________________
ઈકોએ કરેલ પરમાત્માની સ્તુતિ અને શિબિકાની રચના
૧૬૭ ]
હજારો વિમાનના સમૂહવડે આકાશના વિસ્તારને ઢાંકી દેતાં બત્રીશે દેવેંદ્રો તત્કાળ ત્યાં આવ્યા. અને ભક્તિના ભારવડે અત્યંત વિકસ્વર થયેલા રોમાંચવાળા અમ્યુરેંદ્ર વિગેરે ઈકોએ જન્મમહોત્સવ વખતે મેરુપર્વત પર રહેલા ભગવાનને એક સો ને આઠ કલધોત (સુવર્ણ) વિગેરેને કળશવડે જેમ પૂર્વે અભિષેક કર્યો હતો તેમ આદરપૂર્વક અભિષેક કરીને પછી ગંધકાષાય વસ્ત્રોવડે શરીરને લુંછીને ઘુસણ (કેસર), ઘનસાર (કપૂર) અને હરિ ( શીર્ષ) ચંદનવડે શરીરને વિલેપન કર્યું, દેવદૂષ્ય વસ્ત્ર પહેરાવ્યું, અને મણિમુકુટાદિકવડે સર્વ અંગને વિભૂષિત કર્યું. તથા મસ્તક ઉપર મંદાર પુષ્પની શ્રેષ્ઠ માળાઓ પહેરાવી. પછી પાંચ વર્ષના પુષ્પસમૂહ પાથરીને અષ્ટમંગળ આળેખ્યા. પછી ભક્તિના સારભૂત નૃત્યને ઉપચાર કરીને હર્ષવડે વિકસ્વર નેત્રવાળા તે ઇંદ્રો પૃથ્વીને ચુંબન (સ્પર્શ) કરતા મસ્તકવડે પ્રણામ કરીને રસ્તુતિ કરવા લાગ્યા, તે આ પ્રમાણે કે
“હે જિને! સર્વ ક્ષેત્રમાં આ ભરતક્ષેત્ર અતિ ઉત્તમ છે કે જેને વિષે મેહરૂપી અંધકારવડે હણાયેલા ચનાવાળા ભવ્ય જીવને સમગ્ર પદાર્થના સમૂહને દેખાડનારા અને ત્રણ ભુવનમાં અતિીય મણિના દીવા જેવા તમે ઉત્પન્ન થયા છો. હે નાથ ! સંસારરૂપી સાગરમાં વહાણ જેવા અને સમગ્ર પાપના લેશને નાશ કરનાર આપને પામીને પણ જેઓ આપને કીર્તન કરતા નથી, પૂજતા નથી અને જેતા નથી, તે બિચારા વિધિવડે હણાયા છે, એમ હું માનું છું. પ્રત્યક્ષ રીતે જ મનવાંછિત દેવામાં દક્ષ (ઉદાર) અને મોટા ભયંકર સમગ્ર રોગને નાશ કરનાર કલ્પવૃક્ષની જેવા તમારા હસ્તને જોઈને જે પ્રાણી આનંદ પામતું નથી તે હે સ્વામી ! આ જગતમાં લુંટાય છે. જેઓ તમારા મુખકમળને જરા પણ જુએ છે તે મનુષ્ય કદાપિ દુર્ગતિમાં જતા નથી અને જેઓ થોડા પણ તમારા ગુણને સંભારે છે, તેઓ પોતાના નિર્મળ યશવડે જગતને ભરી દે છે. આ પ્રમાણે અનુપમ અને મોટા ગુણેના અનુરાગવડે વચનને વિસ્તાર કરતા ઇકો જિનેશ્વરની સ્તુતિ કરીને ઉચિત સ્થાને બેઠા. આ અવસરે સૌધર્મો પાંચ વર્ણવાળા રત્નના કિરણેના સમૂહવડે ઈંદ્રધનુષ્યના આડંબરને દૂર કરનાર અનેક નાની નાની વજાવડે શોભતા ધ્વજના સમૂહવડે યુકત, અનેક વિછિતિ(રચના)ના ચિત્રવડે શોભતી, તથા અંદર સ્થાપન કરેલા મણિના પાદપીઠ સહિત સિંહાસનવડે સુશોભિત અને હજાર પુરૂષવડે ઉપાડી શકાય તેવી વિશાલા નામની શિબિકા પોતાના કિંકર દે પાસે કરાવી. તે વખતે પિષ કૃષ્ણ એકાદશીએ પૂર્વાહ કાળે વિશાખા નક્ષત્રમાં ચંદ્ર હતા ત્યારે ત્રીશ વર્ષ સુધી કુમારાવસ્થાને પાળીને અઠ્ઠમ તપવાળા જગદગુરુ શ્રી પાર્શ્વનાથ કાશ્યપ ત્રિવડે બન્ને પ્રકારે શોભતા, નવ હાથ શરીરની ઊંચાઈવાળા, નેત્રને આનંદ આપનાર, તમાલપત્રના ગુચ્છા જેવી દેહની કાંતિવડે શોભતા, સમચતુરન્સ સંસ્થાનમાં રહેલા, વાત્રાષભનારાચ સંઘયણવાળા, તથા તત્કાળ સ્નાન કરેલા, વિલેપન કરેલા, દિવ્ય વસ્ત્ર પહેરેલા, કરેલા મોટા શણગારવાળા, અને ઉત્તમ કુળમાં જન્મેલા ત્રણસે રાજકુમાર વડે પરિવરેલા,