SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવંતે માતપિતાને નિવારણ કરાવેલ શોક. [ ૧૬૫] રાજ્યાદિક અનેકવાર ભોગવ્યા છે. અનંતા ભવમાં ભમતા જીવે શું નથી જોગવ્યું? અથવા શું પ્રાપ્ત નથી કર્યું ? તે પણ તેને તૃપ્તિ થતી નથી. અત્યંત દુઃખના વિપાક (પરિણામ)વાળા વિષયે અને રાજ્યાદિકને વિષે આ પ્રમાણે મને પ્રેરણા કરતા તમે હે માતા ! શી રીતે હિતકારક થશો? જે પરિણામે દુઃખના સમૂહનું કારણ છે, અને જે સંસારની વૃદ્ધિ કરનાર છે, તે રોગી માણસને અપની જેમ હિતકારક થવું યોગ્ય નથી. હે માતાપિતા ! આ વૈભવ સંસારસાગરને તરવામાં અનુકૂળ છે? કે ઇતર (પ્રતિકુલ) છે તે સારી રીતે વિચારે. સંસારથી વિરક્ત ચિત્તવાળા શ્રી અરિષ્ટનેમિ ભગવાનનું અતિ વિરમય કરનારું ચરિત્ર શું તમે પોતે જ નથી સાંભળ્યું ? દેવનગર જેવું પુર, સમુદ્રવિજય પિતા, શિવા માતા, ગોવિંદ અને હલિ વિગેરે ત્રણ જગતમાં પ્રસિદ્ધ ભાઈઓ, કમળના પત્ર જેવા નેત્રવાળી અને લક્ષમીની જેવી મનોહર ઉગ્રસેન રાજાની પુત્રી, આ સર્વને તૃણની જેમ તજીને તેણે શું ચારિત્ર ગ્રહણ કર્યું નહોતું? તેથી હે માતાપિતા ! જો તમે હિતના અથી છે, તે મારી સહાયને (અનુકૂળતાને ) અંગીકાર કરીને તત્કાળ મને સંયમરૂપી રાજ્ય સમીપે જવા દે.” આ પ્રમાણે પાધકુમારને નિશ્ચય જાણુને રાજાએ વામાદેવીને કહ્યું કે-“હે દેવી ! સ્વપ્નના અનુમાનથી જ આના નિશ્ચયને તું જાણુ. તીર્થ, પ્રવર્તાવવાના સ્વભાવવડે ત્રણ ભુવનને ઉપકાર કરવા માટે આ ધર્મ ચક્રવતી જેવો જોઈએ, તેથી તે સ્નેહને મોહ તજી દે. આ કારણથી જ લેકાંતિક દેએ તીર્થના પ્રવર્તાવવા માટે આને આદરપૂર્વક કહ્યું છે, અને પોતે પણ તે કાર્યમાં ઉપગવાળો છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને પ્રતિબંધ (નેહ) દૂર કરીને સર્વ ગૃહવાસના સંગનો ત્યાગ કરતા નાથને માતાપિતાએ અનુદના આપી. ત્યારપછી જિનેશ્વરોને આ જિનકલ્પ છે કે દીન વિગેરેને દાન આપવાપૂર્વક ' પ્રવજ્યાને સ્વીકાર કરાય છે, એમ વિચારીને જગદગુરુએ એક વર્ષ સુધી અખંડ રીતે (નિષેધ વિના) વાંછિત અર્થ આપવાને માટે પ્રધાન પુરુષને નીમ્યા. આ અવસરે વિવિધ પ્રકારના રત્નના સમૂહવડે શોભિત દેવેંદ્રનું સિંહાસન ભગવાનના પ્રભાવથી ચલાયમાન થયું. ત્યારે “શા કારણથી આસનનો કંપ થયે ?” એમ વિચારી અવધિજ્ઞાનના બળથી જિનેશ્વરના નિષ્ક્રમણને દાન સમય જાણીને હર્ષ પામેલા ઇન્દ્ર વિશ્રમણ દેવને આજ્ઞા આપી, કે-“હે યક્ષરાજ ! ભગવાનના ભવનને વિષે સુવર્ણના સમૂહ તથા રત્ન, વસ્ત્ર અને આભરણ વિગેરેના સમૂહને તું એવી રીતે નાંખ, કે જે રીતે એક વર્ષ સુધી માગનારા યાચક જનની ઈચ્છા પૂર્ણ થાય.” તે સાંભળીને “દેવની જેવી આજ્ઞા” એમ કહીને વૈશ્રમણ દેવે પિતાના દેને આજ્ઞા કરી કે-“હે દે ! આ પૃથ્વીતળને વિષે કુળને નાશ થવાથી નાથ વિનાના જે આ નિશાને છે, તથા તેવા પ્રકારના બીજા કોઈ નિધાને હેય, તે સર્વ શીધ્રપણે શ્રી પાર્શ્વનાથના મંદિરમાં નાંખો. તથા ઘણા પ્રકારના રત્ન, વસ્ત્ર અને આમરણ વિગેરેની વૃષ્ટિ કરે.”
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy