________________
[ ૧૩૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૭ જે :
અવધિજ્ઞાનના પ્રગવડે જિનેશ્વરના જન્માભિષેકનો આરંભ જેઓએ જાયે છે એવા સર્વ ઇદ્રો મેરુગિરિના શિખર ઉપર આવ્યા. ત્યાં જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને મોટા હર્ષવડે વિકસ્વર મુખકમળવાળા જાણે પાપના સમૂહનું પ્રક્ષાલન કરનાર પિતાના આત્માને માનતા હોય તેવા, આજ દિવસ સુદિન છે, પુણ્ય દિવસ છે, આ જ ઉત્કૃષ્ટ દિવસ છે, એ પ્રમાણે પરસ્પર બોલતા તે સર્વ ઇ પોતપોતાને સ્થાને બેઠા. .
ત્યારપછી અચુત દેવલોકના ઇદ્ર પિતાના પ્રધાન દેવોને આદેશ કર્યો, કે –“હે દે! ત્રણ લોકના મુગટ સમાન ભગવાન જગગુરુને લાયક મહામૂલ્યવાળી અભિષેકની સામગ્રી જલદી લા.” ત્યારે તે દે ઇંદ્રના શાસનને મસ્તકવડે અંગીકાર કરીને તત્કાળ નીપજાવેલા ઘણા પ્રકારના કળશ, પુષ્પની છાબડી અને ભંગાર વિગેરે સામગ્રી સહિત તમાલપત્ર જેવા શ્યામ આકાશતળમાં ઊડ્યા. ત્યારપછી ક્ષીરદધિ, માગધ, વરદામ, પ્રભાસ, મહાનદી, કુંડ અને સરોવરના પાણી, ગંગા વિગેરે મહાનદીના બને કિનારાની માટી, નંદનવન અને સૌમનસ વિગેરે વનખંડમાં ઉત્પન્ન થયેલ વેઈલ્સ, માલતી, બકુલ, શતપત્ર અને પારિજાત મંજરી વિગેરે મોટા સુગંધવાળાં પુષ્પના સમૂહ તથા કુમુદ, કહાર (વેત કમળ) કમલ, શતપત્ર અને સહસપત્ર વિગેરે મોટા કમળના સમૂહને ગ્રહણ કરીને તત્કાળ અયુરેંદ્રની પાસે આવ્યા. ત્યારે અચુત દેવેંદ્ર પર્વદા સહિત, અંગરક્ષકે સહિત, ત્રાયશ્ચિંશ દેવો સહિત અને લોકપાલ સહિત મેટા પ્રયત્ન વડે બીજા વ્યાપારને કરવાનો ત્યાગ કરી સુગંધના ઉછળવાવડે મનહર ઘનસાર અને અગરૂને ધૂપ ઉખેવીને તથી ઉત્તમ તામરસ, બકુલ, માલતી અને મકુલના પુષ્પની અંજલિ જિનેશ્વરના ચરણની પાસે નાંખીને એકહજારને આઠ સુવર્ણ કળશ, એકહજારને આઠ રૂપાના કળશ, એકહજારને આઠ મણિમય કળશ, એકહજારને આઠ મણિ અને રૂપામય કળશ, એકહજારને આઠ સુવર્ણ અને મણિમય કળશ, એકહજારને આઠ ભોમેય(માટીના ) કળશ તથા એકહજારને આઠ ચંદનના કળશ તૈયાર હતા, તેમાં વિવિધ પ્રકારના તુવર, માટી અને સર્વ ઔષધિરસ નાંખ્યા, હરિચંદનવડે શોભિત કર્યો, તેની અંદર મૃગનાભિ અને કપૂરને સમૂહ નાખે, સુગંધી પુષ્પની માળા તે કળશો ઉપર મૂકી, તથા શતપત્ર કમળવડે તેના મુખ ઢાંકયા. આ રીતે કરીને તે સર્વ કળશોવડે એકી સાથે અભિષેક કરવા લાગ્યો. ત્યારપછી આ જ કમવડે પ્રાણુત દેવકના ઇંદ્રથી આરંભીને અસુરે ચમર, બલિ, ચંદ્ર અને સૂર્ય પર્યત એકત્રીશ ઇદ્રોએ મોટા હર્ષના વશથી ઉછળતા રોમાંચવાળા થઈને જિનેશ્વરને અનુક્રમે અભિષેક કર્યો. આ પ્રમાણે તે સર્વ ઇદ્રોએ જિનાભિષેકનું કાર્ય સમાપ્ત કર્યું ત્યારે અમ્યુરેંદ્ર પોતાના ઉત્સંગમાં જિનેશ્વરને સ્થાપન કરીને સિંહાસન ઉપર બેઠે. પછી અભિષેકની સામગ્રી સહિત દેવોના સમૂહથી પરિવરેલા સૌધર્મેન્દ્ર પણ જગદગુરુની ચારે બાજુ સારી રીતે મળેલા, પુષ્ટ અને લણ (સુંદર) શરીરવાળા, શંખ, કુંદ અને સ્ફટિક જેવા ઉજવળ શરીરવાળા અને સારા ગેળ શીંગડાવાળા (ચાર)