________________
[ ૧૦૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૩ જો :
આ મારા વિતદાતા છે. ” એમ વિચારીને વિશેષે કરીને હૃદયમાં વિશેષ દયા ( પ્રોતિ )વાળી થવાથી પેાતાના નેત્ર ઊંચા કરીને વસંતસેનને જોવા લાગી. તે વખતે “ પૂર્વે મે આને ક્યાં જોયા છે ? ” એમ તર્કવિતર્ક ના માર્ગને શેાધવાના વશથી તેણીને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી ફરીથી મૂર્છા પામીને પૃથ્વીપીઠ ઉપર પડી. તે વખતે “ વિના કારણે શું થયું ? ” એમ વિચારીને સાવાહ ખેદ પામ્યા, અને વસંતસેન આશ્ચર્ય પામ્યા. ફરીથી શીત ઉપચાર કરવાથી એક ક્ષણ માત્રમાં જ તે ચૈતન્યને પામી, ત્યારે સાવાડે પૂછ્યુ કે “ હે પુત્રી ! તેવા પ્રકારના કારણ વિના પણ ફરીથી તું કેમ મૂર્છા પામી ? ” તેણીએ કહ્યું, કે–“ હે પિતા ! વિના કારણે માટે ઉપકાર કરનારા આને વિશેષે કરીને હું જોવા લાગી, તેથી મને જાતિસ્મરણ થયું, અને યથાર્થપણે પૂભવ મેં જોયે।. ” સા વાડે કહ્યું “ તે પૂર્વભવ કેવા છે ? ” તેણીએ કહ્યું–“ હું પિતા ! સાંભળેા.
""
પૂર્વ ભવમાં હું આ જ મહાનુભાવની અનુરાગવાળી પતિવ્રતા ભાર્યા હતી. ત્યાં કાઈ પશુ દિવ્ય ચેાગે કરીને આ લો મને ક્ષણે ક્ષણે ધર્મોપદેશ આપતા હતા, તેા પશુ મારી ધર્મવાસના ભ્રષ્ટ થઈ, તેથી હું ધર્મને પામેલા માણસની ખિસા ( ઇર્ષ્યા ) કરવા લાગી, સાધુઓની નિંદા કરવા લાગી. તથા દુ:ખથી ઉપાર્જન કરેલું આ ધન ધર્મસ્થાનને વિષે કેમ દેવાય ? પરલેાક કાણે ઢેખ્યા છે ? જે મનુષ્યા ધર્મ કરતા નથી, તેઓ પણ દીધ આયુષ્યવાળા, સારા રૂપવાળા, નીરાગી અને ઇચ્છા પ્રમાણે વિલાસ કરતા દેખાય છે, તથા ધર્માંમાં તત્પર મનુષ્યા પણ રાગ, શાક, દારિદ્ર અને ઉપદ્રવ વિગેરેવડે ક્ષીણુ શરીરવાળા દુ:ખે કરીને જીવતા જોવામાં આવે છે, તેથી કાયને વિષે ઉપયોગ વિનાની આ તમારી ધની કલ્પનાવડે શું ફળ છે ?' આ પ્રમાણે મેં કહ્યું, ત્યારે તેણે કહ્યુ, કે “હું મોટા પ્રભાવવાળી ! મોટા મિથ્યાત્વવર્ડ તારા વિવેક ઢંકાઈ ગયા છે, તેથી તું આ પ્રમાણે ખેલે છે. એમ ન હોય તેા શુ` કેાઇ ડાહ્યો માણસ ધર્મને દૂષણ આપે ? જે ધર્માંના પ્રસાદવડે તેવું કાંઇ પણ નથી, કે જે સિદ્ધ ન થાય. વળી પાપકમ વાળા પણ સુખી છે, અને બીજા ( પુણ્ય કરનારા ) દુ:ખી છે, એમ તે જે કહ્યું, તે પણ અયુક્ત છે. કેમકે આ જન્મને વિષે જે પાપકર્મોંમાં પ્રવતેલા પણુ કાઇક પ્રકારે રૂપ અને આરેાગ્ય વિગેરેવર્ડ યુક્ત દેખાય છે, તે પૂર્વભવમાં કરેલા સુકૃતવર્ડ સુખી દેખાય છે; અને ખીજા જે દુ:ખી દેખાય છે, તે ઘણા ભવમાં કરેલા મોટા પાપવી દુ:ખી દેખાય છે. કેમકે કારણ વિના વિવિધ પ્રકારના કાર્ય હાઇ શકે જ નહીં. તેથી કરીને પાપ અને પુણ્ય દુ:ખ અને સુખને ઉત્પન્ન કરવામાં કારણરૂપ છે, એમ તું જાણુ. તે ( પુણ્ય પાપ ) ચિરકાળનું કરેલું કે નહીં કરેલું છે, તે કાર્ય ના અનુમાનથી જણાય છે. ફળી ધર્મોને ઉપાર્જન કરવાને સમયે જ તેના ફળની પ્રાપ્તિ જે થતી નથી, ખીજના અંકુરાની જેમ સાક્ષાત્ કાળની અપેક્ષા રાગે છે. તેથી કરીને હું મૃગાક્ષી ! આ પ્રમાણે અતિ નિશ્ચય કરેલા અર્થે છતાં પણ મિથ્યાઢષ્ટિવર્ડ સ ́શયરૂપી ત્રાજવાને વિષે અશુભ અને શુભ કર્મના પક્ષને તું