—“ ભગવાનનું રૂપ જોવાથી મને મારા પૂર્વ જન્મનું સ્મરણ થયું. ” મંત્રીએ કહ્યું–“ હે દેવ ! આ તેા માટું આશ્ચર્ય છે. પ્રસાદ કરીને અમને આ કહેા. ” રાજાએ કહ્યું-“ સાંભળા
હું' વસતપુર નગરમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણપુત્ર હતા. ત્યાં કાંઇક વેદના અભ્યાસ કરીને દીક્ષાદાન, પિંડ મૂકાવવા વિગેરે વ્યાપાર કરવાવર્ડ લેાકેાના ઉપર અનુગ્રહ કરતા હતા. પછી કાંઈક જ્યાતિષ શાસ્ત્ર જાણીને નક્ષત્ર, વિવાહ અને લગ્ન વગેરે કહેવાવડે લેાકેાનાં મનવાંછિત કાર્યોમાં વ્યાપાર કરતા હું. દિવસેાને નિĆમન કરવા લાગ્યા. કોઇક દિવસ મને કાઢના વ્યાધિ ઉત્પન્ન થયા, મારું શરીર ખરાબ થયું. માખીના સમૂહથી ન્યાસ થયેલા મને મારા કુટુંબે પણ દુચનવ દુ:ખી કર્યા ત્યારે હું મરણની બુદ્ધિથી નગરની બહાર નીકળ્યો. ગંગા નદીના જળમાં હું પડવા લાગ્યા, તેટલામાં તે ઠેકાણે રહેલા વિદ્યાધર સુનિએ મને નિષેધ કર્યાં, અને કહ્યું કે-“ હૈ મહાનુભાવ! આ પ્રમાણે તું અગાધ જળમાં ડૂબીને કેમ મરી જાય છે ? અરિહંત ભગવાને કહેલા સબ્યાધિના વિનાશ કરનાર મહારસાયણને કેમ કરતા નથી ?” ત્યારે મેં કહ્યું કે-“ હે ભગવાન! તે રસાયણ શું છે? ” સાધુએ કહ્યું-તું સાંભળ-સર્વપ્રાણીની રક્ષા, અસત્ય વચનના ત્યાગ, અદત્ત ગ્રહણ કરવાના ત્યાગ, પરસ્ત્રીને ત્યાગ, ઇચ્છા પ્રમાણે ધનાદિક વસ્તુનુ પરિમાણુ, ઇંદ્રિયાના નિરાધ, કામનું સ્તંભન અને કષાયેાના નાશ, આ પ્રમાણે સર્વ રાગેાના નાશ કરનાર રસાયણુને
૨૩