________________
()
* પ્રભુને પાંચમે ભવ–પ્રભુના જીવને દેવભવમાં પ્રગટેલા વિચારો.
[ ૧૭ ]
કાંઈક આયુષ્ય બાકી રહ્યું ત્યારે કેટલાક મોટા ઉપદ્રવ થયા તથા મણિપીઠિકા ઉપર બેઠા છતાં પણ, ક૯પવૃક્ષના તરૂણ પલવડે વ્યાપ્ત છતાં પણ અને નિરંતર અવસ્થિત રૂપવાળા છતાં પણ તે વિક૯૫ ૨હિત કંપને પામે મંદાર અને પારિજાતકના પુપની માળા પ્લાનપણને પામી (કરમાઈ ગઈ), દેવ શરીરના ઉપભગવડે મટી શોભા વર્તતા છતાં પણ (કરમાઈ ગઈ). ઉદય પામેલા બાર સૂર્યની પ્રજાના સમૂહ જેવી કાંતિવાળું શરીર પણ તરત જ જાણે લક્ષમીએ મૂકયું હોય તેમ પૂર્વના જેવી શોભાને પામતું નથી. કેમ આ મોટા દેવની પાસે પણ અનુચિત બોલે છે ? એ પ્રમાણે જાણે લાજ પામી હોય તેમ તેની લજજા(ભાર્યા) પણ વિવરની સન્મુખ થઈ. સપની કાંચળી જેવા નિર્મળ અને તપેલા સુવર્ણના ગુંજ જેવા મનોહર તેનાં પહેરેલા વસ્ત્રો પણ એકદમ મલિન થઈ ગયા. હવે પછી થવાના મનુષ્ય ભવના સંભવતા ભાવને(પદાર્થને) શીખવા માટે હમણાં પણ તેની દષ્ટિ નિમીલન અને ઉન્મીલન કરવાને શીધ્ર પ્રવતી. વિવિધ પ્રકારના મણિની શયા, મંડપ, ભવન અને વનને વિષે રહ્યા છતાં પણ થવાના દેવલક્ષમીના વિરહથી આતુર અંગવાળે જાણે થયા હોય તેમ તે પ્રીતિને પામતે નથી. જેના જીવિતનું કેટલાક(થોડા) દિવસ પછી પ્રયાણ થવાનું છે, એવા તે શ્રેષ્ઠ દેવને આ પ્રમાણે અનેક ઉત્પાત (ઉપદ્ર) થયા. તે વખતે તેણે વિચાર્યું કે –“આ અસંભવિત ભાવે શું થયા? શું કાંઈ પણ અત્યંત સહ અનર્થ કરશે ?” પછી તેણે અવધિજ્ઞાનના બળવડે પિતાના જીવિતને અંતસમય જાણીને સદભાવના સમૂહથી ઉત્પન્ન થયેલા મોટા સંવેગને પામીને ભાવના ભાવવા લાગે,–“ચૌદ રાજલક પ્રમાણુવાળા આ લેકને વિષે એક સિદ્ધોને મૂકીને બીજા કેઈન સદભાવ અવસ્થિત( સ્થિર-નિત્ય-રહેનાર ) નથી, તેથી ઉત્પત્તિ અને પ્રલયે( નાશે ) કરીને સહિત આ સર્વ વસ્તુના વિસ્તારને વિષે સંગ અને વિયેગથી ઉત્પન્ન થતું હર્ષ કે શક પણ કરે એગ્ય નથી. તેથી હે જીવ! ઉત્પન્ન થયેલા પ્રાણીનું અવશ્ય મરણ છે જ એમ જાણીને મરણના ચિન્હ જેવાથી જરા પણ તું ખેદ કરીશ નહીં. જે લવસત્તમ (સર્વાર્થસિંદ્ધ) દેવો પણ અવશ્ય મરણધર્મને પામે છે, તો પછી પરિમિત આયુષ્યવાળા બીજા જીવોની તે શી ગણના કરવી ? અથવા તે સર્વ પ્રાણીઓને સાધારણ આ મરણના સંબંધમાં શું કહેવું? માટે હે જીવ! દુર્લભ પંચ નવકારનું તું મરણ કર. આ પંચ નવકારવડે રહિત એવા જીવાએ અનંત વાર કરોડે જન્મ મરણ પ્રાપ્ત કર્યા છે, પરંતુ યમરાજને નાશ કરનાર આ પંચ નવકાર પ્રાપ્ત કર્યો નથી. વળી તે પંચ નવકાર મારા હૃદયરૂપી પટ્ટને વિષે નિરંતર ટાંકણાથી આળેખાયેલ વર્તે છે, તે યમરાજ શું કરશે ? ઘણું પ્રકારના ઉપાય છે.” આ પ્રમાણે ભાવના ભાવતા તેના મનને પ્રસાર જરાપણું ક્ષોભ પાપે નહીં, તેથી તેવા પ્રકારથી વિધુર અવસ્થાને પામ્યા છતાં પણ ખેદને પામે નહીં.
• ૧. મીંચાવું ૨. ઉઘાડવું.