________________
[ ૧૫૨ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો
ભુવનનાથના દર્શન કેવી રીતે કરવા ? અથવા પેાતાના દુધરિત્રને ખમાવવાવર્ડ અમારા મનની શાંતિ શી રીતે કરવી ? ” ત્યારે મંત્રીએ કહ્યું કે- વ્યાકુળતા( ભય )ના ત્યાગ કરા, મેહુને તજો, કેમકે તે પ્રભુ પ્રણયને વત્સલ છે. તેથી તમે છૂટા કેશ મૂકીને અને સ્કંધ ઉપર પરશુને ધારણ કરીને જલદી જઈને મેાટા ઇંદ્રો જેના ચરણકમળમાં નમ્યા છે એવા તેને પ્રણામ કરી, હવે કાળક્ષેપ કરવા ચે।ગ્ય નથી. '' તે સાંભળી ‘તમે કહ્યું તે સત્ય છે’ એમ કહી તે પ્રકારે સર્વ કરીને કલિંગરાજ વિગેરે સર્વ રાજાએ ભગવાનની સમીપે ચાલ્યા, અને સિંહદ્વારની પાસે આવ્યા, ત્યાં પ્રતિહારે તેમને રાકયા.
ત્યારે તેઓએ કહ્યું કે-“ હે દ્વારપાળ ! તું અહીંથી જઇને મહારાજાને અમારું' આગમન નિવેદન કર. ” ત્યારે મોટા હર્ષને પામેલ હાથમાં સુવર્ણ દંડને ધારણ કરતા તે પ્રતિહાર પ્રભુની પાસે ગયા, અને તેના પગમાં પડીને કહેવા લાગ્યા કે હૈ દેવ ! જેમ નાગદમની વિદ્યાના પ્રભાવથી સર્પનું વીર્ય હણાઈ જાય છે, તેમ તમારા પ્રતાપથી હણાયેલા સામર્થ્યવાળા આ કલિંગદેશના રાજા બીજા રાજાઓ સહિત પાતાને સ્થાને એક ક્ષણ માત્ર પણ પ્રીતિ નહીં પામવાથી પેાતાના પરિવાર સહિત કંઠે ઉપર પરશુને ધારણ કરો તમારા ચરણકમળના પ્રણામરૂપી જળવડે પેાતાના આત્માને નિર્દેળ કરવા ઇચ્છતા દ્વારના તારણની પૃથ્વી ઉપર આવીને રહ્યો છે, તે અહીં શું કરવું ? ” ત્યારે ભગવાને કહ્યું, કે–“ કુઠારને દૂર કરીને સારા સત્કારપૂર્વક તેને જલદી પ્રવેશ કરાવ. ત્યારે “ જેવી દેવની આજ્ઞા ” એમ કહીને પ્રતિહાર ત્યાંથી નીકળ્યેા. ત્યાં તે રાજાને પ્રભુના આદેશ કહ્યો ત્યારે “ મારા પર માટી કૃપા કરી ” એમ વિચારી પરશુને દૂર કરીને તથા કેશપાશને ખાંધીને અનેક સેકડા રાજા, દંડાધિપતિ, સંધિપાળ, દ્ભુત અને સેંકડા મંત્રી સહિત ભુવન પ્રભુના સભામંડપમાં પેઢા. ત્યાં દૂરથી જ પરિવાર સહિત કલિંગ રાજાએ ત્રણ ભુવનના સ્વામી પાર્શ્વ ને મસ્તક નમાવી પ્રણામ કર્યાં, અને પછી કપાલતળ ઉપર હસ્તકમળના કેશને ધારણ કરી કહેવા લાગ્યા કે“ હે દેવ ! મારા દુનય પણ પૂર્વના કોઈ કુશળ કર્મ ના ઉદયવડે માટા ઉડ્ડયના કારણપણે પરિણમ્યા છે, કે જેથી સમગ્ર સંપદા આપવામાં ચિંતામણિરૂપ આપના ચરણકમળ આજે અમારા ચક્ષુના વિષયને પામ્યા. આમ થવાથી અમે અમારા આત્માને અનથ કરનાર કૈમ કહીએ ? કે જેથી અન્યથા પ્રકારે આવા મેટા લાભને સંભવ ન થાત. તેથી આપ પ્રસન્ન થાઓ, અને વિકલ્પ રહિત અમારું રાજ્ય, રાષ્ટ્ર, કૈાશ, કાઠાર, હાથી, અશ્વ અને રથના સમૂહ સ` આપ ગ્રહણ કરી. અથવા આટલું કહેવાથી શુ' ? હે દેવ! અમારું જીવિત પણ આપને આધીન છે, માટે જેમ આપને ભાસે તેમ ઉપયાગ કરીને આ જીવતને કૃતાર્થ કરો. ચિતામણિને નીચે કરનાર આપના ચરણકમળના દર્શનથી અમે માનીએ છીએ કે આ ભવ અને પરભવમાં અમે અમારા આત્માને કલ્યાણના ભાજનરૂપ ' કર્યાં. જે આપના ચરણકમળમાં ત્રણ ભુવન પણ ભ્રમરાપણાને પામે છે, તેને જોવાથી અમે શુ કલ્યાણને નથી પામ્યા?” આ પ્રમાણે