________________
[ ૧૩૪ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો :
વિગેરે ઊર્ધ્વકમાં વસનારી આઠ દિકકુમારીઓ પૂર્વની જેમ જિનેશ્વરની માતાને નમીને, મેઘને સમૂહ વિકુવીને સુગંધી પાણી છાંટવાપૂર્વક ઘરના આંગણાની પૃથ્વી રજના સમૂહ રહિત કરીને, પાસે રહીને જિનેશ્વરની માતાને અને જિનેશ્વરને ગાતી ઊભી રહી. ત્યારપછી પૂર્વ સૂચક પર્વતમાં વસનારી નંદોત્તરા અને નંદા વિગેરે આઠ દિશાકુમારીઓ પૂર્વે કહ્યા પ્રમાણે પ્રણામ વિગેરે કરીને મોટા મણિના દર્પણને હાથમાં રાખી જિનેશ્વરના ગુણ ગાવામાં તત્પર થઈને પાસે ઊભી રહી. પછી દક્ષિણ સુચક પર્વતમાં કરેલા નિવાસવાળી સુવયતા અને સમાહારા વિગેરે આઠ દિકકુમારી દેવીએ સ્વચ્છ જળથી ભરેલા મણિ અને સુવર્ણના ભંગારને હાથમાં ધારણ કરીને અત્યંત પાસે નહીં તેમજ દૂર પણ નહીં એવી રીતે જિનેશ્વર અને તેની માતાના ગુણ ગાવામાં તત્પર થઈને ઊભી રહી. પછી પશ્ચિમ રુચક પર્વતમાં કરેલા નિવાસવાળી ઈલાદેવી અને સુરાદેવી વિગેરે આઠ દિકકુમારી દેવીએ સુવર્ણની દાંડીવાળા વીંઝણો(પંખા)ને હાથમાં ધારણ કરીને જિનેશ્વર અને તેની માતાના ગુણ ગાવામાં તત્પર થઈને મેટી ભક્તિથી પશ્ચિમ દિશામાં જઈને રહી. પછી ઉત્તર રુચક પર્વતમાં કરેલા નિવાસવાળી વારૂણ અને પુંડરીક વિગેરે આઠ દિકકુમારી દેવીઓ મણિના સમૂહવડે શોભિત મોટા દંડના વિસ્તારવાળા વેત ચામર હાથમાં રાખીને પૂર્વની જેમ જિનેશ્વર અને તેની માતાને ઉલ્લાસવાળા પ્રેમના સમૂહથી વ્યાત થઈને ગાતી ગાતી ઊભી રહી. ત્યારપછી વિદિશાના રૂચક પર્વત ઉપર વસનારી ઇંદ્રાદિક દેને પણ લાઘા કરવા લાયક ચિત્રા અને સયામણું વિગેરે ચાર વિદિમારી દેવીઓ મણિની દીપિકાને હાથમાં રાખી જિનેશ્વર અને તેની માતાના ગુણ ગાવામાં મુખર મુખવાળી અત્યંત ક્રૂર પ્રદેશમાં નહીં રહેતી ઊભી રહી. પછી મધ્ય રૂચક પર્વત ઉપર વસનારી રૂપ, રૂપાંશા વિગેરે ચાર દિકકુમારી દેવીઓએ આવીને તથા જિનેશ્વર અને તેની માતાની સ્તુતિ કરીને મોટા વિનયવડે ભગવાનનું ચાર અંગુલને મૂકીને બાકીનું નાભીનાલ છેદીને વિવિધ પ્રકારના રત્ન સહિત ખાડામાં નાંખ્યું, અને તેના ઉપર સુવર્ણ વડે વ્યાપ્ત છેડાવાળું હરિતાલિકા પીઠ બાંધ્યું. ત્યાર પછી જિનેશ્વરના જન્મગૃહની દક્ષિણ, ઉત્તર અને પૂર્વ એ ત્રણે દિશામાં મનહર કેળના ગૃહવડે રચેલા અને મધ્ય ભાગમાં સ્થાપન કરેલા વિશિષ્ટ મણિમય સિંહાસને કરીને સહિત ત્રણ ચતુશાલ ભવન બનાવ્યાં. પછી દક્ષિણ ભવનના સિંહાસન ઉપર જિનેશ્વરને અને તેની માતાને બેસાડીને સુગંધી શ્રેષ્ઠ તેલ વડે તેમને અભંગન કર્યું, પછી ગંધકર્તનવડે ઉદ્વર્તન કરીને પૂર્વ દિશાના ભવનના સિંહાસન ઉપર બેસાડ્યા. ત્યાં રત્ન અને સુવર્ણના બનાવેલા અને નિર્મળ જળથી ભરેલા પૂર્ણ કળશવડે તેમને સ્નાન કરાવ્યું. પછી સારા ગંધવાળા અને કમળ કાષાય વરવડે તેમના અંગને લુછીને શ્રેષ્ઠ ઘનસાર અને અગરૂથી મિશ્ર કરેલા હરિચંદનના વિલેપનવડે તેમના શરીરને વિલેપન કર્યું, તથા દેવદૂષ્ય વસ્ત્ર પહેરાવીને શ્રેષ્ઠ રેનના આભરવડે સુશોભિત કર્યું. ત્યારપછી ઉત્તરના ચતુશાલના સિંહાસન ઉપર બેસાડીને