________________
કુશસ્થળના દૂતે કરેલ નરધમ ગ્રુપનું વર્ણન.
[ ૧૪૫ ]
પરિમિત અને મધુર વચન ખેલવામાં કુશળ હતા. આ રીતે કુમારપણાનું ઉલ્લ્લંધન કરી અનુક્રમે કામદેવરૂપી પક્ષીના વન જેવા યૌવનને પ્રભુ પામ્યા. ત્યારપછી અનુપમ રૂપવાળા યૌવનને પામેલા સ્વામીએ સૌદર્યની લક્ષ્મીવડે સૌભાગ્યને, સૌભાગ્યવડે ભાગ્યની પ્રાપ્તિને, ભાગ્યની પ્રાપ્તિવડે માટી ઋદ્ધિના લાલવડે વિવેકને, વિવેકવડે કળાની કુશળતાને, કળાની કુશળતાવડે કીર્તિને અને કીર્તિવર્ડ ત્રણ ભુવનને વિભૂષિત કર્યું. આ પ્રમાણે તે મહાત્મા સરખી વયવાળા રાજપુત્ર સહિત કદાપિ( કાઇક વખત ) અશ્વને વહન કરવાવડ, કદાપિ મટ્ઠાન્મત્ત હુફ્તીના દમનવડે, કદાપિ કાયલની જેવા સુદર કઢવાળા ગાયકાએ પ્રારભેલા શુદ્ધ ગીતના સાંભળવાવડે, કદાપિ નૃત્યકળામાં નિપુણ વેશ્યાઓના નાટકને જોવાવડે, કાપ પ્રમાણ અને પ્રમેયના વિષયવાળા વિચારની કલ્પનાવડે તથા કદાપિ દૂર દેશથી આવેલા દર્શીનના અભિલાષાવાળા લેાકેાને સ` સમય આપવાવડે વિવિધ પ્રકારે ક્રીડા કરવા લાગ્યા. તથા વળી–આ ભુવનગુરુની જેને વિષે કુશળતા ન હાય, એવી કાઇ કળા પણ નથી, તેવું કાઇ શાસ્ત્ર નથી, એવા કેાઇ પૂર્વ પક્ષ નથી, તેવા કાઇ ઉત્તરપક્ષ નથી, અથવા તા સર્વજ્ઞ ભગવાનને આ સર્વ કેટલું માત્ર છે ? આ રીતે શ્રેષ્ઠ પાંચ જાતના રાજરત્નના સમૂહથી બનાવેલા અને મેગિરિ જેવા ઊંચા પ્રાસાદને વિષે રહેતા ભગવાન સુખે કરીને દિવસેાને નિ`મન કરવા લાગ્યા. ત્યારપછી કાઇક દિવસ સર્વે` સામત, મ ંત્રી અને માંડલિક રાજાએથી પિરવરીને સભામ`ડપમાં બેઠેલા અશ્વસેન રાજાના વિવિધ પ્રકારના શસ્ત્રને હાથમાં ધારણ કરનાર અંગરક્ષકા પોતાને સ્થાને રહ્યા હતા, દૂર દેશથી આવેલા રાજાના જ્ઞા પ્રવેશ કરતા હતા, પૂના લૌકિક કાર્યના વિચાર થતા હતા, અને સીમાડાના રાજાના મેાટા મૂલ્યવાળા ભેટા મૂકાતા હતા, તે વખતે પ્રતિહારે ત્યાં આવીને પૃથ્વીતળ ઉપર સ્પર્શ કરતા મસ્તકવડે પ્રણામ કરીને વિનંતિ કરી, કે—“ હે દેવ ! સારા નેપથ્ય અને સારી કાંતિવાળા શરીરવાળા, કેટલાક વૃદ્ધ અને નિપુણ પુરુષા સહિત, હું માનું છું કે, કાઇક મેાટા રાજાના પ્રધાન પુરુષ તમારા દર્શનની ઇચ્છાવાળા દ્વારને વિષે રહેલ છે. ’ ત્યારે રાજાએ કહ્યું, કે–“ તેને જલદી પ્રવેશ કરાવા ” ત્યારે તેના વચનની પછી તરત જ પ્રતિહારે તેને પ્રવેશ કરાવ્યેા. તે પુરુષ રાજાના પાદને પ્રણામ કરી સુખાસન ઉપર બેઠા. તે વખતે રાજાએ તેને પૂછ્યું કે-“ હું ભદ્ર ! તું ક્યાંથી આવ્યા છે? અને શા કામ સાર્ આવ્યા છે ? ” ત્યારે તે એણ્યેા, કે-“ હું દેવ ! આપ સાંભળેા—
સમગ્ર પુરાને વિષે મેટાપણાને પામેલું અને ભાગ્યશાળી માટા પુરુષાથી ન્યાસ, શ્વેત ધ્વજાવડે શાભતા ઊંચા શિખરવાળા દેવાલયવર્ડ ગૌરવને પામેલું કુશસ્થલ નામનું નગર છે. તેમાં નમતા મેાટા સામતાના મુગટના મર્માણની કાંતિરૂપી જળવડે ધાવાયેલા પાદપીઠવાળા અને પેાતાના પ્રતાપવડે ગર્વિષ્ઠ શત્રુના સમૂહને આક્રમણ કરતા (વશ કરતા) નરધમ નામે રાજા છે. તેના શરીરના સાતે ધાતુ સર્વજ્ઞના ધરૂપી રસે કરીને ન્યાસ છે,
૧૯