SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - વામાદેવીએ જોયેલાં ચૌદ સ્વપ્ન. [ ૧૨૯] નિરંતર ધર્મકર્મ કરનારી વામા નામની ભાર્યા છે. ઇંદ્રાણીની સાથે ઇંદ્રની જેમ તેની સાથે વિષયસુખને ભેગવતા તેના દિવસો જવા લાગ્યા. - હવે તે પૂર્વે કહેલ કનકબાહુ ચક્રવત્તી મુનીશ્વર શ્રેષ્ઠ દેવ થયો હતો તેને જીવ પૂર્વભવમાં જેણે તીર્થંકરનામગોત્ર બાંધ્યું હતું, તે પ્રાણતક૯પ નામના દેવકથી અવીને મોક્ષલક્ષ્મીને પામેલા ભગવાન અરિષ્ટનેમિના સાડાસાત સો વર્ષ અધિક ત્રાશી હજાર (૮૩૭૫૦) વર્ષ વ્યતીત થયા ત્યારે, વિશાખા નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો, ત્યારે ચિત્ર વદ ચોથની તિથિએ અર્ધરાત્રિને સમયે વામા દેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ભગવાન ગર્ભમાં આવવાને સન્મુખ થયા ત્યારે હાથી વિગેરે ચૌદ મહાસ્વપ્નો વામાદેવીએ દીઠા. તે વખતે કમળ રૂની રચેલી મનહર શયામાં રહેલી અને નિદ્રાની મુદ્રાથી નેત્રના જેવાના વ્યાપાર રહિત તે દેવી હતી. (તે ચૌદ સ્વપનો આ પ્રમાણે-) ગંડસ્થળમાંથી ઝરતા મદજળના સુગંધથી એકઠા થયેલા ભમરાના સમૂહના શબ્દવડે સંતોષ કરનાર અને સાત અંગવડે પ્રતિષ્ઠિત હાથીને પોતાના મુખમાં પ્રવેશ કરતા જે. મોટા અને પણ સ્કંધવાળા, વિચિત્ર શીંગડાવાળા, ચંદ્રની જેવા ગોર (કૈવત) શરીરવાળા અને લીલા સહિત ગમન કરનારા વૃષભને મુખમાં પ્રવેશ કરતો જોયે. ઉછળતા કેસરાના વિસ્તારવાળા અને અત્યંત મનહર રીતે ચાલતા સિંહને દેવીએ પોતાના મુખકમળમાં ભમરાની જેમ પ્રવેશ કરતે જે. હાથીએ ધારણ કરેલ નિર્મળ રૂપાના કળશવડે સ્નાન કરાવી અને કમળપત્રના જેવા નેત્રવાળી લક્ષમીને સાક્ષાત્ મુખમાં પ્રવેશ કરતી જોઈ. ભમરાના પગના સમૂહવડે વ્યાસ પત્રવાળી પ્રચુર માલતીના પુવાળી ઘણું સુગંધી પુષ્પોની માળાને પિતાના મુખ તરફ આવતી સ્વપ્નમાં જોઈ. ઉલાસ પામતી પ્રભારૂપી જળના કલેવડે જાણે આકાશરૂપી સમુદ્રને ભરી દેતે હોય તેવા, મનહર અને લાંછન રહિત ચંદ્રને પિતાના મુખમાં પેસતે જે. કમળના વનની જડતાનું ખંડન કરનાર સૂર્યમંડળને દેવીએ સ્વપ્નમાં પિતાના મુખરૂપી ઉદયાચળ પર્વતમાં લીન થયેલ જોયું. મુખરૂપી આકાશને અનુસરતી, શબ્દ કરતી મણિની ઘુઘરીઓથી પરિવરેલી અને અતિ લાંબા વાંસ ઉપર રહેલી ભવેત ધ્વજાને સ્વપ્નમાં જોઈ. અત્યંત મહર આકારવડે સુંદર રૂપવાળા અને પુરુષની માળાવડે મનહર કુંભને સ્વપ્નમાં પિતાના મુખમાં પ્રવેશ કરતે જે. જાણે કે રણુરણાટ શબ્દવડે ભમતા ભમરાના સમૂહવડે જેના ગીત ગવાતા હોય એવા પિતાના મુખને પદ્મ સરોવર તરફ જતું સ્વપ્નમાં જોયું. મળતી ઘણી નદીઓના જળના સમૂહવડે વ્યાપ્ત અને મોટા કોલવડે શોભતા સમુદ્રને સ્વપ્નમાં પિતાના મુખરૂપી આકાશમાં તરત પ્રસરતો જે. રત્નમય ભીંતના ભાગવાળું અને ઉછળતા મોટા ધવજ પટવડે શોભતા મોટા વિમાનને દેવીએ પિતાના મુખમાં રહેલ જોયું. પાંચ પ્રકારના રત્નના કિરણોના સમૂહવડે દિશાના સમૂહને ઇંદ્રધનુષ્યવાળા કરતા મોટા રત્નના સમૂહને પિતાના મુખમાં જતો જે. સત્યવતીના ૧૭
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy