________________
પરમાત્મા શ્રી પાર્શ્વનાથના જન્મ.
[ ૧૩૩ ]
પ્રમાણે વૃદ્ધિ પામતા મુખવાળી તે દૈવી વ્યાધિ રહિત થઈને ગર્ભને વહન કરતી હતી. ગના અનુભાવથી જ લાવણ્યના સમૂહથી ઉજવળ શરીરની કાંતિએ કરીને તે દેવી અંદર રહેલા ચંદ્રવાળા શરદ્ ઋતુના વાદળાના સમૂહની જેમ શેલતી હતી. ત્રણે લેાકના માનદની વૃદ્ધિ કરનાર તે ગર્ભ જેમ જેમ વૃદ્ધિ પામતા હતા, તેમ તેમ દેવીની દાક્ષિણ્ય, દયા ગુણુ અને શ્રેણિ પણ વૃદ્ધિ પામતી હતી. અત્યંત દીન અને દુ:ખી જનાનું નિરંતર સુસ્થિતપણું કરતી તે દેવી જગતમાં જંગમ કલ્પવૃક્ષની શાખા જેવી થઈ. કિલ્લા અને સૈન્યવર્ડ ગર્વિષ્ઠ થયેલાં પણ જે રાજાએ પહેલાં અશ્વસેન રાજાને નમ્યા નહાતા, તે પણ આ જગત્ પ્રભુના પ્રભાવથી જ તેને નમવા લાગ્યા. જગત પ્રભુના પ્રભાવરૂપી ચિત્રક નામની દિવ્ય ઔષધિવર્ડ જાણે વ્યાસ થયા હાય, તેમ તેના કેશ અને કોઠાર હુ'મેશાં અપાયા છતાં પણ ક્ષય પામતા નથી. આ પ્રમાણે પુત્રના મિષવડે પ્રગટ રીતે જાણે ચિંતામણિ રત્નને ધારણ કરતી હોય તેવી તે દેવી સ્વપ્નને વિષે પાસે થઈને જતા સર્પને જોતી, હુંમેશાં રાજ્યમાં અને દેશમાં મેટા ઉયની વૃદ્ધિ કરતી માટા · સુખવડે પ્રસૂતિના દિવસને પામી. પછી ગર્ભોથી નવ માસ અને સાડાસાત દિવસ ગયા ત્યારે પાષ વદ દશમની મધ્ય રાત્રિને સમયે, વિશાખા નક્ષત્રમાં ચંદ્ર આવે સતે, શંકરના હાસ્ય જેવું અને હંસની જેવું દિશાવલય થયે સતે, અને શુભ ગ્રહેા બળવાન થયે સતે જેમ રાહણાચળની પૃથ્વી શ્રેષ્ઠ રત્નને ઉત્પન્ન કરે, જેમ નંદનવનની પૃથ્વી કલ્પવૃક્ષને ઉત્પન્ન કરે, અને જેમ પૂ દિશા સૂર્યÖને ઉત્પન્ન કરે તેમ દેવીએ જગતના ગુરુ ભગવાનને જન્મ આપ્યા. આ અવસરે શીતળ, સુગ ંધી અને મંદ વાયુ વાવા લાગ્યા, ત્રણ જગતને પ્રકાશ કરનાર માટે ઉદ્યોત પ્રસર્યાં, ઝંકારવડે મુખર મુખવાળા ભમરા ચૂસાતી સુગંધવાળા પાંચ વર્ષોંના પુષ્પા પર પડવા લાગ્યા, પર્વત અને જન સહિત પૃથ્વી ઉલ્લાસ પામી, કુમુદ અને કમળના વના વિકાસ પામ્યા, વનની રાજી ( શ્રેણિ ) પુષ્પવાળી થઇ, મારના સમૂહ નાચવા લાગ્યા, કાયલાના શબ્દ થવા લાગ્યા, તથા ડિંખ અને ડમર જેવા રાગેા શાંત થયા છે એવા ગામ નગર વિગેરે હર્ષ પામ્યા. આ પ્રમાણે અસઢશ જિનેશ્વરના મોટા પ્રભાવવડે સંભવતા વિસ્મયકારક ઘણા ભાવેાવડે પૃથ્વીમાં શું શું આશ્ચર્યકારક ન થયું ? આ અવસરે જિનેશ્વરના જન્મના પ્રભાવથી ચલાયમાન આસનવાળી, અવધિજ્ઞાનવડે પેાતાના અધિકારને સમય જાણનારી, અધેલાકમાં વસનારી ભાગવતી વિગેરે આઠ દિશાકુમારી દેવીએ પરિવાર સહિત સૂતિકાગૃહમાં આવીને જિનેશ્વરની માતાને સ્તુતિ કરીને વિનંતી કરવા લાગી કે—“ ડે દેવી ! તારે જરા પણ ભય પામવા નહીં. અધેાલેાકમાં રહેનારી અમે દિકુમારીએ ચિર કાળથી ચાલતા આવેલા જગદ્ગુરુના કાંઇક જન્મકાર્ય ને કરશું, માટે દેવી અમને આજ્ઞા આપેા. ” એમ કહીને સંવત વાયુવડે જન્મના ઘરના ભૂમિભાગને ચારે દિશામાં તૃણુ અને કચરા દૂર કરીને જીભ પુદ્ગલેાવડે ભ્યાસ કર્યું. પછી તેની પાંસે રહીને જિનેશ્વરના ગુણ્ણા ગાવા લાગી. પછી પ્રથમની જેમ મેઘ`કરા અને મેઘવતી