________________
[ ૧૪૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ જે :
હાર, અર્ધાહાર, કકક (કડા), કંકણ, મણિ, મુગટ અને ત્રુટિત (બાજુબંધ) વિગેરે આભૂષણ વડે તેને ચોતરફ ઉચિત રીતે અલંકારવાળું કર્યું, મંદર, રાયણ અને ચંપક વિગેરે પાંચ વર્ણના પુષ્પની માળાવડે તેની પૂજા કરી. બે દેવદૂષ્ય વસ્ત્ર પહેરાવ્યા. પછી કલ્પવૃક્ષની જેમ શોભતા તે પ્રભુને જોઈને સર્વે સુરેન્દ્રો અને અસુરેદ્રો મોટા હર્ષને પામ્યા, તેથી કાલાગર, કપૂર અને મૃગમદ(કરતુરી)વડે સહિત વિશુદ્ધ દ્રવ્યથી બનાવેલ ધૂપને ઉખેવીને બમણા હર્ષથી ચંચળ થયેલા હોવાથી તેઓએ જિનેશ્વરની પાસે અખંડ–નહીં ફુટેલા, સ્ફટિક રત્ન જેવા ઉલ અને ચંદ્રના કકડા જેવા મહર શાલિના ચેખાવડે દર્પણ ૧, ભદ્રાસન ૨, વર્ધમાન ૩, કળશ ૪, મત્સ્યયુગલ ૫, શ્રીવત્સ ૬, સ્વસ્તિક ૭ અને નંદાવર્ત ૮, આ અષ્ટમંગળ આળેખ્યા. તથા બકુલ, તિલક, ચંપક, અશોક, મહિલકા, માલતી, મંદાર અને માંજર સહિત જાનુ પ્રમાણ પુષ્પવૃષ્ટિ કરી, તથા જળ લવણ ઉતારવાપૂર્વક આરતિ અને મંગળદીપ વિગેરે માંગલિક કાર્ય કર્યો. ત્યારપછી મોટા હર્ષને વશથી વિલાસ પામેલા રોમાંચવડે કંચુકવાળા થયેલા શરીરવાળા, રણજણાટ કરતા રત્નને કંકણુના સમૂહવાળા બાહુને ઊંચા કરતા, વિલાસના મોટા સમૂહ ચક્ષુ(દષ્ટિ)ના નાંખવાવડે દિશાના અંતને પ્રદીપ્ત કરતા, મોટા શ્રમના વશથી ઉછળેલા હારના વિસ્તારથી વિશ્વ કરતા, વિવિધ પ્રકારના અંગહારવડે મનોહર મૂકેલા પગના ભારથી પર્વતને કંપાવતા, વિશેષ પરિશ્રમવડે લાંબા અને ઊંચા નિશ્વાસને નાંખતા, ડેલતા મરતક મંડળથકી પડેલી મંદારપુષ્પની માળાવડે પૃથ્વીને ઢાંકતા, અને પરસ્પર હાથ ઊંચા કરવાથી મણિના મોટા વલયને પ્રગટ કરતા, આ પ્રમાણે ત્રણ જગતને આશ્ચર્ય કરનારા, અસરાઓથી પરિવરેલા તે દેવેંદ્રો ભરતના ભાવને સત્ય કરતા જિનેશ્વરની પાસે નૃત્ય કરવા લાગ્યા. તથા પૃથ્વી તળને ચુંબન કરતા મરતકવડે સર્વ આદરપૂર્વક પ્રણામ કરીને, કપાળ ઉપર બે હાથ જોડીને આ પ્રમાણે રસ્તુતિ કરવા લાગ્યા. “બંધનના કારણરૂપ મેટા કામદેવનું મથન કરનારા, અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારા, શુભ દર્શનવાળા, પદાર્થોને પ્રગટ કરનારા, સગતિના કારણરૂપ તપ, દર્શન (સમતિ), જ્ઞાન અને ચારિત્રના વ્યાપારનો વિસ્તાર કરનારા, સંસારસમુદ્રમાં પડતા પ્રાણીઓને તારવામાં વહાણ સમાન, કષાયના વ્યવસાયમાં હેતુરૂપ મિથ્યાત્વ વિગેરે પાપના સમૂહને નાશ કરનાર, ભરતખંડની પૃથ્વીને વિષે શત્રુ, સર્પ, મરકી, ડમર અને યુદ્ધના ભારને શાંત કરનાર, કલિરૂપી મેલને દેવામાં નિર્મળ અને અનુપમ જળ સમાન, રૂપ, લાવણ્ય અને ભવભ્રમણથી ખેદ પામેલા અને વૈરાગ્ય પામેલા ભવ્ય જીના આધારભૂત અને સમતારૂપી સારવાળા એવા હે જગતના બાંધવ પ્રભુ! તમે જયવંત વ. વળી હે નાથ ! જો તમે અહીં અવતરીને આ ભવ્ય જીવોના સમૂહને ઉદ્ધાર કરતા ન હે, તે તેઓ જે દુઃખને પામે, તે પણ તમે જ જાણે છે. હે ભુવનેશ્વર! તે કાંઈ પણ નથી, કે જે અમે કલ્યાણને પામ્યા ન હોઈએ, કે જેથી અમે તમારી જન્માભિષેકના કાર્યમાં ઉદ્યમી થયા. વળી હે દેવ! તમારા ચરણની સેવા કરનારાને જે માગ્યું